વી. એસ. હોસ્પિટલનું સને ૨૦૨૩-૨૪નું કુલ અંદાજિત ૧૯૦ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમારે જણાવ્યું કે તા.૧૩-૦૧-૨૦૨૩ ના રોજ મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિગૃહના નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું તેમાં વ્યવસ્થાપક મંડળ દ્વારા સુચવાયેલ સુધારાનો સમાવેશ કરવામાં આવેલ છે.નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ની હોસ્પિટલની સામાન્ય આવક લગભગ ૩.૪૦ કરોડ ( રૂા.૨૭૫.૬૫, લાખ) તેમજ સામાન્ય ખર્ચ માટે અંદાજિત ૧૮૩ કરોડ (રૂ।.૧૮૨૬૯.૯૬ લાખ,) અસામાન્ય ખર્ચ માટે રૂા.૬.૩૭ કરોડ મળીને કુલ અંદાજિત ૧૯૦ કરોડ ( ૧૮૯૦૬.૯૬)માંથી હોસ્પિટલની સામાન્ય આવક બાદ કરતા ખુટતી રકમ પૈકી રૂા.૧૮૪૩૧.૩૧ લાખ અ.મ્યુ.કોર્પોરેશન પાસેથી તથા રૂા.૨ કરોડ રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ તરીકે મેળવવાનું આયોજન કરવામાં આવેલ છે.શેઠ વા.સા.જન.હોસ્પિટલ ખાતે દર્દીઓને સુપર સ્પેશીયાલીટીની સેવાઓ મળી શકે તે હેતુસર સુપર સ્પેશીયાલીટી શરૂ કરવામાં આવેલ છે. જેમાં રૂા.૧૫૦૦૦- માસીક ઓનરેરીયમ પ્રતિ યુનિટ ધોરણે પ્લાસ્ટીક સર્જરી, ગેસ્ટ્રોમેડીસીન, પેઇન ક્લિનીક, યુરોસર્જરી, એન્ડો ક્રાઇનોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્કો સર્જરી, નીયોનેટલ કેર, કાર્ડિયોલોજી (ઓપીડી). ન્યુરોસર્જરી જેવી સુપર સ્પેશીયાલીટી વિજીટીંગ કન્સલટન્ટની નિમણુંક કરી નવેમ્બર – ૨૦૨૧ થી શરૂ કરવામાં આવેલ છે. નાણાંકીય વર્ષ – ૨૦૨૨-૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ વિકાસના કામોની સંક્ષિપ્ત માહિતી આપી.

કેન્દ્ર સરકારની યોજના :-

શેઠ વા.સા. હોસ્પિટલમાં ભારત સરકારશ્રી દ્વારા આરોગ્ય ક્ષેત્રે શરૂ કરવામાં યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY), વાહન અકસ્માત સારવાર સહાય યોજના, મુખ્યમંત્રી અમૃતમ ‘મા‘ યોજના, જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ (જે.એસ.એસ.કે.) એસ.એન.સી.યુ. યોજના ઉપરાંત ઓબસ્ટ્રેટીક આઇસીસીયુની, સ્પેશયલ ન્યુબોર્ન કેર યુનીટ યોજના (એસ.એન.સી.યુ.) ની સેવાઓ પણ અત્રે હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.ડીએનબી-રાષ્ટ્રીય બોર્ડના રાજદ્વારી માટે શેઠ વા.સા.જનરલ હોસ્પિટલ અને શેઠ ચિ.પ્ર.હોસ્પિટલમાં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના અંદાજપત્રમાં કરવામાં આવેલ જોગવાઇ DIPLOMATE OF NATIONAL BOARD (DNB) નું રજીસ્ટ્રેશન ગત મે -૨૦૨૨ માં કરાવવામાં આવેલ છે. જેમાં (૧) મેડીકલ (૨) સર્જરી (૩) ગાયનેક (૪) ઓર્થોપેડીક (૫) પીડીયાટ્રીક (૬) એનેસ્થેસીયા (૭) પેથોલોજી (૮) માઇક્રોબાયોલોજી (૯) ડરમેટોલોજી (૧૦) રેડીયોલોજી (૧૧) સાયકીયાટ્રીક (૧૨) ઇ.એન.ટી. મળીને કુલ – ૧૨ બ્રાન્ચમાં એમ.બી.બી.એસ.ની ડીગ્રી ધરાવતા ડોકટરશ્રીઓ વિધાર્થી તરીકે ઉચ્ચતર અભ્યાસ કરવા અર્થે આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે. આ અભ્યાસક્રમ (DNB) MBBS પછીનો ત્રણ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ છે. આ કોર્ષમાં વિધાર્થીઓને National Board of Examination ની ગાઇડ લાઇન અનુસાર પ્રથમ વર્ષ, દ્વિતિય વર્ષ અને ત્રીજા વર્ષના બોર્ડના નક્કી થયેલ નીતિ નિયમ મુજબ શેઠ વા.સા.જન.હોસ્પિટલ દ્વારા સ્ટાઇપેન્ડ ચુકવવાનું થશે. આ બજેટમાં અધ્યાપકશ્રીઓના વેતન તથા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડની નિયમાનુસારની જોગવાઇ કરવામાં આવેલ છે.

