તમે JCB ઉપયોગ તોડફોડ સમયે અને ખોદકામ દરમિયાન જાેયો હશે, પણ નવસારી જિલ્લાના એક વરરાજાએ આ હેવી વાહનનો પોતાના લગ્નમાં ઉપયોગ કરવાનો ર્નિણય કર્યો અને એમાં બેસીને જ પરણવા પહોંચ્યા! વરરાજા લગ્નમંડપે પરણવા પહોંચ્યા તો કન્યાપક્ષના લોકો પણ અનોખી જાન જાેઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા.નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલિયારી ગામના ધોડિયા પટેલ સમાજના કેયૂર પટેલ નામના વરરાજાની જાન એવી તો નીકળી કે રસ્તા પર કોઈની નજર ન પડે તો જ નવાઈ રહે. સામાન્ય રીતે લગ્નની જાનમાં કાર, ઘોડા કે વિકટોરિયા ગાડી જાેડવામાં આવતાં હોય છે, પણ આ વરરાજાએ તો જાનમાં જેસીબી જાેડ્યું અને પોતે પણ એમાં જ સવાર થયો હતો.કલિયારી ગામના વરરાજા JCB માં સવાર થઈને પરણવા નીકળતાં રસ્તામાં જાનૈયાઓ-રાહદારીઓ વરરાજા અને તેના વાહનને જાેતા રહી ગયા હતા. જ્યારે વરરાજા લગ્નમંડપે પહોંચ્યા ત્યારે દુલ્હનપક્ષના લોકો પણ વરરાજા અને જેસીબીને જાેઈ આશ્ચર્યમાં મુકાયા હતા.નવસારીના ચીખલી તાલુકાના કલિયારી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા કેયૂર પટેલે થોડા સમય પહેલાં પંજાબમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયામાં જાેયો હતો, જેમાં વરરાજા જેસીબીમાં સવાર થઈ પરણવા પહોંચ્યા હતા. આ વીડિયો જાેઈને કેયૂર પટેલને પોતાની જાન પણ જેસીબીમાં લઈ જવાનો ર્નિણય કર્યો હતો.સામાન્ય રીતે વરરાજા કારમાં સવાર જાેવા મળતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગાડાથી માંડી હેલિકોપ્ટરમાં સવાર થઈ વરરાજા પરણવા પહોંચ્યા હોવાના વીડિયો સામે આવતા રહ્યા છે. એમાં હવે જેસીબીનો પણ ઉમેરો થયો છે.