નગરજનોની હાલત પોલીસ વાળો ઘરે લેવા આવે પણ મૂકવા ન આવે, પછી ભલે નિર્દોષ હોય ત્યારે અહીંયા પણ ઘર પાસે ખોદી જાય, ભૂંગળા નાખી જાય તકલીફો રહીશો સહન કરે ત્યારે પુરાણ ન કરતા અનેક બીમારીમાં લોકો પટકાઈ રહ્યા છે GJ-18નું ખોદકામ ક્યારેય બંધ ન થાય અને તપાસ પણ ચાલુ જ હોય,
ગુજરાતનું કહેવાતું પાટનગર ની હાલત પણ ય્ત્ન-૧ અમદાવાદ જેવી છે, લાઇટ વાળો જાય તો ગટર વાળો આવે ગટર વાળો જાય ત્યાં ટેલીફોન વાળો આવે ટેલીફોન વાળો જાય તો ભૂંગળા વાળો આવે એટલે ખોદકામ ૨૪-૭-૩૬૫ દિવસ ચાલુ જ હોય ત્યારે GJ-18 ની હાલત પણ એવી છે કે પોલીસવાળો ઘરે લેવા આવે પણ મૂકવા ન આવે તેમ ઘરની બહાર ખોદકામ કરીને જાય પણ પુરાણ નહીં પૂરી ને નૌદો ગ્યારા થઈ જાય ત્યારે GJ-18 શહેર વસાહત મહાસંઘ ના સુપ્રીમો કેસરીસિંહ બીહોલાએ અધિક્ષક ઇજનેરને પત્ર પાઠવીને જણાવેલ કે શહેરમાં ૬ મહિનાથી પીવાના પાણી માટે જે ખોદકામ ચાલી રહ્યું છે અને ભૂંગળા નાખવામાં આવી રહ્યા છે ત્યાં ભૂંગળા નાખ્યા બાદ માટીની વ્યવસ્થિત પુરાણ ન થતા કાદવ કીચડ થી લઈને ઉનાળામાં રેતી સુકાઈ જતા ડમરીઓ ઉડી રહી છે ઘર પાસે ગમે તેમ ખોદકામ કરીને તંત્ર જતું રહે છે શોષવાનું રહીશોને આવે છે,
રોડ રસ્તા પર ઉમરખાબડ થઈ ગયા છે મોટાભાગના સેક્ટરોમાં ગાડીઓ ડિસ્કો કરતી જાેવા મળે છે રેતી ઉડવાની કારણે દમના દર્દીઓ અને ડસ્ટબીનની બીમારીથી લોકો પીડાઈ રહ્યા છે જેથી તત્વ રીત સૂચના આપીને યોગ્ય પુરાણ કરાવવામાં આવે તેવી સૂચના સુપર વિઝન કરવા પણ આવે તેવી માંગ કરવામાં આવી છે.