ગાંધીનગર રાયસણમાં ઇડબલ્યુએસ પ્રકારના આવાસ તૈયાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ વીજ કનેક્શન નહી મળવાથી લાભાર્થીઓને આપવામાં આવતા નથી. વીજ કનેક્શન નહીં મળવાથી લીફ્ટનું લાયસન્સ મળતું નથી. જેને કારણે બીયુ પરમીશનની કામગીરી? અટકી પડી છે. જ્યારે બીજી તરફ લાભાર્થીઓને પોતાનું ઘર ક્યારે મળશે તેની ચાતક નજરે રાહ જાેઇ રહ્યા છે. ગુડા દ્વારા ગત વર્ષ-૨૦૧૮માં રાયસણ ખાતે આવાસ યોજનાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મકાનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જાેકે ત્યારબાદ બે વર્ષ કોરોનાની મહામારીને કારણે મજુરો નહીં મળવાની સમસ્યા ઉભી થઇ હતી. જેને પરિણામે રાયસણ ખાતેના ગુડાના આવાસોનું નિર્માણકાર્ય વિલંબમાં પડ્યું હતું. જાેકે ગુડાએ છેલ્લા એક માસમાથી રાયસણ ખાતે ૩૯૨ આવાસો બનાવી દેવામાં આવ્યા છે.આવાસ કામગીરી પૂર્ણ થતાં જ વીજ કનેક્શન માટે યુજીવીસીએલમાં વીજ કનેક્શન માટે અરજી કરવામાં આવી છે. જાેકે યુજીવીસીએલ દ્વારા નિયત કરેલા નિયમોનુંસાર તપાસ કર્યા બાદ વીજ કનેક્શન આપવામાં આવનાર છે. જેને પરિણામે? રાયસણના લાભાર્થીઓને આવાસની ફાળવણીની કામગીરી વિલંબમાં પડી રહી છે. જાેકે વીજ કનેક્શન મળ્યા બાદ લીફ્ટ ફિટીંગની કામગીરી કરવામાં આવે છે. લીફ્ટ ફિટીંગ થયા બાદ તેનું લાયસન્સ મળી જવાથી બી.યુ. પરમીશનની કામગીરી પૂર્ણ થતાં જ લાભાર્થીઓને આવાસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ ગુડાના માહિતગા સૂત્રોએ જણાવ્યું છે.
રાયસણ ખાતેના ગુડાના આવાસની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. માત્રને માત્ર નાની નાની ટચીંગ જેવી જ કામગીરી બાકી છે. ઉપરાંત દરેક મકાનની ઉપર નંબર આપવા સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાથી વીજ કનેક્શનની જ રાહ જાેવાઇ રહી છે.
રાયસણના આવાસમાં વીજ કનેક્શન આપવામાં નહી આવતા હાલમાં પાણીના કનેક્શન આપવાની સાથે સાથે પાણીના મીટર ફીટ કરવાની કામગીરી પણ અટકી પડી છે. પાણીના મીટર ફીટ કર્યા બાદ તે કાર્યરત હાલતામાં છે કે નહી તેની ચકાસણી કર્યા બાદ જ લાભાર્થીઓને આવાસ અપાશે.
રાયસણના ઇડબલ્યુએસ પ્રકારના આવાસોનો ડ્રો કરીને લાભાર્થીઓને આપી દેવામાં આવ્યા છે. જાેકે લાભાર્થીઓ દ્વારા મકાનની લોન સહિતની કામગીરી પૂર્ણ કરીને હાલમાં હપ્તા ભરવામાં આવી રહ્યા છે. તેમ છતાં લાભાર્થીઓને મકાન નહી મળતા રોષ ઉઠવા પામ્યો છે. નાણાં ભરી દીધા હોવ છતાં મકાન ન મળતા લોકોમાં રોષ ફેલાયો છે.