15 એપ્રિલથી નવી જંત્રી અમલીકરણ કરવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર કાકાનો આદેશ, બિલ્ડરો પ્રજામાં રાહત, મીઠાઈઓ વેચાઈ

Spread the love

 

ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કરી હતી. તો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.

તદ્દઅનુસાર , રાજ્યમાં તા. 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.

ગુજરાતમાં નવા જંત્રીના દર રાતોરાત અમલી બનાવવાનો સરકારે 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં રહેલી જોગવાઈ મુજબ રાજ્યમાં જંત્રીનો દર બમણો કરી દેવામાં આવ્યો હતો. તેમજ આ દર તારીખ 5 ફેબ્રુઆરીથી જ અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના એકાએક નિર્ણયને પગલે બિલ્ડર લોબીમાં રોષ સાથે અસંતોષ જોવા મળ્યો હતો. વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવાર ખાતે બેઠક પણ કરવામાં આવી હતી. જો કે બિલ્ડર્સની માગ અંગે વિચારણાં કરવા માટે મુખ્યમંત્રીએ બાંહેધરી આપી હતી.

મુખ્યમંત્રીની બાંહેધરી છતાં કોઈ નિરાકરણ ના આવવાને કારણે ગત રોજ રાજ્યભરમાં દરેક જિલ્લા કલેક્ટરને બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા સ્તરે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બીજી તરફ સુપ્રિટેન્ડેન્ટ સ્ટેમ્પ ડ્યુટી સાથે મુખ્યમંત્રીએ ગત રોજ બેઠક પણ કરી હતી અને જંત્રીના દર અંગે ચર્ચા વિચારણા કરી હતી.

આજે સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર સંદેશો મોકલવામાં આવ્યો હતો. આ સંદેશામાં રાજ્યમાં નવા જંત્રીના દર તારીખ 15 એપ્રિલ, 2023થી અમલી બનાવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલ પૂરતા નવા દરનું અમલીકરણ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે જંત્રીમાં કરેલા બમણા વધારા બાદ ગુજરાતના વિવિધ બિલ્ડર એસોસિએશન તે મુદ્દે સહમત ન હોવાથી સરકાર પોતાનો નિર્ણય બદલે તે મુજબની માગણી લઈને શુક્રવારે ફરી ગાંધીનગર પહોંચ્યું હતું. બપોર બાદ મુખ્યમંત્રી કાર્યલયમાં સીએમના મુખ્યઅગ્ર સચિવ કે કૈલાશનાથન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી તથા નોંધણી સર નિરિક્ષક અને રજિસ્ટ્રાર જેનુ દેવન વચ્ચે એક બેઠક થઈ હતી.

શુક્રવારે સવારે અમદાવાદ સહિત અલગ અલગ શહેરોના બિલ્ડરોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં આવેલી નોંધણી સર નિરીક્ષક સાથે મુલાકાત કરીને પોતાના મુદ્દા અંગે ચર્ચા કરી સરકારને આગામી પહેલી એપ્રિલ સુધી નવી જંત્રીનો અમલ સ્થગિત કરવા વિનંતી કરી હતી. આ બેઠક બાદ બિલ્ડરોના એસોસિએશને જાહેર કર્યું હતું કે આ બેઠકથી તેમને સંતોષ છે અને આગામી સમયમાં સરકાર યોગ્ય નિર્ણય જાહેર કરશે.બિલ્ડર એસોસિયેશને નોંધણી સર નિરીક્ષક સાથે બેઠક કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટને શુક્રવારે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જે નવા જંત્રી દર લાગુ કરવામાં આવ્યા છે, એને આગામી ત્રણ વર્ષ માટે AMC દ્વારા લાગુ નહીં કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનર દ્વારા મુકાયેલા રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો હતો. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું, જેમાં આંશિક ઘટાડો કરવામા આવ્યો છે.

ક્રેડાઈ અમદાવાદ ગાહેડ બિલ્ડર એસોસિયેશન દ્વારા પણ મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને નવા જંત્રી દરના અમલીકરણમાં સમયમર્યાદા વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, તેમની બેઠકનું હજુ સુધી કંઈ પરિણામ આવી શક્યું નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત બે દિવસ સુધી બિલ્ડર એસોસિયેશન બેઠકનો દોર ચલાવી રહ્યું છે, ત્યારે તમામ બેઠકો વખતે મુખ્યમંત્રી સાથે વિભાગના અધિકારીઓ પણ હાજર રહેતા હતા. જો કે બેઠકના અંતે મુખ્યમંત્રીએ તમામ બિલ્ડર્સને તેમની રજૂઆત પર વિચારણા કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

સવારે જ મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે. એ સમયે અધિકારીઓ હાજર હતા. ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે. 4 તારીખ સુધી જે દસ્તાવેજો લીધા છે અને એક્ઝિક્યુટ થયા છે તે જૂની જંત્રી પ્રમાણે અમલી ગણાશે. 4 તારીખ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદે છે તેને નવા દર લાગુ થશે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી નવા દરો જ લાગુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com