વ્યવસ્થાપક મંડળ દ્વારા વર્ષ – ૨૦૨૩-૨૪ માટે સુચવેલ કેપીટલ કામોની યાદી માં ડીએનબી-રાષ્ટ્રીય બોર્ડના રાજદ્વારી માટે શેઠ વા.સા.જનરલ હોસ્પિટલ અને શેઠ ચિ.પ્ર.હોસ્પિટલમાં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના અંદાજપત્રમાં કરવામાં આવેલ ઠરાવ અન્વયે DIPLOMATE OF NATIONAL BOARD (DNB) નું ૨જીસ્ટ્રેશન ગત મે -૨૦૨૨ માં કરાવવામાં આવેલ છે. જેમાં (૧) મેડીકલ (૨) સર્જરી (૩) ગાયનેક (૪) ઓર્થોપેડીક (૫)પીડીયાટ્રીક (૬)એનેસ્થેસીયા (૭)પેથોલોજી (૮)માઇક્રોબાયોલોજી (૯)ડરમેટોલોજી (૧૦) રેડીયોલોજી (૧૧)સાયકીયાટ્રીક (૧૨)ઇ.એન.ટી. મળીને કુલ-૧૨ બ્રાન્ચના અધ્યાપકોની નિમણૂંક કરવા માસિક રૂા.૧,૧૦,૦૦૦- લેખે દરેક ફેકલ્ટીમાં ૦૨ – અધ્યાપકના રૂા.૨,૨૦,૦૦૦/- નો માસિક ખર્ચ ગણતા ૧૨ – ફેકલ્ટીના ૨૪ – અધ્યાપકોનો વાર્ષિક ખર્ચ રૂા. ૩૧૭ લાખ અને પ્રથમ વર્ષના એડમીશન લીધેલ વિદ્યાર્થીઓને ચૂકવવાનો થતો સ્ટાઈપેન્ડ રૂા.૩૦ લાખ મળીને કુલ રૂા.૩.૪૭ કરોડ અને જુદી જુદી તબીબી સેવાઓ સ્પેશયાલીટી, સુપર સ્પેશ્યાલીટી, માઈનોર, મોડ, મેજર અને સુપ્રામેજર ઓપરેશન થીએટર (ગાયનેક સહિત) સ્પેશીયલ, સેમી સ્પેશીયલ, જનરલ વોર્ડ, લેબોરેટરી, રેડીયોલોજી, વિગેરે તપાસોની વધુ સુવિધા ગરીબ દર્દીઓને મળી શકે તે આશયથી પ્રાયોગિક ધોરણે રૂા.૪ કરોડની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવેલ છે.

મેડીકોલીગલ કેસ તેમજ એસ્ટાબ્લીશમેન્ટ રેકર્ડ્સનું ડીજીટલાઇઝેશન માટે શેઠ વા.સા.જ.હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૃતિ ગૃહ હોસ્પિટલના સ્ટેટીસ્ટીકલ વિભાગમાં આવતા મેડીકોલીગલ કેસ નિયમાનુસાર ૨૦ વર્ષ સુધી જાળવી રાખવા જરુરી છે. હાલમાં આ કેસ સ્ટેટેટીસ વિભાગમાં મેન્યુઅલી જાળવવામાં આવે છે. તથા કોર્ટમાંથી આવતા હુકમ અન્વયે કેસ શોધવામાં જરુરી સમય વ્યય ન થાય તે હેતુથી અને સચોટ માહિતી નામદાર કોર્ટ સમક્ષ સમયસર રજૂ કરી શકાય તે માટે આર.એમ.ઓ.શ્રીની સીધી દેખરેખ હેઠળ આ વિભાગને મેડીકોલીગલ કેસનું સંસ્થાની જરુરીયાત અનુસાર ડીજીટલાઇઈઝેશન કરવુ યોગ્ય, વ્યાજબી અને હીતાવહ જણાય છે. આ સોફ્ટવરનો ઉપયોગ હોસ્પિટલના જુદા જુદા વિભાગ જેવા કે, એસ્ટાબ્લીસમેન્ટ વિભાગ, પેન્શન વિભાગ, લેબોરેટરી વિભાગ, સ્ટેટેસ્ટીક વિભાગ, સ્ટોર્સ વિભાગ વિગેરેના અગત્યના રેકર્ડસનું ડીજીટલાઇઝેશન કરવાનું પ્રાયોગીક આયોજન કરવામાં આવેલ છે. આ માટે બજેટમાં રૂા. પ૦ લાખ ની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવેલ છે.

