ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતેથી તમામ કાયદાઓ ઠરાવો ,પરિપત્રો, આદેશો, ભલે આખા રાજ્યો માટે પ્રસિધ્ધ થતા હોય પણ અહીંયા જ કાયદાનો બેફામ દુરુપયોગ થતો હોય અને કોઈ બોલનાર ના હોય તેમ તંત્રનો કોઈ જ ડર રહ્યો નથી, ત્યારે GJ-18 નો સરગાસણ થી મહાત્મા મંદિર રોડ તરફ જતા રસ્તા ઉપર ટ્રેક્ટરની ટ્રોલીઓ રોડ રસ્તા પર મૂકીને ફોરલેન રોડમાંથી એક લેન પોતે ખરીદી લીધી હોય તેમ ગોઠવાઈ જાય છે, ત્યારે ટ્રાફિકમાંથી નીકળતા અનેક લોકો એક્સિડન્ટ થતા રહી જાય છે, ત્યારે ઘણીવાર વાહન ચાલકો ભાવ પૂછવા ખરીદવા ઉભા રહી જતા બીજી લેન પણ બ્લોક થઈ જાય છે, ત્યારે રોડ રસ્તા પર જાહેરમાં ધંધો કરતા ધંધાથીને પૂછતા જણાવે છે કે અમારું શું ઉખાડી લેશે? ટ્રાફિક, આર.ટી.ઓ, મહાનગર પાલિકા ઐસી કી તૈસી હોય તેમ કાયદાનો કોઈ ડર નથી, અને નંબર પ્લેટ વગરની ટ્રોલી ટ્રેક્ટર માં ધંધો કરીને અનેક લોકોના જીવ જાેખમમાં મુકાય છે, શહેરમાં મુખ્ય માર્ગો ઉપર કેમેરા મુકવામાં આવ્યા છે તો શું શોભાના ગાંઠીયા સમાન છે, બાઈક ફોર વ્હીકલથી લઈને વાહન ચાલકના ઘરે બેઠા મેમા ફરફરીયા ના આવી જાય ત્યારે આ લોકો રોજબરો ધંધો કરતા હોવા છતાં તંત્રને ગાંઠતા નથી અને ફોર લેન રસ્તા પર એક લેન પર કબજાે જમાવીને અનેક લોકોના જીવ જાેખમમાં મૂકીને ટ્રેક્ટર ટ્રોલી મૂકીને જે ધંધો કરી રહ્યા છે તે ખૂબ જ લોકો માટે જાેખમી છે, જેથી ટ્રાફિક શાખા એ આરટીઓ મહાનગરપાલિકાએ પ્રજાના હિતમાં પ્રશ્નો મુખ્ય માર્ગા ઉપર અડિંગો જમાવીને ટ્રાફિકને અડચણરૂપ થતા આ તત્વો સામે ઝુંબેશ ચલાવીને ડીટેઇન કરવાની જરૂર છે.
સરગાસણ જેવા ટ્રાફિક જામ વિસ્તારમાં રોજબરોજ ૧૦,૦૦૦ થી વધારે રોજ વાહનો પસાર થાય છે ત્યારે ફોર લેન માંથી એક લેન ઉપર અડીંગો જમાવેલા આ વેપારીઓ તંત્રને કાઢતા નથી જેથી પ્રજા વાહન ચાલકો માટે આ ટ્રોલી જાેખમ રૂપ બની છે જેથી સફાચટ રસ્તો કરવા પ્રજાજનમાં આ ચર્ચા ભારે જગાવી છે