બનાસકાંઠા જિલ્લામાં LCB ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી (રહે. અરજણપુરા, તાલુકો-વાવ, જિલ્લો-બનાસકાંઠા)નું મૃત્યુ થતાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ આજરોજ તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપવા પહોંચ્યા હતા.જ્યાં જિલ્લા પોલીસ વડાએ મૃતક ભરતભાઈ ચૌધરીના પરિવાર અને પુત્રને પોલીસ પરિવાર વતી ૧૧.૬૨ લાખ રૂપિયા રોકડાની આર્થિક સહાય કરી હતી. આ સાથે જ તેમના પરિવારને ભવિષ્યમાં હરહંમેશ મદદ કરવાની ખાતરી આપી હતી.