ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 નો સેક્ટર ૧૧ એટલે કોમર્શિયલ વિસ્તાર ઝોન કહેવાય, ત્યાંથી દર વર્ષે તગડો ટેક્સ સૌથી વધારે અહીંયાથી મળે છે, છતાં સુવિધા ના નામે મીંડું જેવો ઘાટ છે, ત્યારે કોમર્શિયલ વિસ્તારમાં નાની મોટી ૨૦ જેટલી બિલ્ડીંગો આવેલી છે, ત્યારે રાધે સ્વીટ સામેના રોડ તો તકલાદી થઈ ગયો છે ફૂટપાથતૂટી ગઈ છે ચાર મહિનાથી વાતોના વડા રોડ થઈ જવાના સંભળાઈ રહ્યા છે, ત્યારે હોટલ હવેલીનો પાછળનો રોડ સારો એવો બનાવી દીધો છે તે રોડ રસ્તા અને પાર્કિંગ કબાડી ગ્રુપને આભારી છે, ભલે ખટખટિયા ગ્રુપ એવું કબાડી ગ્રુપે કામ કર્યા છે તે દેખાઈ આવે છે, ત્યારે હોદ્દેદારોથી લઈને નગરસેવકોની પીપૂડી કે પીપુડો વાગતો નથી બાકી તંત્ર ઉપર આજે પણ કબાડી ગ્રુપની પક્કડ અને વાંસળી વાગે છે ત્યારે સંકલનની બેઠકમાં અનેકવાર સેક્ટર ૧૧ ના રોડ રસ્તાની ચર્ચા થઈ અને થઈ જશે તેવા ઘણા ગાંણાગાયા બાદ ચાર મહિના એટલે કે દિવાળી વાતની વાત હવે હોળી આવીને ઊભી રહી જશે ત્યારે સૌથી વધારે પેટ ટેક્સ કરતા હોય તો GJ-18 નું સૌથી પ્રથમ ક્રમાંક સેક્ટર ૧૧ નો આવે છે. સેક્ટર ૧૧ ખાતે મેઘ મલ્હાર, સુમન ટાવર સુમન સીટી, અખબાર ભવનથી લઈને અનેક નવા કોમ્પલેક્ષો બનેલા છે ત્યારે બીએસએલ પાસે ગટરનું તૂટી ગયેલું ઢાંકણું તથા ત્યાંથી સીધે સીધો રોડ જે મેઘ મલ્હાર સુધી જાય છે, તે રોડ તૂટી ગયો હોવા છતાં ચાર મહિનાથી રોડ થઈ જશે તેના ભજનો સંભળાઈ રહ્યા છે, ત્યારે પાર્કિંગ છે, ત્યાં કપચીઓ નીકળી ગઈ છે ખાડા પડી ગયા છે વેપારીઓના ધંધાઓ ઉપર માઠી અસર પડી રહી છે ત્યારે રોડ રસ્તા પાર્કિંગમાં તૂટી ગયેલા રસ્તાઓને સુ વ્યવસ્થિત કરો પછી ટેક્સના ઉઘરાણા કરો તેવી વેપારીઓથી લઈને તમામ ધંધાથીઓ આ પ્રશ્નને પુરાવી રહ્યા છે.
સે- ૧૧ ના કોમર્શિયલ વિસ્તારમાં bsnl લઈને મેઘ મલ્હાર સુધીનો રોડ રસ્તા પાર્કિંગ તૂટી ગયા છે, સાફ-સફાઈ થતી નથી ગંદકીનું સામ્રાજય ફેલાતું જાય છે, વર્ષે દહાડે ૧૦ કરોડનો ટેક્સ તગડો લેવા છતાં એક કિલોમીટરનો રોડ બનાવવા ૪ મહિનાથી કોણીય ગોળ સંકલનની બેઠકમાં લગાડવામાં આવે છે.
હોટલ હવેલી પાસેનો રોડ બનાવવામાં કબાડી ગ્રુપનો હરણફાળો રહ્યો છે, ત્યારે તંત્ર સામે પીપૂડી પીપૂડો કોનો વાગે છે તે ખબર પડતી નથી, બાકી વાતોના વડા બંધ કરીને રોડ બનાવો એવો પ્રશ્ન વેપારીઓમાં અગ્રસ્થાને છે.