દેશમાં લોકસભાની ચૂંટણીના બ્યુંગલો વાગી રહ્યા છે, ત્યારે ફરીથી ભાજપ સત્તા સુત્રો કેન્દ્રમાં સંભાળી તે માટે અત્યારથી જ કવાયતના ભાગરૂપે જુના કાર્યકરો થી લઈને જિલ્લા તાલુકા શહેરમાંથી ચારણીની જેમ ચાળીને હીરા શોધ્યા છે, તે હીરાની ચેરમેન ઉપાધ્યક્ષ ડિટેક્ટર નું પદ આપીને ૨૬ બેઠકો લોકસભાની જીતવા દોડતા કરવા અંડર કરંટ ભુંગળામાં આ તખતો તૈયાર થઈ રહ્યો છે, હા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જે ભારતના વડાપ્રધાનની જે ઈચ્છા હતી તેમાં ૧૫૦ નો ટાર્ગેટ પૂરો કરવાનો તે પૂર્ણ કરીને બતાવ્યો છે જિલ્લા તાલુકા શહેરમાંથી નિમણૂક કરીને કાર્યકરોને દોડતા કરવા અને પ્રચારમાં અત્યારથી ગામે ગામ ખંૂદવા ચેરમેન ઉપાધ્યક્ષ ડિટેક્ટર ના પદ માટે લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે બજેટ સત્ર બાદ આ નિમણૂકો ની જાહેરાત થશે સરકાર અને સંગઠન આ માટે યોગ્ય નામોની ચકાસણી કરી રહ્યા છે.શ્રેષ્ઠ કામગીરી કરનારા અને વિધાનસભાની ચૂંટણીમાં જે સોપાયેલ જવાબદારી બાદ શ્રેષ્ઠ વર્કિંગ કરનારાઓને પક્ષ કદર કરે તો નવાઈ નહીં ભાજપમાં એક હોદ્દો એક વ્યક્તિના નિયમને યોગ્ય રીતે મજબૂત રાખવા માંગે છે એમએલએ થી લઈને મેયર ડેપ્યુટી મેયર ચેરમેન આ બધા પદો એક વિશેષ જવાબદારી છે જેમની પાસે કોઈ જવાબદારી નથી તેમના માટે બોર્ડ નિગમની લોટરી લાગે તેવી શક્યતા સૂત્રો દ્વારા વક્ત કરવામાં આવી છે ગુજરાતમાં નાના મોટા આશરે ૪૫ જેટલા બોર્ડ નિગમો છે જેમાં ૨૦૦ જગ્યાઓ ભરાઈ શકે તેમ છે જેથી ૨૦૦ કાર્યકરો સમાવાઈ જાય ૧૫૬ સીટ આવી વિધાનસભામાં એટલે ધારાસભ્યને અત્યારે તો કોઈ પદ આપવા વિચારીન નથી આવનારી લોકસભા ચૂંટણીમાં એમ.એલ.એ ના વિસ્તારમાંથી કેટલાક ઉમેદવારો કેટલાક મતે પ્લસ નીકળે છે તે એમએલએની કામગીરીનો તક્તો આવનારા દિવસોમાં મંત્રી પદ થી લઈને ચેરમેન પદનો તૈયાર થશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નાનામા નાના કાર્યકરના પ્રશ્નોને વાચા આપે છે ત્યારે જીત મેળવવા ૧૫૦ ના ટાર્ગેટ થી આવ્યા હતા અને ૧૫૬ સીટો સાથે વિરોધ પક્ષનું પદ પણ ન રહેવા દીધું હતું ત્યારે કાર્યકરોના કામ થાય તે પ્રશ્ને કમલમ ખાતે દરેક મંત્રી ૧ દિવસ ફરજિયાત હાજર રહે તેવી ગોઠવણ કર્યા બાદ આટલા વર્ષોમાં પ્રથમ ર્નિણય કહેવાય,
મનપાની ચૂંટણીથી લઈને વિધાનસભામાં નવા ઉમેદવારોને ચાન્સ આપીને જે ૧૫૬ સીટો લાવ્યા તેનો શ્રેય પણ સીઆર ને જાય છે પણ હા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ૧૫૬ સીટ જીતવા જે મહેનત અથાંગ કરી છે તે પણ વંદનીય છે,