અવિચારી જંત્રીના ભાવ વધારા મુદ્દે ભાજપ સરકારની પીછેહઠ : કોંગ્રેસ

Spread the love

 

આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાના સત્રમાં પણ જંત્રીના ૧૦૦ ટકા દર વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાશે : કૉંગ્રેસ પ્રવક્તા ડો.અમિત નાયક

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુ પટેલે પ્રેસ વાર્તાલાપમાં જણાવ્યું કે, અવિચારી જંત્રીના મુદ્દે કોંગ્રેસના સબળ વિરોધ બાદ એ સાબિત થઈ ગયું છે કે ૧૭ ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતું કોંગ્રેસ ભ્રષ્ટાચાર સામે લડવા સક્ષમ છે. હજુ બે દિવસ પહેલા જ સરકારના પ્રવક્તા મંત્રીએ પ્રેસ કરીને તેમની સરકાર દ્વારા થોપી બેસાડવામાં આવેલ જંત્રીના ૧૦૦ ટકા વધારાને કોઈપણ સંજોગોમાં અમલવારી કરાવવામાં આવશે અને તા. ૬ ફેબ્રુઆરી બાદથી જ ગુજરાતના તમામ દસ્તાવેજોમાં ઉપરોક્ત વધારો વસુલવામાં આવશે પરંતુ આજરોજ ભાજપા સરકાર દ્વારા જાહેરાત કરી જંત્રી વધારાનો નિર્ણય અચાનક જ હાલ પુરતો મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો, આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાના સત્રમાં પણ જંત્રીના ૧૦૦ ટકા દર વધારાનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવશે. તેવી ગુજરાતની જનતાને બાહેધરી આપીએ છીએ. સરકારને વૈજ્ઞાનિક ઢબે ચોક્કસ નીતિઓ બનાવી અને સુચનો લીધા બાદ જ દર વર્ષે જંત્રીના દરના ભાવ વધારા કે ઘટાડાના નિર્ણય લેવા બાબતે ચોક્કસ નીતિઓ બનાવવા માટે અપીલ કરવામાં આવશે .

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. અમીત નાયક દ્વારા આજરોજ ગુજરાતની ભાજપા સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે જે પીછે હઠ કરી છે તે માટે મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા અને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

માત્ર બે મહિના પહેલા વિધાનસભાની ચૂંટણીમાં મળેલ જનમત અને આશીર્વાદ થકી પૂર્ણ બહૂમતિવાળી ભાજપા સરકાર દ્વારા જવાબદારી પૂર્વક વર્તવાને બદલે ઉનમાદમાં આવીને ગુજરાતની જનતા ઉપર જોહુકમી ભર્યા નિર્ણયો થોપી બેસાડવાના સ્વપ્નમાં રાચતી ભાજપા સરકારને આવા મનસ્વી નિર્ણયો કરતા રોકવા તમામ મોરચે મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ રોકવાનો પ્રયાસ કરશે અને ગુજરાતની જનતા પણ તેમાં સહકાર આપશે. જે રીતે જંત્રીના ૧૦૦ ટકા ના દર વધારામાં ગુજરાતના તમામ વર્ગોએ એકમત થઈ ભાજપા સરકારના આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો તે રીતે આગળ પણ ગુજરાતની જનતા સહકાર આપશે. ગુજરાતની ભાજપા સરકાર દ્વારા અગાઉ પણ ૨૦૦૮ અને ૨૦૧૧ ની સાલમાં પણ તેમના જ પૂર્ણ બહુમતવાળી સરકારમાં પરિપત્ર બહાર પાડી દર વર્ષે વૈજ્ઞાનિક ઢબે સર્વે કરાવીને વિષય સાથે સંકળાયેલા વિવિધ સમુદાય અને વેપારીવર્ગના સુચનો મેળવી દર વર્ષે જંત્રીના દરમાં વધારો – ઘટાડો લાગુ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી પણ ભાજપા સરકાર એક દાયકા કરતા વધારે સમય બાદ રાતોરાત નફાખોરી રળવા ૧૦૦ ટકાના જંત્રી દર વધારા સાથેનો પરીપત્ર બહાર પાડતા જ ગુજરાતમાં વસવાટ કરતા ગરીબ, મધ્યમ અને નોકરીયાત વર્ગમાં રોષ ભભુકી ઉઠ્યો હતો અને વિવિધ પ્લેટફોર્મ ઉપરથી સરકારને ઉપરોક્ત નિર્ણય પાછો ખેંચવા માટે રજુઆત કરવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકારને પ્રેસ મીડીયાના માધ્યમથી અને ધરણા પ્રદર્શન દ્વારા રજુઆત કરી ઉપરોક્ત મનસ્વી નિર્ણય પાછો ખેંચવા ચીમકી આપવામાં આવેલ જેના ભાગરૂપે સરકારે ઉપરોક્ત જંત્રી દરના ૧૦૦ ટકા વધારાના અમલવારીને હાલ પુરતો મોકુફ રાખવાનો નિર્ણય કરેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com