આરોપી પાસેથી સોનાની તુટેલી ચેઇનનો ટુકડો નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા એક સુઝુકી એક્ષેસ ગાડી કિ.રૂ. ૭૦,૦૦૦/- મળી કુલ રૂ.૮૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર બી.એસ.સુથારની, ટીમના પો.સ.ઈ. કે.એલ.ખટાણા તથા અ.હે.કો.હર્ષદભાઇ દ્વારા લૂંટ કરતાં આરોપી રમાકાંત ઉર્ફે રમાને ચાંદલોડીયા માણેકસર્કલ પાસેથી ઝડપી લીધો હતો.આરોપી પાસેથી સોનાની તુટેલી ચેઇનનો ટુકડો નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા એક સુઝુકી એક્ષેસ ગાડી કિ.રૂ. ૭૦,૦૦૦/- મળી કુલ રૂ.૮૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.આરોપી આજથી આશરે દોઢેક મહિના પહેલાં તે તથા તેના મિત્રો અનીકેત ઉર્ફે સન્ની સ/ઓ રાજુસિંગ કરણ (રાજપુત) તથા રોહીત ઉર્ફે બાબુ અમરનાથ કોરી સાથે એક્ષેસ લઇ અડાલજ વિસ્તારમાં આવેલ દંતાલી ગામ તરફ જવાના બ્રીજ પર ગયા, જ્યાં એક કપલ કેનાલની પાળ પર બેસેલ જે કપલને છરી બતાવી કપલની ચેઈન લૂંટવા જતા ઝપાઝપી થઈ હતી. પુરૂષની ચેઇન ટુટી ગયેલ ચેઇનનો તુટેલ ટુકડો હાથમાં આવી જતાં તે લઇ ત્યાંથી ભાગી ગયેલા હતા.જે અંગે રેકર્ડ પર ખાત્રી તપાસ કરાવતા ગાંધીનગર જીલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એમાં ધી ઈ.પી.કો. કલમ ૩૪૧,૩૯૪, ૩૯૭,૧૧૪ મુજબનો રજીસ્ટર થયેલ છે.