કોબા ગામની સીમામાં આવેલી જમીનમાં બંગલાઓથી લઈને દુકાનો મકાનો બની ગયા છે ત્યારે ખેડૂત પાસે પોતાની જમીન છે તેના પુરાવા ચકાસવાની જરૂર છે ખેડૂત દ્વારા જે મકાન ઓરડી દુકાન રૂમ આપ્યા હોય એ ચણીને બનાવી દીધી તેના ખેડૂત પાસે ધજા આકારની જે જગ્યા છે તેમાં ૧૦૧ મીટર ની જગ્યા છે ત્યારે ખેડૂતે જે જગ્યા વેચી છે તે ૧૯૯૮ ની સાલમાં આત્મારામ હરગોવિંદ પટેલને ૭૩.૫૯ મીટર વેચી છે ત્યારે બીજી જગ્યાએ નટવરભાઈ રણછોડભાઈ ૨૩.૪૧ મીટર વેચી છે ત્રીજી મથુરભાઈ પરસોત્તમભાઈ ને ૨૨.૧૬ મીટર વેચી છે ચોથી ભીખાભાઈ ને ૩૯.૧૨ મીટર લખી આપી છે તો આનો સરવાળો ૧૫૮.૨૮ મીટર થાય છે તો પછી ૧૦૧ મીટર જગ્યા ખેડૂત પાસે હોય તો બાકીની જગ્યા વધારે કઈ રીતે વહેંચી અને જે ઈસમ ઉપર ગુનો દાખલ થયો છે તેમણે જણાવેલ કે ૨૦ વર્ષ પહેલા ૨૦,૦૦૦ રૂપિયા રોકડા આપેલ અને લાઈટ બિલ પણ મારા નામે આવે છે ત્યારે બેચરભાઈ કાળાભાઈએ જણાવેલ કે ૨૨ વર્ષ બાદ હવે ફરિયાદ કરવાની કેમ જરૂર પડી ત્યારે ફરિયાદી આલમ ભાઈ મન્સૂરીની ફરિયાદમાં કેટલું તથ્ય છે તે ચકાસવાની જરૂર છે. વધુમાં બેચરભાઈ દ્વારા જણાવેલ કે ૧૯૯૮માં ચાર ઈસમો ને જમીન સબ રજીસ્ટરમાં લખી આપેલ છે તે ધજા આકારની જમીનમાં વિવાદ જે ચાલી રહ્યો છે તો ફરિયાદી પાસે કેટલી જમીન છે તે બતાવવું જરૂરી છે અને તંત્ર એ પણ ચકાસવાની જરૂર છે ભલે જ ગુનેગારો છૂટી જાય પણ નિર્દોષને સજા ન થવી જાેઈએ ત્યારે ય્ત્ન-૧૮ ના આસપાસ જે જમીનો ભાવ વધ્યો છે એ પણ ઘણીવાર અગાઉ જમીન વેચી હોય અને ક્યાંક લટકણિયું ગાજર મળી જાય તો જે ડખો નાખવો હોય ત્યાં નાખીને કંઈક બીજું મળે છે તેવો કિસ્સા પણ અનેક સામે આવી રહ્યા છે.ગુજરાત સરકાર દ્વારા સીટની રચના અને ભૂમાફીયાઓને નાથવા માટે લેન્ડગ્રેબ્રીંગનો કાયદો છે લાવ્યા છે તે સરાહનીય છે પણ સૂકા ભેગું લીલું ન બળે તે જાેવાની અને ચકાસવાની જવાબદારી તંત્રની છે ૨૫ વર્ષમાં ગામ મૂકીને અમદાવાદ રહેવા ગયા હોય અને હવે ૨૪ વર્ષ બાદ ફરીયાદ કરો તેમાં તથ્યતા? કેટલી ત્યારે એ ધજા આકારની જગ્યા છે તે જગ્યા ચાર ઈસમોને જે વેચવામાં આવી છે અને બાનાખત થયેલા છે તેનું શું ત્યારે આ પ્રશ્નની તપાસ કરતા ગ્રામ્યનો પાસેથી જે વિગતો પુરાવાની માહિતી મળતા આ પ્રશ્ને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવાની તાતી જરૂર છે.
કોબાની જમીનની જગ્યા ૧૦૧ મીટર છે ત્યારે ચાર ઈસમને જે લખી આપી છે તે જગ્યા નું ક્ષેત્રફળ ગણો તો ૧૫૮.૨૮ મીટર છે તો વધારાની જમીન કઈ ઈસમ પોતે અમદાવાદ રહેવા ગયા બાદ ૨૪ વર્ષ પછી ફરિયાદ કરી તેમાં તથા કેટલુ, ઈસમની જમીનમાં બંગલા બની ગયા છે, પણ ઇસમે ફક્તે જે જગ્યા બતાવી છે તે જગ્યા જાે ઈસમની જ હોય તો ચાર વ્યક્તિને લખી આપીને જગ્યામાં ૧૦૧ મીટર છે ફરિયાદીએ જે ન્યાય માટે ફરિયાદ કરી તેમાં તથ્ય કેટલું ?
વિવાદિત જમીન જે ધજા આકારની છે તેમાં ચાર ઈસમને જમીન લખી આપેલ છે ત્યારે જે રોડ નીકળેલ છે તે કપાતમાં ગયેલ છે સામે બંગલા છે તે જગ્યા પણ ઇસમે વર્ષો પહેલા વેચી હોવાનું લોકો જણાવી રહ્યા છે.