એસીપી બી.સી.સોલંકી ( એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ અમદાવાદ )
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ફ્રાઇમ બ્રાંચ અમદાવાદમાં મિલકત સબંધી ગુના શોધી કાઢવા, નાસતા-ફરતા આરોપીઓ પકડવા તથા એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરી કરવાની સુચનાઓ કરી હતી.
આરોપી હર્ષદ ઉર્ફે પ્રકાશ મણીલાલ પરમાર
એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચના એસીપી બી.સી.સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ ઇન્સપેકટર યુ.એચ.વસાવાની ટીમ અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી હકિક્ત આધારે આરોપી હર્ષદ ઉર્ફે પ્રકાશ મણીલાલ પરમાર ઉ.વ.૨૯ ધંધો મજુરી હાલ રહેવાસી મ.નં.૩૧૩ બ્લોક નં.૬ ગંગા એપાર્ટમેન્ટ માધવ ગાર્ડનની સામે વસ્ત્રાલ અમદાવાદ મુળ રહેવાસી ગજાનંદની ચાલી રામાપીરનો ટેકરો જુના વાડજ, ચરસનો જથ્થો ૪૭૯ ગ્રામ કિ.રૂ. ૭૧,૮૫૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૭૨,૩૫૦/- ના મુદ્દામાલ સાથે તા.૧૦/૦૨/૨૦૨૩ ના રોજ અમદાવાદ વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તાથી તનમન ભાજી પાંઉ ચાર રસ્તા તરફ જતા જુના પાંજરાપોળ ની કોટની દિવાલની બાજુમાં જાહેરમાંથી પકડ્યો હતો.
સોલંકીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી હર્ષદ ઉર્ફે પ્રકાશ પરમારની બાજુના ફ્લેટમાં મૂળ બિહારની મહિલા સોનાદેવી મહંતો રહેતી હતી આરોપી તેના સંપર્કમાં આવ્યા બાદ સોનાદેવીએ નેપાળથી ચરસ લાવું છું તું અહીંયા વેચજે તેવું કહ્યા બાદ ચરસ આરોપી હર્ષદને લાવી આપી હતી અને આરોપી વસ્ત્રાલ નાં નશેડી જે રિક્ષા વાડાઓ હતા તેને વેચતા વસ્ત્રાલ ખાતેથી બાતમીનાં આધારે એસઓજી ક્રાઈમ બ્રાન્ચે જાહેરમાં આરોપીને પકડ્યો હતો .આરોપીને પૂછતા તેને પૈસાની જરૂર હોવાથી આ કામ કરતો હતો અને તે દસ ધોરણ પાસ છે તેવું જણાવ્યું હતું. ડી.સી.બી. પોલીસ સ્ટેશન, ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૦૩૨/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એકટ કલમ- ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ ઝેડ.એસ.શેખ, પો.સ.ઇ., એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી,કર્મચારીઓ
(૧) પો.ઇન્સ.શ્રી. યુ.એચ.વસાવા (માર્ગદર્શક)
(૨) પો.સ.ઇ.શ્રી. ઝેડ.એસ.શેખ (ત.ક.અ.)
(૩) હે.કો. જયપાલસિંહ વિજયસિંહ (ફરિયાદી-બાતમી)
(૪) મ.સ.ઇ. જગદીશભાઇ ભાઇલાલભાઇ
(૫) હે.કો. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ
(૬) હે.કો. મુકેશભાઇ જાયમલભાઇ
(૭) પો.કો. અજીતસિંહ ગોવિંદસિંહ
(૮) પો.કો. બળદેવસિંહ ઘનશ્યામસિંહ