જંત્રી દરમાં કરાયેલો વધારો મોકૂફ રાખવાનો નિર્ણય : નવા જંત્રીના દર ૧૫મી એપ્રિલથી અમલી બનશે : મુખ્યમંત્રી

Spread the love

અમદાવાદ

ગુજરાત સરકારે જંત્રીમાં વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં નારાજગી વ્યાપી ગઈ હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા.આજે સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર સંદેશો મોકલવામાં આવ્યો હતો. આ સંદેશામાં રાજ્યમાં નવા જંત્રીના દર તારીખ 15 એપ્રિલ, 2023થી અમલી બનાવવામાં આવશે, એવી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલપૂરતા નવા દરનું અમલીકરણ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકારે રાજ્યમાં જંત્રી દરમાં કરાયેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ગત 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખ્યો જે આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે. આ અંગે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું અને મુખ્યમંત્રીની બાંયધરી છતાં કોઈ નિરાકરણ ના આવવાને કારણે ગત રોજ રાજ્યભરમાં દરેક જિલ્લા કલેક્ટરને બિલ્ડર એસોસિયેશન દ્વારા જિલ્લા સ્તરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે.જંત્રી દરમાં કરાયેલો વધારો તા. ૧૫/૦૪/૨૦૨૩થી અમલી બનશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. તદ્દઅનુસાર , રાજ્યમાં તા. ૦૪/૦૨/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના રોજથી અમલી કરવામાં આવશે. મુખ્યમંત્રીની બાંયધરી છતાં કોઈ નિરાકરણ ના આવવાને કારણે ગત રોજ રાજ્યભરમાં દરેક જિલ્લા કલેક્ટરને બિલ્ડર એસોસિયેશન દ્વારા જિલ્લા સ્તરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીજી તરફ સુપરિન્ટેન્ડન્ટ સ્ટેમ્પ ડ્યૂટી સાથે મુખ્યમંત્રીએ ગત રોજ બેઠક પણ કરી હતી અને જંત્રીના દર અંગે ચર્ચાવિચારણા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com