દેશના બાપુ એવા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ સાબરમતી નદીના તટ પાસે ઊભા રહીને અનેક વાતોનો ઇતિહાસ છે, ત્યારે સાબરમતી નદીનો પટ પણ મોટો છે ત્યારે ભુમાફીયાઓનું રાજ થઈ ગયું હોય તેમ સાબરમતી નદીમાં પાણી આવે પણ કોણ પી જાય, અને ખાલી કરી નાખે તે ખબર નથી, પણ વર્ષોની નદીમાં ભૂમાફિયા બાદ પ્રદૂષણમાં વ્યાપક નહીં વ્યાપમ વધારો થયો છે ત્યારે ગાંધી તેરી સાબર મેલી જેવો ઘાટ પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે, વર્ષો પહેલા નદી અને કહેવત હતી કે, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, રઘુપતિ રાઘવ રાજા રામ, ત્યારે હવે સાબરના વહેતા પાણી પ્રદૂષિત થઈ ગયા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નવેમ્બર ૨૦૨૨માં દેશની સૌથી પ્રદૂષિત નદીઓની સ્થિતિ અંગેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
૨ ફેબ્રુઆરીના રોજ લોકસભામાં એક પ્રશ્નોત્તરી દરમિયાન આ નદીઓની વિગતો આપવામાં આવી હતી. જેમાં ગુજરાતની સાબરમતી સહિતની ૧૩ નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નદીઓ રાજ્યની સૌથી વધુ પ્રદૂષિત છે. આ નદીઓના રીપોર્ટને લઈને ગુજરાતમાં વિપક્ષના નેતાઓ દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોષીએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડના લેવલના ગ્રેડમાં બીજા નંબરે છે. એટલે કે તે અતિ ભયજનક છે અને તેનું પાણી પિવાલાયક નથી રહ્યું. લોકો જળ પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં બીમાર થઇ રહ્યાં છે. સરકાર તાત્કાલિકપણે સાબરમતી સહિતની અન્ય નદીઓને પ્રદૂષિત કરનાર જવાબદાર લોકો કોણ-કોણ છે તેની સામે પગલા ભરે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ઝ્રઁઝ્રમ્નો રીપોર્ટ આવ્યો છે. આ રીપોર્ટમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની સાબરમતિ નદી બીજા ક્રમે છે. રાજ્યમાં ૧૨ નદીઓ પણ પ્રદૂષિત નદીઓની યાદીમાં છે. જે શરમજનક બાબત છે. ભાજપની સરકારને મારે કહેવું છે કે, તમે આ નદીઓને શુદ્ધ કરવા માટે શું પગલા ભરવાના છો. તમે કેટલા સમયમાં શુદ્ધ કરશો અને કેવી રીતે શુદ્ધ કરશો.અમદાવાદના મેયર કિરિટ પરમારે કહ્યું હતું કે, છસ્ઝ્ર દ્વારા ટ્રીટ કરેલું પાણી છોડવામાં આવે છે. પરંતુ ક્યાંક કોઈ એવી જગ્યા હશે પરંતુ શહેર બહારના વિસ્તારમાં કોઈ જાેડાણ હશે ત્યાં કેમિકલ વાળુ પાણી છોડાતુ હશે. આ માટે અમદાવાદ કોર્પોરેશન અને ગુજરાત સરકાર સાથે રહીને પગલા ભરશે.
સાબરમતી નદીમાં ભુમાફીયાઓ નું બે રોકટોક રાત દિવસ ખનન, રેતી માફિયાઓનું રાજ, અને હવે દરેક શહેરમાંથી પસાર થતી આ નદીમાં ,ગંદકી, પ્રદૂષણ ,જેવી કંપનીઓના ગંદા પાણીથી આ ગાંધીની કહેવાતી સાબરમતી મેલી થઈ ગઈ છે, ત્યારે હજુ પણ સમય છે, જાેશીમઠ જેવા વિસ્તારોમાં ભુસ્ખલન, તિરાડો બાદ ભરૂચના ઝઘડીયામા નર્મદાના કાઠાના વિસ્તારોમાં તિરાડ, ત્યારે આ બધું રેતી ,ખનન ના કારણે છે, ત્યારે આવતા વર્ષોમાં અમદાવાદ ,ગાંધીનગર માટે તિરાડો ની ઘંટડી વાગી રહી છે, ચેતી જાઓ, હાઇરાઇઝડ બિલ્ડીંગોથી લઈને ગિફ્ટ સિટી પણ જાેવા જઈએ તો જાેખમરૂપ બને તો નવાઈ નહીં, જાેષીમઠ, ઝઘડિયા જેવી હાલત થાય તે પહેલા રેતી માફિયાઓ, ખનન બંધ કરાવવું જરૂરી, પાણીમાં પ્રદૂષિત કેમિકલો બંધ કરવા જરૂરી,