એલ જી હોસ્પિટલના સર્જરી વિભાગના ડૉ તપન શાહ, ડૉ જૈમિન શાહ તથા ડૉ મુકેશ સુવેરા અને ડૉ નવનીત એ વિભાગ ના વડા ડૉ અસિત પટેલ ના માર્ગદર્શનમાં એનેસ્થેશિયા તથા ઑપરેશન થીએટરની ટીમની મદદથી પાર પાડ્યું હતું
અમદાવાદ
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી હોસ્પિટલ ખાતે 50 વર્ષના મહિલા દર્દી ને અત્રે ની હોસ્પિટલ ના સર્જરી વિભાગ ખાતે પેટ ફૂલી જવું અને દુઃખાવો થવો, કબજિયાત થવી જેવી તકલીફો તેમને અવારનવાર થતી હતી હોઈ તપાસ માટે આવ્યા હતા, અને તેમના જણાવ્યા મુજબ આ તકલિફો માટે તેમણે નજીકના ડોક્ટર પાસે પણ સારવાર લેતા હતા પરંતુ વધુ સમય થવા છતાં ફરક પડતો ન હતો. અને એક દિવસ તેમણે પેટ વધુ ફૂલેલું તથા ઝાડા માં તકલીફ પડવા લાગી અને પેશાબ માં પણ તકલીફ પડવા લાગી. જેના માટે તેઓ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સંચાલિત એલ જી હોસ્પિટલ ના સર્જરી વિભાગ ખાતે બતાવવા આવ્યા જ્યાં તેમને દાખલ કરીને તેમના રિપોર્ટ કરવામાં આવ્યા, સોનોગ્રાફી તથા એકસ રે ના રિપોર્ટમાં આંતરડા નો અટકાવ અને મોટી ગાંઠનું નિદાન આવ્યું, જેમાં ગાંઠ અંડાશયમાંથી અથવા પેટના આવરણ (peritoneal cyst) ની શકયતા બતાવી. પ્રાથમિક સારવાર આપી ને આંતરડાના અટકાવ ને ધીમો કરીને તેમને પેટનો એમ આર આઇ (MRI) રિપોર્ટ કરાવતા અંડાશય ની ગાંઠ જે આંતરડા ની સાથે ચોંટી ગયેલા જણાઇ. જેના માટે તેમને ઑપરેશન ની સલાહ આપવામાં આવી. ઑપરેશન માં ડાબી બાજુના અંડાશય માં લગભગ ૩૧×૨૫×૧૪ સેમી ની તથા ૬ કિલોગ્રામ વજનની ગાંઠ જે નાના તથા મોટા આંતરડા સાથે ચોંટેલી હતી અને અટકાવ કરતી હતી, જેની છૂટી પાડી ને ગાંઠ બહાર કાઢવામાં આવી.દર્દી નું ગર્ભાશય નું ઑપરેશન કરાવેલ હતું અને પેટ આટલું બધું ફૂલી ગયું કે જાણે ૮ મહિના નો ગર્ભ ના હોય તેથી તેમનો પરિવાર ખૂબ જ ચિંતા મૂકાઈ ગયો હતો.આ પ્રકારની અંડાશય ની ગાંઠ ૪૦-૬૦ વર્ષની ઉંમરના દર્દી માં સામાન્ય રીતે થતી હોય છે, અને કે સરેરાશ ૮-૧૦ % કિસ્સા માં થતી હોય છે પરંતુ આંતરડા સાથે ચોંટીને તેનો અટકાવ થાય તે ખૂબ જ અસામાન્ય છે કે જેનું કોઈ જ માપદંડ નથી મતલબ કે ૧% કરતાં પણ ઓછા કિસ્સામાં જોવા મળે છે.
આ ઑપરેશન એલ જી હોસ્પિટલ ના સર્જરી વિભાગ ના ડૉ તપન શાહ, ડૉ જૈમિન શાહ તથા ડૉ મુકેશ સુવેરા અને ડૉ નવનીત એ વિભાગ ના વડા ડૉ અસિત પટેલ ના માર્ગદર્શનમાં એનેસ્થેશિયા તથા ઑપરેશન થીએટરની ટીમની મદદથી પાર પાડ્યું હતું.