ગુજરાતનું કહેવાતું પાટનગરમાં જમીનનો ભાવ આસમાને જઈ રહ્યો છે, ત્યારે લે ભાગુ તત્વો અને જમીન ઘસી નાખનારા અનેક નવા નીત હથકંડા અપનાવતા હોય છે ,ત્યારે મોટાભાગના આ જાસામાં આવી જતા હોય છે, ત્યારે ભુ માફીયાઓનો કાયદો કડક હોવા છતાં કોઈ ડર ન હોય તેમ લગે રહો મુન્નાભાઈ ની જેમ જમીનો હડપ કરવા નવો પેતરાઓ આદરતા હોય છે, ત્યારે GJ-18 ના પોર ગામના ખેડૂતા સાથે ગઠિયાઓ ખેતરમાં માસિક સવા લાખના ભાડે મોબાઇલ ટાવર લગાવવાના બહાને વિશ્વાસ કેળવી એગ્રીમેન્ટની જગ્યાએ ૫ કરોડની જમીન માત્ર રૂ. ૯૫ લાખમાં લખાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકના ચોપડે દાખલ કરવામાં આવી છે. ગાંધીનગરના પોર ગામે રહેતા ૬૫ વર્ષીય જગદીશભાઈ ડાહ્યાભાઇ પટેલની મોજે પોરગામની સીમના સર્વે નંબર-૬૨૩ ખાતા નંબર-૨૨૨ હે.આરે.ચો.મી. ૦-૪૭-૦૯ વાળી સંયુક્ત માલિકીની જમીન આવેલી છે. ગત તા. ૭/૪/૨૦૨૨ ના રોજ જગદીશભાઈ અને તેમના ભાઈ જયંતિભાઈ ખેતરે હાજર હતા. એ વખતે એક ઈસમ એક્ટિવા લઈને ખેતરે ગયો હતો. જેણે લચકાનું પાળીયુ (એક પ્રકારનું ઘાસ)વેચાણ રાખવાની વાત કરી એક પાળીયુ રૂ. ૪૦૦માં વેચાણ રાખી વિશ્વાસ સંપાદન કરી લચકુ વાઢી ગયો હતો.
બાદમાં ચાર દિવસ પછી તે ઈસમ પરત આવી ખેતરમાં ટાવર નાખવાનું કહી બે વર્ષની રૂ. ૨.૫૦ લાખ ભાડું મળશે તેવી લાલચ આપી હતી. જે માટે ૫૦ હજાર દલાલી આપો તો સાહેબને વાત કરું એમ વધુમાં જણાવ્યું હતું. જેની વાતોમાં આવી જઈ જગદીશભાઈએ એગ્રીમેન્ટ માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, તથા જમીનની સાત બારની નકલો તથા કોરો ચેક સહિતના ડોક્યુમેન્ટ તેને આપી દીધા હતા. બાદમાં ચૌદમી એપ્રિલનાં એગ્રીમેન્ટ કરવા માટે તે ઈસમ જગદીશભાઈને ગાંધીનગર આરટીઓ કચેરી નજીક લઈ ગયો હતો.જ્યાં પાંચેક અજાણ્યા માણસોએ જગદીશભાઈને ગાડીમાં બેસાડી ૧૫ જેટલા કાગળો અને લાલ કલરના ચોપડામાં સહીઓ, અંગૂઠા કરાવી ફોટો પણ પાડી લીધો હતો. અને ટાવરના ભાડા પેટે રૂ. ૨.૫૦ લાખનો ચેક સર્વોદય કોમર્સીયલ કોઓ, બેન્ક લી.મહેસાણા, સાબરમતી શાખાનો જગદીશભાઈને આપ્યો હતો. બાદમાં એક્ટિવાવાળા ઈસમે જગદીશભાઈ સાથે જઈને બેંકમાં ઉક્ત ચેક જમા કરાવી ત્રણ ચાર દિવસમાં દલાલીનાં પૈસા લઈ જશે એવી વાત કરી ખેતરે ઉતારી જતો રહ્યો હતો.જાેકે, સમય વિતવા છતાં તે દલાલીનાં પૈસા લેવા નહીં આવતાં જગદીશભાઈને શંકા ગઈ હતી. આથી જે એકાઉન્ટ થકી અઢી લાખ જમા થયેલા એની તપાસ કરતા મુકેશભાઇ મનહરભાઇ પ્રજાપતિ (રહે. ન્યુ પ્રકાશ કોલ્ડ ડ્રિન્ક , સાબરમની પોલીસ સ્ટેશનની બાજુમાં, સાબરમતી અમદાવાદ)નું સરનામું મળ્યું હતું. જ્યાં જઈ તપાસ કરતાં તેણે ઉક્ત જમીન ગેમરભાઇ શાહરભાઇ રબારીને (રહે, લક્ષ્મીનગર, સાબરમતી) વેચાણ અપાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આથી પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ પડતાં જગદીશભાઈએ અઢી લાખનો ચેક જમા થયેલો એના એકાઉન્ટમાં પૈસા આરટીજીએસ થકી પરત ટ્રાન્સ્ફર કરી દીધા હતા.બાદમાં અખબારમાં જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવતાં વકીલ મારફતે વાંધા અરજી સાથેનો બાનાખત મળ્યો હતો.જેમાં મનહર પ્રજાપતિને ઉક્ત જમીન રૂ. ૯૫ લાખમાં વેચી મારી હોવાનો ઉલ્લેખ કરેલો હતો. આમ બજાર ભાવે ૫ કરોડની જમીન માત્ર ૯૫ લાખ વેચાણ થઈ ગઈ હોવાનું જાણી જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે તેમણે જમીન તકરાર સમિતિમાં ફરિયાદ પણ કરી હતી. જે સીટની તપાસના અંતે કલેક્ટરનાં હુકમથી મૂકેશ મનહરભાઈ પ્રજાપતિ અને ગેમર રબારી વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રોજબરોજ બે કિસ્સા છેતરપિંડીના અને જમીનના અઠવાડિયામાં એકાદ કિસ્સો આવતો હોય છે, પણ આ બધું વાંચવા અને સાંભળવા છતાં આબાદ રીતે ખેડૂતો ફસાઈ જતા હોય છે, મોર કરે થનગાણાટ તેમ નવા નીત હથકંડા અપનાવીને ગરીબ ખેડૂતોને જાસામાં લઈને જમીન ઘસી નાખતા હોય છે, ત્યારે ટાવરના ભાડા લેવા જતા પાંચ કરોડની જમીન ખોવાનો વારો આવ્યા જેવો ઘાટ…