GJ-18 ની જનતાનો ત્રણ વર્ષથી પેચી દો પ્રશ્ન હતો, તે 24 કલાક દવાની દુકાન કોઈ ચાલતી ન હતી, 11 વાગે શટર પડી જતા નગરજનોને અડધી રાત્રે દવા લેવા અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, ત્યારે જોવા જઈએ તો આ પ્રશ્ન ગંભીર, જટિલ અને વેચી દો હતો વસાહત મંડળ મહાસંગથી લઈને અનેક લોકોએ પત્રો પાઠવીને તંત્ર સામે ચંપલ ઘસી નાખ્યા પણ મનનું નામ મરી ન પડે તેમ કામ થતું ન હતું ત્યારે ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ દ્વારા આ પ્રશ્ન હાથ ઉપર લઈને ધારાસભ્ય દ્વારા તમામ પ્રશ્ન એ મનન કરીને કઈ રીતે 24 કલાક દવાની દુકાન શરૂ રહે તે માટે પ્રથમ આ પ્રશ્ન હાથ ઉપર લઈને નિવેડો લાવવામાં સફળ થયા છે,
24 કલાક દવાની દુકાન ચાલુ રાખવા આજરોજ શુભારંભ કરાવીને પૂર્વ મેયર તથા એમ.એલ.એ એવા ધારાસભ્ય રીટા પટેલે આજથી પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્યારે નમોસ્તુતે નામથી આ હોસ્પિટલ ડોક્ટર રમણ પટેલ દ્વારા પ્રોમોર થયેલી છે અને ડોક્ટર તરીકે તેમની ઉમદા સેવા અને સેક્ટર 22 ખાતે દવાખાનું ધરાવતા હતા ત્યારે જીજે 18 ની પ્રજા માટે ઉમદા મલ્ટી હોસ્પિટલ તમામ સગવડ સાથેનો પ્રારંભ સાથે દવાની દુકાન પણ 24 કલાક અવરિત ચાલુ રહે તે માટે ઉમદા પ્રયત્ન કરનારા એમએલએ રીટા પટેલ પણ આજરોજ પધાર્યા હતા.