
જ્ઞાતિવાદનું ઝેર સમાજના તો ઠીક પણ લોકો પાસે નાણા હોવા છતાં અને ભણેલા ગણેલા ઉચ્ચ સ્થાને હોવા છતાં મકાનો ખરીદવા હોય તો સાત કોઠામાં મોટો કોઠો વિધવો હોય તો જાતિવાદનો છે,PVB હોય તો મળી જાય બાકી D,R,B,A,ST, OBC, અને SC માટે તો ફક્ત એક જ જવાબ આપે અમારી સ્કીમ પૂરી થઈ ગઈ છે મકાનો વેચાઈ ગયા છે તો જાય તો જાય કહા, ત્યારે સરકારે હવે કડક કાયદો લાવીને આમાં પણ કવરો નક્કી કરવો જોઈએ દરેક માનવીનું એક સપનું હોય છે ત્યારે ઘણીવાર ઉચ્ચ કક્ષાએ હોદ્દો ધરાવતા લોકોને પણ જ્ઞાતિવાદનો ભોગ બનવું પડે છે અમદાવાદ ગાંધીનગરમાં જાઓ એટલે ભાવ ઘટાડવા નહીં શું ભાવ છે તે પહેલા બિલ્ડર કઈ જ્ઞાતિનો છે તેમ પૂછીને વાત કરે છે અને દરબાર, રબારી, આહીર, ભરવાડ,ST,OBC અને SC સમાજના હોય તો તમામની મકાનો વેચાઈ ગયા છે તેમ કહીને તગડી મુકતા હોય છે આ સત્ય વાત છે ત્યારે ભણીને ઓછો તો ઉપર હોવા છતાં જ્ઞાતિવાદનું ઝેર અહીં પણ ઓઠાઈ રહ્યું છે,
અમદાવાદના મોંઘા દાઢ વિસ્તારોમાંથી GJ-18 ના રાયસણ ,કુડાસણ ,પોર સરગાસણ અને ખાસ GJ-18, ઓલ્ડ ખાતે પણ આ સ્થિતિ છે ભારતનું બંધારણ પણ કહે છે કે દેશમાં કોઈ ચોક્કસ વર્ગની દબાવી ન શકાય અને ગુજરાતની સરકારનું પણ સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ ત્યારે અહીંયા કંઈક અલગ પ્રકારના જ વાડા બની ગયા છે, અમદાવાદ-GJ-18 ખાતે નવા બનતા મકાનો ફલેટોમાં ચોક્કસ સમાજની મકાન મળે છે ત્યારે ભાડે મકાનમાં પણ આ સ્થિતિ છે,
અમદાવાદના SG હાઇવે પર મકાન ભાડે કે વેચાણ આપવાનું હોય તો જ્ઞાતિવાદની રિયાલિટી એક કરવામાં આવે છે સુખી સંપન્ન હોવા છતાં પોતાની જે જગ્યાએ રહેવું છે તે જગ્યાએ મકાન બંગલો મળતો નથી આજે પણ એસ.સી, એસ.ટી ,ઓ.બી.સી માટે મકાન લેવું સાત કોઠા પર કરે ત્યારે મળે, ફરિયાદ કરે તો કહે બિલ્ડર કે મકાન વેચાઈ ગયું છે, મારી પાસે મકાન નથી આજે રબારી, ભરવાડ ,આહીર ,કોળી સમાજની મકાન ખરીદવા નાણા હોવા છતાં ફાફા જ્ઞાતિના ઝેરના કારણે પડી રહ્યા છે, નથી કોઈનો કોઈ ક્રાઈમ રેશિયો તો પણ મકાન લેવું અઘરું છે,…
Box
GJ-18ના રાયસણ, રાંદેસણ, કુડાસણ, સરગાસણ, જેવી નવી સ્કીમોમાં જ્ઞાતિવાદ પ્રમાણે જ મકાન અપાય છે, બાકી વેચાઈ ગયા, પ્રથમ જ્ઞાતિ પૂછવામાં આવે છે,ST,SC,OBC જ્ઞાતિ માટે ગમે તેવી અધિકારી પોસ્ટ ધરાવતો હોય તો પણ અહીંયા ઘુટણીયા ટેકી દેવા પડે છે, ફરિયાદ કરો તો ભાવ એવા ઊંચા મૂકે અને કહે કે 10 માં મળે છે જે પસંદ નથી આવા અંડાગંડા કરીને તગડી મુકતા હોય છે,
મોટાભાગના બીજા ઉચ્ચ સમાજના નામે મકાન લઈને પછી થોડા દિવસ બાદ દસ્તાવેજ બીજાના નામના કરાવતા હોય છે આમાં પણ ચોરી ચુપીથી મકાન લેવું પડે છે જ્ઞાતિવાદનું ઝેર અહીંયા બંધ કરાવવાની જરૂર છે.
સરકારે અહીંયા પણ ફ્લેટ મકાનો બંગલાઓમાં પણ કવોટો ફાળવવો જોઈએ, જેથી જ્ઞાતિવાદનું સમીકરણ હળવું થાય ક્રાઈમ રસીઓ ન હોવા છતાં વર્ષોથી ચાલતા લેબલો હજુ બગડેલા રાખીને મકાન આપવામાં આવતા નથી,