અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના હે.કો.ઈમ્તીયાઝઅલી ઉમરાવઅલી તથા હે.કો.ભરતભાઈ જીવણભાઈ દ્વારા મોબાઈલ સ્નેચીંગ કરતાં આરોપી શાહરૂખ ઉર્ફે એસ.કે ઉર્ફે કાલુ અને શૈલેષ ઉર્ફે શૈલેષ વાદીને સાબરમતી પાવર હાઉસ પાસેથી ઝડપ્યા હતા . આરોપીઓ પાસેથી
એક લાલ- કાળા કલરનો રેડમી કંપનીનો 20 મોડલનો મોબાઈલ ફોન. કિ.રૂ.૬૦૦૦/ ,
(૨) એક વાદળી કલરનો વીવો કંપનીનો ૧૮૧૪ મોડલનો મોબાઈલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/-
(૩) એક કાળા કલરનો રેડમી કંપનીનો nord 8 pro મોડલનો મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/-
(૪) એક વાદળી કલરનો વીવો કંપનીનો y91 મોડલનો મોબાઈલફોન. કિ.રૂ.૪,૦૦૦/-
(૫) એક ગ્રે કલરનો વન પ્લસ કંપનીનો nord ce2 મોડલનો મોબાઈલ ફોન. કિ.રૂ.૨૦,૦૦૦/-
(૬) એક કાળા કલરનો ઓપો કંપનીનો Reno7 pro મોડલનો મોબાઈલ ફોન કિ.રૂ.૨૫,૦૦૦/-
(૭) એક સ્કાય બ્લ્યુ કલરનો સેમસંગ કંપનીનો ગેલેક્ષી મોડલનો મોબાઈલ ફોન.કિ.રૂ.૬૦૦૦/-
(૮) એક ગોલ્ડન કલરનો ઓપો કંપનીનો મોડલ નં.A16 મોબાઈલ ફોન.કિ.રૂ.૫૦૦૦/-
(૯) એક વાદળી કલરનો ઓપો કંપનીનો મોડલ નં.A15 મોબાઈલ ફોન કિ.રૂ.૩૦૦૦/-
(૧૦) જી.જે.૦૨.ડી.ક્યુ.૫૩૭૮ નંબરનુ એક કાળા કલરનું લાલ પટ્ટાવાળુ બજાજ પલ્સર મો.સા. કિ.રૂ.૯૩,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૧,૭૨,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે .પકડાયેલ આરોપીની પૂછપરછ દરમ્યાન તેણે નીચે મુજબના ગુનાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે
કબુલાત
(૧) ગઈ તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સમયે સરદારધામ થી વૈષ્ણવદેવી સર્કલ વચ્ચે એક ઓટોરીક્ષામાં જતા બહેનના હાથમાંથી શૈલેષે મોબાઈલ ફોન ઝુંટવી લીધેલ.
(૨) ગઈ તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સમયે સાબરમતી ટોલનાકા આગળથી એક
ઓટોરીક્ષામાં એક ભાઈ જતા હતા તેના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લીધેલ. (૩) ગઈ તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સમયે આશ્રમરોડ ડીલાઈટ ચાર રસ્તા ઉપર ઉભા હતા તે દરમ્યાન એક બહેન તથા એક ભાઈ ઓટોરીક્ષામાં જતા હતા જે બહેનના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવીલીધેલ.
(૪) ગઈ તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સમયે ગીતામંદીર રોડ તરફથી મજુરગામ બાજુ જતા હતા તે દરમ્યાન એક ઓટોરીક્ષામાંથી એક ભાઈના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લીધેલ.
(૫) ગઈ તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સમયે ગુલબાઈ ટેકરા બળીયાદેવના મંદીર પાસેથી એક ભાઈના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લીધેલ.
(૬) આજથી આશરે વીસ એકેવીસ દિવસ પહેલા સાંજના સમયે નરોડા પાટીયા પાસે એક ભાઈના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લીધેલ.
(૭) આજથી આશરે અઢી મહિના જુનાવાડજ સર્કલ પાસે એક બહેનના હાથમાંથી મોબાઈલ ફોન
ચૂંટવી લૂંટ કરેલા.
(૮) આજથી આશરે દોઢેક મહિના પહેલા સરખેજ મકરબા શુકૃત બીઝનેશ પાર્ક કિરણ મોટર્સ પાસેથી એક ભાઈના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લુંટ કરેલ હતી.
શોધાયેલ ગુન્હા
(૧) કાગડાપીઠ પો.સ્ટે પાર્ટ એ ગુરનં ૧૧૧૯૧૦૨૫૨૩૦૦૨૯/ ૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૭૯ એ )
(૨) નવરંગપુરા પો.સ્ટે પાર્ટ એ ગુરનં ૧૧૧૯૧૦૩૬૨૩૦૦૧૧/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૭૯(એ) (૩),૧૧૪
(૩) સાબરમતી પો.સ્ટે પાર્ટ એ ગુરનં ૧૧૧૯૧૦૩૯૨૩૦૦૩૭/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૩૭૯(એ) (૧).૩૯(એ)
(૪) વાડજ પો.સ્ટે પાર્ટ એ ગુરનં ૧૧૧૯૧૦૨૩૨૨૦૭૦૫/૨૦૨૨ ધી ઇપીકો કલમ ૩૭૯(એ) પકડાયેલ આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાઓ કરેલ છે કે કેમ ? તેમજ તેની સાથે બીજા કોઈ ઈસમોની સંડોવણી છે કે કેમ? તે બાબતે તેની પૂછપરછ ચાલુ છે.