અગાઉ એક પ્રભુત્વ નાગરિકના કારણે આખા GJ-18 ને ગલકું આપી દીધું
વેરો વધારવાથી પ્રજામાં ભારે આક્રોશ… આક્રોશ…હકારાત્મક પ્રતિભાવ
આપનારાના વરઘોડા નીકાળીએ તેવી શહેરમાં ચર્ચા
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ને પ્રભુત્વ નાગરિકે અગાઉ ગલકું નાખ્યું હતું.તે ગલકું આખા GJ-18 ને લેવા દેવાનું ટેક્સના નામે ગળી ગયું છે, ત્યારે અગાઉ નોટિફાઇડ એરીયા કચેરી હતી,તે સારી હતી, તેના કામો પણ સારા હતા અને જે ટેક્સના ફરફરીયા આવ્યા એટલે શહેરમાં ભારે મનપા લાવનારા પ્રભુત્વ નાગરિક ઉપર ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આજે પણ જેમ લોકોના ઇતિહાસ લખાય છે, તેમ આ ગલકુ ટેક્સનું ગળામાં ભરાવનારાનું નામ સાથે લોકો ગાળો ભાંડી રહ્યા છે. ત્યારે મનપાને પ્રભુત્વ નાગરિક દ્વારા હકારાત્મક પ્રતિભાવો જે આવ્યા છે તેવા પ્રભુત્વ નાગરિકો ના નામ આપો અને ફોટા સાથે તેમના સ્ટેટમેન્ટ વિના વિનામૂલ્યે પ્રસિદ્ધ કરીશું, બાકી પ્રજાના આક્રોશનો વરઘોડો તેમના ઘરે અને તેમના ફોન ઉપર સંસ્કૃતના લોકો અને ચમનપુરા ની ભાષા ન બોલાય તો સારું ,તેવો આક્રોશ પ્રજામાં વ્યાપ્યો છે, કોરોનાની મહામારી બાદ ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા, અને હવે ધીરે ધીરે ઊભા થઈ રહ્યા છે, ત્યારે મનપાની તિજોરી ભરવા જે ટેક્સ વધારવામાં આવ્યો છે, તેનો પ્રજા ,વસાહત મંડળોથી લઈને શહેરના અનેક નાગરિકો સંસ્થાઓ્, મંડળો વિરોધ કરી રહ્યા છે ,ત્યારે કયા પોપટિયા એવા પ્રભુત્વ નાગરિકોએ હકારાત્મક પ્રતિભાવો આપીને મનપાને ગાર્ડન ગાર્ડન કરી દીધું હોય તે પ્રભુત્વ પોપટિયાઓને અમારા સામે લાવો તેવું જનતા જણાવી રહી છે.
વિકાસના કામોની વાતો હોય તો સ્માર્ટ સિટી દ્વારા 1 હજાર કરોડ વપરાઈ ગયા પણ બજારમાં દેખાય છે ,ખરા ? સ્માર્ટ સિટીના શહેર અને નગર બતાવો, આતો ભારતના પીએમ નરેન્દ્ર, મોદી ,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, તથા ગુજરાતના મુખ્યમંત્રીને સત સત પ્રણામ છે, જીઓના કારણે જે કેન્દ્રની કરોડોની આવતી ગ્રાન્ટના કારણે વિકાસ થયો છે જે અંડરબ્રીજો ઘ-4 તથા ગ-4 બનાવ્યા છે્, તે અંડર બ્રિજનું નામ આજે પણ પ્રજામાં ખટાક-ખટાક, અને ઢકા-ઢક અંડર બ્રિજ તરીકે પ્રચલિત થયું છે ,આજે દરેક સેક્ટરોમાં ગંદકી તો ઠીક ગટરો માંથી પાણી જાય છે ,”જોવા જઈએ તો નામ વડે દર્શન ખોટે” ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન દ્વારા જે વિકાસની ગાડી દોડાવી હતી, અને જે ભાજપનો ગ્રાફ ઊંચે લઈ જવાના સરાહનીય કામગીરી અને કોશિશ કરી હતી, તે ઉપર પાણી ફરી ગયું છે, આ સત્ય છે ,ત્યારે મનપા દ્વારા લારી ગલ્લા ,દુકાનો, શોપિંગ મોલો, નવા ગુર્જરી બજાર ઊભા કરીને નાણા ટેક્સના કેવી રીતે મેળવવા તે આઈડિયા કરવાની જરૂર હતી, પણ અહીંયા તો ટેક્સ વધારીને પ્રજાએ જે 41 સીટો મનપામાં અને GJ-18 જિલ્લામાં જે ભાજપની પાંચ સીટોમાં પણ કેસરિયો લહેરાવી દીધો, ત્યારે વખાણેલી ખીચડી દાઢે વળગે તેમ ટેક્સના સ્લેબ વધારીને પ્રજાને ટેક્સની કળ વાળી દીધી છે, ત્યારે શહેરમાં કોઈ એવું સેક્ટર નહીં હોય જ્યાં ટેક્સનો વિરોધ ન થતો હોય, ભાજપમાં અનેક નગરસેવકો આ પ્રશ્ને અંડર કરંટ વિરોધમાં છે , કાર્યકરોમાં પણ આ પ્રશ્ન એ ઉચાટ છે, પ્રજા અને મતવિસ્તારમાંથી રહેતા નાગરિકો કાર્યકરોની પુંગી બજાવી રહ્યા છે,
કાર્યકરોની હાલત કફોડી થઈ ગઈ છે, સત્તાધીશો આ પ્રશ્ને ફરી વિચારો ,પ્રભુત્વ નાગરિકના સૂચનો ભલે તમને સારા લગાડવા આવ્યા હોય પણ મતદાન કરાવો ટેક્સના પ્રશ્ને, 10% પણ ફેવર નહીં હોય ,ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર કાકા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ આ પ્રશ્ન હાથમાં લે તે જરૂરી છે ,બાકી કરેલા અનેક વિકાસના કામોમાં ટેક્સ વધારતા ભમેડો ફરી ગયો છે.
Box
પ્રભુત્વ નાગરિકના સૂચનોમાં પણ સેટિંગ ડોટ કોમ, વ્હાલા, દવલા બિલ્ડરોથી લઈને મનપામાં કામો હોય તેવા કોન્ટ્રાક્ટરો ઇન્ટરનેટ દ્વારા વાહ વાહી કરાવવાની સૂચના આપી હોવાની પણ માહિતી પ્રાપ્ત થયેલ છે,
પ્રભુત્વ નાગરિક એવા પોપટિયાઓના નામ જણાવો, તો પ્રજાનો આક્રોશ ફોન દ્વારા એ પોપટિયાને જણાવશે, કોરોનાની મહામારી બાદ માંડ માંડ બજાર, વેપારીઓ ઊભા થઈ રહ્યા છે ત્યારે પ્રજાએ ઝઙબેસલાટ ૪૧ સીટો સાથે અને Gj- 18 જિલ્લામાં પણ ભાજપનું કેસરિયો લહેરાવ્યા બાદ ટેક્સ વધતા પ્રજા અચંબો પામી,
અગાઉ 11 વર્ષથી ટેક્સ વધારો નહીં નાખવાનું કારણ કોંગ્રેસ ,ભાજપ લેવલમાં હતા ,ગત ચૂંટણીમાં 16-16 સીટ આવી હતી, જેથી પ્રજાને ફાયદો હતો અત્યાર સુધી સૌપ્રથમવાર ભાજપને 41 સીટો મળી અને ટેક્સ વધારાનું ગલકું ગળે આવી ગયું ,તેવી પ્રજામાં ભારે ચર્ચા ચાલી રહી છે
ભુપેન્દ્ર કાકા, સી.આર.પાટીલ( પ્ર.પ્રમુખ) શ્રી આ પ્રશ્ને તમે હાથમાં લો તેવું પ્રજાજન ઈછી રહ્યા છે ,બાકી મનપા વિસ્તાર વધ્યો, ગ્રામ્ય વિસ્તારો નવા આવ્યા, ત્યારે ટેક્સનું ભારણ વધારવા કરતા નવા ટેક્સ સિવાય મનપાની નવી ઇન્કમ આવે તે વિચારવાના બદલે નવો ટેક્સ વેરો વધારતા પ્રજામાં આક્રોશ છે
ACB એ 2022 માં કોઈ ઝુંબેશ નહીં ચલાવી પણ કાગળ ઉપર કામ બતાવવા 176 કેસ કર્યા
લાંચ રૂશ્વત ખાતા દ્વારા 2022 માં સપાટો બોલાવીને 252 લાચીંયા અધિકારી કર્મચારીઓ તેમજ વહીવટદારોને ઝડપીને 176 જેટલા કેસ કર્યા હતા. જેમાં વર્ગ-3 માંથી સૌથી વધારે લાચીયા કર્મચારીઓ ઝડપાયા હતા જ્યારે વર્ગ બે ના 30 જેટલા અધિકારીઓ વર્ગ એકના નવ તેમજ 94 જેટલા વચેટીયાઓ રંગે હાથ ઝડપાયા હતા,
સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રહ પંચાયત મહેસુલ વિભાગમાં સૌથી વધુ લાંચના કેસ મળ્યા છે પણ એક નગ્ન સત્ય એવું પણ બહાર આવ્યું છે કે લાંચના કેસમાં એક પણ આઈ એ એસ આઈ પી એસ મળ્યા નથી જેથી મોટા માથા ને એસીબી બચાવતી હોવાનું તે ચીન અનુભૂતપૂર્વક સાબિત થવા પામે છે,
વિગતો અનુસાર સૌથી વધુ ટ્રેપ ગૃહ વિભાગમાં થઈ રહ્યો છે જેમાં ગૃહ વિભાગના 44 અધિકારી કર્મચારીઓ ઝડપાયા છે પંચાયત વિભાગના 32 મહેસુલ વિભાગના 25 અને શહેરી વિકાસ વિભાગના તે અધિકારીઓ કર્મચારીઓ લાચ લેતા રંગે હાથ ઝડપાયા છે એસીબી દ્વારા લાચ લેતા છટકો ગોઠવીને અધિકારી કર્મચારીઓને ઝડપી લેવા ઉપરાંત કોઈપણ અરજદાર પાસેથી અધિકારી કે કર્મચારી એ પૈસાની માંગણી કરી હોય તેવા ફોન રેકોર્ડિંગ કે અન્ય કોઈ પુરાવાને આધારે હવે ડિપાર્ટમેન્ટ દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા હોવાનું જણાવ્યું રહ્યું છે નોંધનીય છે કે ગુજરાત સરકાર વારંવાર લાચીયા અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામે ઝુંબેશનો દાવો કર્યો કરે છે પણ એસીબીના વર્ષ 2022 ના અહેવાલમાં વર્ષ 2021 ના 173 કેસ આસપાસ જ ગુનાનું પ્રમાણ પ્રદર્શિત થયું છે ગત વર્ષે એસીબી અને લાજ માંગવાના કિસ્સામાં ક્લાસ એકમાં કુલ નવ વર્ગ બે ના 30 અધિકારીઓ સામે ગુના દાખલ કર્યા છે 39 માંથી નવભારત સરકારના છે જ્યારે બાકીના અધિક્કાશ અધિકારીઓ ઉર્જા અને પ્રોટોક કેમિકલ્સ વિભાગ અને તેમના તાબા હેઠળથી સરકારી કંપનીઓ શહેરી વિકાસ બંદોર અને વસાહત વ્યવહાર મહેસુલ વન અને પર્યાવરણ તેમજ નાણા વિભાગના હોવાનું કહેવાયું છે એસીબીએ વર્ષ 2022 માં કુલ 252 આરોપીઓ સામે કેસ નોંધ્યા છે જેમાંથી વર્ગ 114 વર્ગ ત્રણ અને પાંચ વર્ગ ચાર ના કર્મચારીઓ છે જ્યારે વચેટીયા 94 છે આમ રાજ્યમાં ના શાસનમાં ક્લાસ એક ટુ માં 39 સામે વર્ગ ત્રણ અને ચારમાં 118 સામે એસીબીના કેસને કારણે નીચલી પાયરીએ સૌથી લાંચિયા કર્મચારીઓ હોવાનું ચિત્ર છે.
એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ પ્રમાણસર મિલકતના પાંચ કેસમાં રૂપિયા 4.5 કરોડની મિલકતનો શોધી કાઢવામાં આવી છે પરંતુ ચાલુ વર્ષમાં એસીબી ની ઝપટમાં એક રાજકીય નેતા અને એક સિનિયર આઇઆરએસ અધિકારીને પણ લાજ કેસમાં ઝડપી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જોકે આ કેસમાં વિવાદ વક્રતા આ કેસ cbi માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ટોલ ફ્રી નંબર ઉપરથી એક વર્ષમાં 14,750 કોલ મળ્યા પણ કેસ કર્યા માત્ર 26 આમ હજારોની સંખ્યામાંથી 26 જણ ગુનેગાર કર્યા
Box
વસાહત મંડળના રાજેન્દ્ર પારેખથી લઈને કેસરીસિંહ બિહોલા અન્ય સંસ્થાઓએ પણ વિરોધ કર્યો છે ત્યારે શાળા કોલેજોના ટેક્સ વધતા સ્કૂલ સંચાલકો પણ ફી વધારે તેવી શક્યતા જોવાઈ રહી છે ચેરમેન શ્રી આપ શ્રી નું નિર્ણય યોગ્ય નહીં હોવાનું પ્રજા જણાવી રહી છે.