હોસ્પિટલની હયાત બિલ્ડીંગનું રીટોફીટીંગ રીનોવેશન- રીપેરીંગ માટે શેઠ વા.સા.જન. હોસ્પિટલની પ૦૦ પથારી ક્ષમતા સાથેની ઇન્ફ્રાસ્ટ્રકચરલ જરૂરીયાતને પહોંચી વળવા અને અત્રે સારવાર અર્થે આવતા દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઓપીડીની વ્યવસ્થા માટે હયાત ઓપીડી બિલ્ડીંગના ગ્રાઉન્ડ, પહેલા, બીજા, ત્રીજા માળે આવેલ તમામ ઓપીડી રૂમોમાં, દરેક પેસેજમાં, બહારની બાજુ ત્રણ માળ સુધી તેમજ ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ એક્ષ-રે વિભાગ, જુના ઇ-વોર્ડ (લેબરરૂમ), બીજા માળે આવેલ લેબોરેટરી, બ્લડબેંક, ત્રીજા માળે આવેલ હીસ્ટોપેથોલેજી, ઓપીડી રૂમ્સ, જુના બર્ન્સવોર્ડ, ચોથા માળે આવેલ ઓર્થોપેડીક ઓપરેશન થીયેટર બિલ્ડીંગમાં જરૂરી આર.સી.સી. ગાબડા પ્લાસ્ટર, દિવાલો ઉપર ડબલકોટ પ્લાસ્ટર, જરૂરિયાત મુજબનું ટાઇલ્સ ફીટીંગકામ, કલરકામ, નવા એલ્યુમીનીયમ સેકશનની બારીઓ તથા સેફટી ગ્રીલ ફીટીંગનું કામ, તમામ વેધરશેડ ઉપર વાટા કરવાનું કામ, તથા સદરહુ જગ્યાએ આવેલ તમામ ડ્રેનેજ તથા પાણીની પાઇપલાઇનો ફીટીંગ કામ કરાવવાની તાકીદે જરૂરિયાત જણાય છે. આ રીટ્રોફીટીંગ / રીપેરીંગ-રીનોવેશન કામગીરી માટે બજેટમાં રૂા.૧.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને નર્સિંગ સ્કુલના ટેરેસ પર સોલાર પેનલ માટેનું આયોજન – રૂ।.૪૫ લાખ

અ.મ્યુ.કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલ અને કોલેજ તથા અન્ય બિલ્ડીંગોમાં સોલાર રૂફ ટોપ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાલમાં અ.મ્યુ.કોર્પોરેશનના એનર્જી એફીસીયન્સી સેલ વિભાગ દ્વારા કરાવવામાં આવી રહેલ છે. તે વિભાગ દ્વારા શેઠ વા.સા.જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહમાં વીજળી ખર્ચમાં બચત માટે સોલાર રૂફ ટોપ પેનલ નાંખવા ફીઝીબીલીટી સ્ટડી કરવા (એસ.આઇ.ટી.સી.) સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે બજેટમાં રૂા.૪૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

૫. શેઠ વા.સા.જનરલ હોસ્પિટલની લેપોરેટરી ખાતે ઉપલબ્ધ ન હોય તેવા લેબોરેટરી ટેસ્ટ પી.પી.પી. ધોરણે બહારની અધિકૃત સ્વૈચ્છિક સંસ્થા સાથે “નહીં નફો નહીં નુકશાન” ના ધોરણે કરાવવાનું આયોજનછે.

શેઠ વા.સા.જનરલ હોસ્પિટલની લેબોરેટરીમાં હાલમાં વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ કેટલાક ટેસ્ટ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ન હોય તેવા પેથોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી વિગેરે લેબોરેટરી ટેસ્ટ પી.પી.પી.ધોરણે બહારની અધિકૃત સ્વૈચ્છિક સંસ્થા સાથે નહીં નફો નહીં નુકશાનના ધોરણે કરાવવાનું આયોજન કરવાનું ઠરાવવામાં આવેલ છે.

આમ, વ્યવસ્થાપક મંડળના સુચવેલ ઉપરોકત કેપીટલ કામોના સુધારા વધારા સાથે ૨૦૨૩-૨૦૨૪ના વર્ષના સામાન્ય ખર્ચ માટે રૂા.૧૮૨૬૯.૯૬ લાખ, અસામાન્ય ખર્ચ માટે રૂા.૬૩૭.૦૦ લાખ મળી કુલ રૂા.૧૮૯૦૬.૯૬ લાખને સરભર કરવા હોસ્પિટલની સામાન્ય આવક રૂા.૨૭૫.૬૫ લાખ બાદ કરતા, ખુટતી ૨કમ પૈકી રૂા.૨૦૦ લાખ રાજ્ય સરકારશ્રી પાસેથી તથા રૂા.૧૮૪૩૧.૩૧ લાખ અ.મ્યુ.કોર્પોરેશન પાસેથી ગ્રાન્ટ તરીકે મેળવવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડની મંજુરી મેળવવાની થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com