SGST દ્વારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબરમાં સુધારો કરી જીએસટી રજીસ્ટ્રેશન મેળવવાના કૌભાંડનો પર્દાફાશ

Spread the love

આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવતી એપ મળી : ડમી નામ ધારણ કરી લોન અપાવવાના બહાને દસ્તાવેજો મેળવી જીએસટી રજીસ્ટ્રેશન મેળવતુ રેકેટ ઝડપાયુ : છેલ્લા ૮ માસમાં ૧૫૦૦ થી વધુ આધાર કાર્ડમાં મો. નં.માં સુધારો અને તેના આધારે ૪૭૦ જીએસટી રજીસ્ટ્રેશન મેળવવાનો ઘટસ્ફોટ

અમદાવાદ

બોગસ બીલીંગની પ્રવૃત્તિ ડામવાના મીશનના ભાગરુપે વિભાગ દ્વારા સીસ્ટમ આધારીત ડેટા એનાલીસીસથી તારવેલ પેઢીઓમાં તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ સુરત, ભાવનગર, અમદાવાદ, આણંદ, રાજકોટ જેવા સ્થળો પર ઇન્સ્પેકશન / ચકાસણીની કામગીરી પોલીસ વિભાગના સંકલનમાં રહી કરવામાં આવી હતી.જેમાં સુરતમાં ૭૫ જેટલી શંકાસ્પદ પેઢીઓના સ્થળોએ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી . આ ચકાસણીમાં રાજયભરના ૧૧૨ જેટલા સ્થળો સામેલ હતા. સુરત ખાતેની ૭૫ પેઢીઓમાંથી ૬૧ પેઢીઓ બોગસ બીલીંગમાં સંડોવાયેલ હોવાનું મળી આવ્યા હતા. આ બોગસ બીલીંગનું કુલ ટર્નઓવર ૨૭૭૦ કરોડ તથા સંડોવાયેલ વેરાશાખની રકમ ૮૪ કરોડ જેટલી મળી આવેલ છે. આ ૬૧ પેઢીઓના PAN ના આધારે KYC વિગતો પરથી કેટલાક e-mail તથા મોબાઇલ નંબર મળી આવ્યા. સીસ્ટમ ચકાસણીથી વધુ ૧૩૫ જેટલી પેઢીઓ મળી આવેલ. જેમાંથી ૧૦૪ પેઢીઓના રજીસ્ટ્રેશન ગુજરાતમાંથી મેળવવામાં આવેલ છે. આ પેઢીઓ પણ બોગસ હોવાની સંભાવના છે જેની ચકાસણીની કાર્યવાહી ચાલુમાં છે.સુરત ખાતેની ચકાસણીમાં સંડોવાયેલ વ્યકિતના મોબાઇલમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ડુપ્લીકેટ દસ્તાવેજો એપીકે ફાઇલથી એડ્રોઇડ એપ દ્વારા બનાવતા હતા. વધુમાં ફેસબુકની માર્કેટ પ્લેસ નામક સુવિધા ઉપર ડમી નામથી “ શીવ લોન સર્વીસીસ * નામનું બનાવટી આઇડી બનાવી લોકોના દસ્તાવેજો લોન અપાવવાના બહાના હેઠળ મેળવતા હોવાનું પકડાયુ છે . સુરત ખાતેની કેટલી પેઢીઓમાં આધાર કાર્ડ મુજબ સરનામા, ભાવનગર, પાલીતાણા, અમરેલી, અમદાવાદ, આણંદ ખાતેના હોવાનું ધ્યાને આવ્યું .જેમાંથી પાલીતાણા ખાતેના આધાર ધારકોની પુછપરછ દરમ્યાન જણાયેલ કે તેમના નામે જીએસટી રજીસ્ટ્રેશન તથા પાન નંબર મેળવવામાં આવેલ છે તેની જાણ સુધ્ધા તેઓને ન હતી. પુછપરછમાં જણાયેલ કે આધાર કાર્ડમાંના મોબાઇલ નંબરમા સુધારો કરી પાન નંબર તેમજ જીએસટી નંબર લેવાયેલ , આ વાત વાયુ વેગે પ્રસરતા તે વિસ્તારના ઘણા રહીશોએ સામે આવી જણાવેલ કે, સરકારી સહાયના નામે તેઓને પણ આધાર કેન્દ ખાતે લઇ જવામાં આવેલ અને તેમના થમ્બ ઇમ્પ્રેશન લેવામાં આવેલ. આ વિગતો ધ્યાને લઇ વિભાગે તુરંત જ આધાર કેન્દ્ર પર તપાસની કાર્યવાહી હાથ ધરી હતી . આ કાર્યવાહીમાં મોબાઇલ, લેપટોપ સહીતના ડીઝીટલ ડીવાઇસીસ જપ્ત કરવામા આવ્યાં . આ જપ્ત ડીવાઇસીસની ચકાસણીમાં જણાઇ આવેલ કે છેલ્લા ૮ માસમાં ૧૫૦૦ થી વધુ આધાર કાર્ડમાં મોબાઇલ નંબરનો સુધારો કરવામાં આવેલ. આવા આધાર કાર્ડ તથા આવા મોબાઇલ નંબરના આધારે સીસ્ટમ આધારીત ચકાસણીમાં ૪૭૦ જીએસટી રજીસ્ટ્રેશન મેળવવાનો ઘટસ્ફોટ થયેલ. જે પૈકી ૧૧૮ જેટલા રજીસ્ટ્રેશન ગુજરાત રાજયના જણાઇ આવેલ તથા બાકીના રજીસ્ટ્રેશન અન્ય રાજયોમાંથી મેળવવામાં આવેલ છે. આમ, બોગસ જીએસટી નંબર મેળવવા માટે નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડી વિભાગના ધ્યાને આવેલ છે. આધાર કાર્ડમાં સુધારેલ મોબાઇલ નંબર પરથી મળેલ ૪૭૦ રજીસ્ટ્રેશનની વિગતો વધુ ચકાસણીમા બીજા ૨૭૦૦ થી વધુ ભારતભરમાં લેવાયેલ જીએસટી નંબરો મળી આવેલ. તે પૈકી ઘણા જીએસટી રજીસ્ટ્રેશન બોગસ હોવાની સંભાવના છે. તેમની ઉંડાણપૂવર્કની ચકાસણી ચાલુમાં છે.

આધાર કાર્ડમાં મોબાઇલ નંબરના સુધારા પ્રકરણે કેટલાક શકમંદ વ્યકિતઓના નામ સપાટી પર આવેલ છે. પોલીસ વિભાગની મદદથી આવા શકમંદોને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ કૌભાંડ સબબ ભાવનગર ખાતે વિભાગે FIR દાખલ કરેલ છે અને જરુરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અમદાવાદમાં ૨૪ જેટલી પેઢીઓની ચકાસણીમાં ૧૩ પેઢીઓ બોગસ બીલીંગ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ જેમાંથી ૧૩૫૦ કરોડનું ટર્નઓવર કરી ૫૩ કરોડ જેટલી વેરાશાખ ખોટી રીતે અન્યોને પાસ ઓન કરી. અન્ય કેસોમાં ચકાસણીની કાર્યવાહી ચાલુમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com