સરકાર IPC, CRPC, ફોરેન્સીક અને એવિડન્સ એક્ટમાં સુધારો કરશે ઃકેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ

Spread the love


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવારે દિલ્હી પોલીસની ૭૬મી રાઈઝિંગ ડે પરેડમાં હાજરી આપી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, આ મારા માટે ગર્વની ક્ષણ છે કે હું ૭૫ વર્ષથી વધુ સમયના વારસાનો હિસ્સો છું. દિલ્હી પોલીસ આઝાદીથી લઈને આજ સુધી તેના કામ માટે જાણીતી છે અને સમગ્ર દેશ દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી છે. હું એ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું જેમણે સેવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું. આઝાદી પછી, દિલ્હી પોલીસ શાંતિ, સેવા, ન્યાયના નારા સાથે આગળ વધી અને તેના કામ અને કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવ્યું, જે દેશ માટે ફાયદાકારક છે.આ પ્રસંગે તેમણે એક મોટી જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ભારતીય દંડ સંહિતાના કેટલાક કાયદા એટલે કે IPC , ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે CRPC અને એવિડન્સ એક્ટમાં સુધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આઝાદી પહેલા પોલીસના કામમાં સેવાનું નામ નહોતું, પરંતુ હવે સેવાની ભાવના છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન દિલ્હી પોલીસના યોગદાનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. દિલ્હીમાં રહેતા ભારતના નાગરિકોને તેમના પાસપોર્ટની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે તેમને ૫ દિવસમાં પોલીસ ક્લિયરન્સ મળી જશે. મોબાઈલ કેમેરા દ્વારા પાસપોર્ટ સેવાની ચકાસણી કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ૨૦૧૪થી ભારતની કાયદો અને વ્યવસ્થા, સુરક્ષામાં સકારાત્મક વિકાસ જાેવા મળ્યો છે. અગાઉ, કાશ્મીરમાં દરરોજ વિરોધ પ્રદર્શન, પથ્થરમારો અને આગચંપીની જગ્યા હતી. આજે કાશ્મીર પ્રવાસીઓથી ભરેલું છે. દેશના નાગરિકો જ્યારે કાશ્મીર વિશે વિચારે છે, દેશભરમાં પ્રવાસ કરે છે ત્યારે તેઓ ખૂબ જ સશક્ત અનુભવે છે. ડાબેરી રાજકારણ અને ઉગ્રવાદના ઉદાહરણો હવે ઘણા ઓછા થઈ ગયા છે. અમિત શાહે કહ્યું કે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થાથી લઈને જમ્મુ-કાશ્મીરની અંદર આતંકવાદીઓ/પથ્થરબાજાે સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે તે કોઈનાથી છુપાયેલ નથી. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસને મોબાઈલ ફોરેન્સિક સાયન્સ વાન પ્રદાન કરવાથી ગુનાના કેસોને વહેલી તકે ઉકેલવામાં અને પુરાવા એકત્ર કરવામાં મદદ મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ૬ વર્ષ કે તેથી વધુ સજાની જાેગવાઈવાળા કેસોમાં ફોરેન્સિક સાયન્સ વેનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. સાથે જ તેમણે કહ્યું કે જી-૨૦ કાર્યક્રમ દરમિયાન દિલ્હી પોલીસે ખૂબ જ સતર્ક રહેવું પડશે, કારણ કે તે સમયે ઘણા દેશોના વડા દેશની રાજધાનીમાં હશે. અમિત શાહે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડાબેરી ઉગ્રવાદીઓ વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરવામાં આવી છે. અમે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ સ્થાનિક લોકો માટે ઘણું કામ કર્યું છે, અમે AFSPA જેવા કાયદાઓ પર કામ કર્યું છે, ત્યાંના ઘણા આતંકવાદી સંગઠનોના અગ્રણી નેતાઓ સાથે વાત કરીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવ્યા છે. . ગેંગસ્ટરો સામેની કાર્યવાહીમાં કેન્દ્રીય તપાસ એજન્સી NIA ની કાર્યવાહીને દિલ્હી પોલીસ, હરિયાણા પોલીસનો સહયોગ મળ્યો હતો. ડ્રગ પેડલર્સ સામે સખત સજાની જાેગવાઈ કરીને તેમને સજા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com