GJ-5 ખાતે ધરતીકંપનો જોર આંચકો,3.8 રિક્ટર સ્કેલથી ધ્રુજ્યું, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Spread the love

સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિમી દૂર નોંધાયું હતું. સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાન નથી.

હજુ એક દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા.

ફેબ્રુઆરી મહિનાના 11 દિવસમાં ગુજરાતમાં 8 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ આજે રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જ્યારે આ પહેલા 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. છેલ્લા ઘણા સમયથી મોટાભાગના આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આંચકા અનુભવાતા હતો. જોકે, આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો છે.

છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા ભૂકંપ અને તેની તીવ્રતા

તારીખ સ્થળ તીવ્રતા
11 ફેબ્રુઆરી સુરત 3.8
9 ફેબ્રુઆરી દુધઈ-કચ્છ 3
8 ફેબ્રુઆરી ભચાઉ-કચ્છ 3
6 ફેબ્રુઆરી અમરેલી 3.2
5 ફેબ્રુઆરી ભચાઉ-કચ્છ 3.1
4 ફેબ્રુઆરી ગોંડલ 2.5
4 ફેબ્રુઆરી અમરેલી 3.2
2 ફેબ્રુઆરી અમરેલી 2.8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com