કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ
અમદાવાદ
ઇન્ડિયન યુથ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વાયુ પ્રદુષણની ખુબ જ ગંભીર સમસ્યા બની રહી છે અમદાવાદ પૂર્વમાં આવેલ ઔધોગીક એકમો ખાસ કરીને ઓઢવ ,નરોડા અને વટવા જીઆઈડીસી તેમજ આસપાસ ના અન્ય વિસ્તારો માં આવેલ નાના મોટા ઔધોગીક એકમો દ્વારા બેફામ રીતે પ્રદુષણ ફેલાવવામાં આવે છે જેના કારણે ઘણા લોકો ગંભીર બિમારીઓ નો ભોગ બને છે તેમજ અસ્થમાં અને અન્ય બિમારીઓ થી પિડીતા લોકો એ ખુબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે વાયુ પ્રદુષણ ના કારણે હાર્ટ અટેક ના કેસો માં પણ વધારો થયો છે અને ઘણા લોકો હાર્ટ અટેક નો ભોગ બની મૃત્યુ પણ પામે છે જેથી વાયુ પ્રદુષણ પર નિયંત્રણ લાવવું જરૂરી છે અને બેફામ પ્રદુષણ ફેલાવતા એકમો વિરુદ્ધ પગલા લેવા પણ અત્યંત જરૂરી છે .વાયુ પ્રદુષણ નું બીજું મુખ્ય કારણ બિસ્માર રોડ રસ્તા અને બાંધકામ એકમો પણ છે જેના પર પણ પગલા લેવા અત્યંત આવશ્યક છે .અમદાવાદ ના પૂર્વ વિસ્તારનો Breezometer એપ ના માધ્યમ થી AQI (Air Quality Index) ચેક કરીએ છીએ જે સરેરાશ ૩૦૦ અને તેનાથી વધુ હોય છે જે અતિગંભીર છે અને ખુબ જ નુકસાન કારક છે અમદાવાદ પૂર્વમા સૌથી વધુ ઓઢવ વિસ્તાર માં રાત્રી ના સમયે AQI 342 અતિગંભીર સ્તરે હોય છે તેમજ નરોડા,વટવા અને રામોલ વિસ્તાર માં પણ AQI 300 ની આસપાસ હોય છે . આ અંગે જલ્દી થી કાર્યવાહી કરી પ્રદુષણ ફેલાવનાર જવાબદાર લોકો વિરુદ્ધ પગલા ભરવા .યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો સ્વચ્છ હવા મેળવવા માટે અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનીશું .