ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ એમ. દોશીએ શિક્ષણ મંત્રીને લખેલ પત્ર
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ એમ. દોશીએ ગુજરાતમાં પડતી અતિશય ઠંડીને લઇ રાજ્યની શાળાઓનો સમય એક કલાક મોડો કરવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી માંગ કરી છે.ગુજરાતમાં અસહ્ય ઠંડી પડી રહી છે. હવામાન ખાતે કોલ્ડવેવની જાણ પણ કરી છે હાડ ધ્રુજાવતી ઠંડીમાં ખાસ કરીને સવારની પાળીમાં ચાલતી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થતી હોવાથી, અને ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થતી જણાય છે. એક બાળકી કદાચ ઠંડીને કારણે રાજકોટ શહેરમાં મૃત્યુ પામી હોવાનું જાણવા મળેલ છે. તેમજ રાજ્યભરમાં ઘણાં વિધાર્થીઓ અને વાલીઓ અસહ્ય ઠંડીનો સામનો કરી રહ્યા છે. જેને કારણે વિધાર્થીઓ અને બાળકોને શાળાએ તેડવા મુકવા જતા વાલીઓની મુશ્કેલીઓ વધી રહી છે. તેમજ સવારની પાળીમાં ચાલતી શાળાઓમાં ગેરહાજરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
રાજ્યમાં પડી રહેલી અસહ્ય ઠંડીને લક્ષમાં રાખીને વિધાર્થીઓ અને વાલીઓના વિશાળ હિતમાં ગુજરાત રાજ્યમાં સવારની પાળીમાં ચાલતી તમામ શાળાઓનો સમયમાં એક કલાક મોડો કરવા માટે તાત્કાલિક પરિપત્ર કરવામાં આવે તેવી કૉંગ્રેસની માંગ છે.