વ્યાજખોરો વિરુદ્ધનું અભિયાન અગાઉના ર્નિભર્યા અભિયાન જેવું ના થાય તેવી લોકલાગણી

Spread the love

રાજ્યના ગૃહ વિભાગના આદેશથી રાજ્યભરની પોલીસ હાલ વ્યાજખોરો સામે કડક પગલાં ભરવાની કવાયત કરી રહી છે તેના ફળ સ્વરૂપ થોડા ઘણા અંશે વ્યાજખોરો કાબુમાં આવ્યા છે પણ હકીકતમાં આવા કિસ્સાઓ મોટી રકમોના કેસમાં ત્વરીત પગલા ભરવામાં આવે છે ત્યારે ગરીબના નાના ખુણામાં કે ગલ્લાવાળાઓના કેસમાં મોટી વ્યાજખોરિ કરવામાં આવે છે પણ તે બાબતે હજુ કાંઈ થયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર લારી ગલ્લાઓ જ્યારે ૧૦,૦૦૦ રૂપિયાની ડેલી સ્કીમમાં પૈસા લે છે ત્યારે જ નાણા ૨૦૦૦ કાપીને ૮૦૦૦ ની જ મૂડી આપે છે આમ પ્રથમ ૨૦% કાપી લે છે ત્યારબાદ ૧૦૦ દિવસ સુધી બસોના હપ્તા લે છે આમ બંને બાજુએથી વ્યાજખોરો ગ્રાહકને લુટે છે. સરકારના આ અભિયાનના ભાગરૂપે તમામ પોલીસ સમક્ષ બહાર વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે ખાસ ફરિયાદ પેટીઓ મૂકી દેવામાં આવી છે સિનિયર અધિકારીઓ દ્વારા આવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે ચોક્કસ અધિકારીઓ દર અઠવાડિયે આ પેઢી ખોલી અરજદારોની અરજીઓનો નિકાલ કરશે જાે આ પ્રોસેસ પ્રમાણે પણે આવરીત પણે ચાલુ રહેતો ચોક્કસ વ્યાજખોરિના રાક્ષસને ડામી શકશે.જાેકે અમુક પ્રમાણ માં લોકો આ બાબતે શંકાશીલ છે કારણકે વર્ષો પહેલાં થયેલા ર્નિભર્યા કાંડ બાદ દેશભરમાં યુવતીઓ અને મહિલાઓની સલામતી માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે અમદાવાદ શહેરના તાત્કાલિનના પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકો ની બહાર શાળાઓની આજુબાજુ તથા જાહેર સ્થળોએ જ્યાં મહિલાઓની અવર-જવર વધારે થતી હોય ત્યાં મહિલાઓ માટેની ખાસ ફરિયાદ પેટીઓ મૂકવાની હતી અને થોડા દિવસો સુધી તેમાંથી ફરિયાદ કાઢીને અધિકારીઓએ નિકાલ પણ અરજીઓના કર્યા હતા ત્યારબાદ અભિયાન રૂપ થઈ ગયું અને ફરિયાદ પેટીઓ વિકસાવી જવા પામી હતી. થોડાક મહિનાઓ બાદ એવો સમય આવી ગયો કે ફરિયાદ પેટીઓના તાળા ખુલ્યા જ નહીં તેને પગલે તમામ ફરિયાદ પેટીઓને ફરજિયાત પણે દૂર કરવી પડી હવે વ્યાજખોરો સામેની ફરિયાદ માટે તમામ પોલીસ મથકમાં ફરિયાદ પેટીઓ લગાવી દેવામાં આવી છે તેમાં વ્યાજખોરો સામે સીધી ફરિયાદ કરતા પીળી તો પોતાની અરજીઓ નાખે તો એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શહેરીજનોમાં આ અભિયાનને લઈને થોડી આશા બંધાણી છે કે હવે વ્યાજખોરોનો ત્રાસ ઘટશે ત્યારે વ્યાજખોરો સામેનું અભિયાન સતત ચાલતું રહે અને નિયમિત ફરિયાદ પેટી ખોલીને કાર્યવાહી થાય તેવી લોક લાગણી પ્રગતિ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com