NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી
અમદાવાદ
NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના કાર્યકારી કુલપતિ ડૉ અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકે નિમણૂકની કાયદેસરતા ચકાસવા સીએમને પત્ર લખી માગણી કરી છે.પત્રમાં જણાવ્યું છે કે આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદમાં હાલમાં કાર્યરત કુલપતિ ડો.અમી ઉપાધ્યાયની પ્રોફેસર અંગ્રેજી ભવનમાં નિયુકિત થયેલી છે. તેઓની નિયુકિત વખતે પ્રોફેસરની લાયકાતમાં ૧૦ વર્ષનો શૈક્ષણિક અનુભવ, પીએચ.ડી. ના ગાઈડ હોવું સહિત યુ.જી.સી. મુજબના લાયકાતના ધોરણો નકકી કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીની નિષ્ણાંતોની પહેલી કમિટિ તા.૫/૧૨/૨૦૧૨ ના રોજ મળી હતી, જેમાં તજજ્ઞ તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અંગ્રેજી વિષયના જ પ્રોફેસર એક સભ્ય તરીકે હતા. જેમાં અમી ઉપાધ્યાયને કવોલીફાઈડ ન ગણવા માટે નીચે મુજબના કારણો આપ્યા હતા અને NOT QUALIFIED જાહેર કર્યા હતા.
(૧) બી.એ. માં ૪૯%
(૨) શિક્ષક / અધ્યાપક તરીકે લીધેલા એફીલીએશન (માન્યતાઓ) શંકાસ્પદ છે.
(૩) પ્રાઈવેટ અને સેલ્ફ ફાઈનાન્સનો અનુભવ દર્શાવેલ છે.
(૪) રીસર્ચ ગાઈડશીપ ધરાવતા નથી કે માર્ગદર્શન પણ આપેલ નથી.
ત્યારબાદ ૧૧/૩/૨૦૧૩ ના રોજ જુદા લોકોને બોલાવીને અમી ઉપાધ્યાય લાયકાત ધરાવે છે તેવો રીપોર્ટ લેવામાં આવ્યો. અમી ઉપાધ્યાયે જે અરજી આપી છે તે અરજીમાં દર્શાવ્યા મુજબ તેઓ જે. એચ. ભાલોડીયા કોલેજમાં પાર્ટ ટાઈમ અઘ્યાપક હતા, ત્યારબાદ ફુલ ટાઈમ અધ્યાપક થયા, ત્યારબાદ એમ.એન. વિરાણી સાયન્સ કોલેજમાં સીનીયર લેકચ૨૨ થયા અને મારવાડી કોલેજમાં સિલેકશન ગ્રેડના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયુકત થયા. ડો.અમી ઉપાઘ્યાયનું પીએચ.ડી. કાર્ય માર્ચ ૨૦૧૧ માં સંપન્ન થયું છે. આમ રાજય સરકારના નિયમ અનુસાર તેઓનો અનુભવ ૨૦૧૧ પછીનો જ માન્ય અનુભવ કહેવાય. તેમની અરજીમાં તેમણે એમ.ફીલ. માં ૫૯.૦૪% દર્શાવ્યા છે જયારે યુનિવર્સિટીએ ૨૭/૬/૨૦૦૯ માં જે પ્રમાણપત્ર આપ્યું છે તેમાં પાસ કલાસ દર્શાવેલ છે. ૧૧/૩/૨૦૧૩ ના રોજ જયારે તેમની અરજી માન્ય કરવામાં આવી ત્યારે તેઓને પીએચ.ડી. પૂર્ણ કરે બે જ વર્ષ થયા હતા. તેમનો આર.પી. ભાલોડીયા કોલેજનો અનુભવ પાર્ટ ટાઈમ તરીકેનો હતો, ત્યારબાદ તેઓનો મણીબેન વિરાણી અને નવલબેન વિરાણી સાયન્સ કોલેજનો અનુભવ પણ અધ્યાપક તરીકેનો પૂર્ણ સમયનો હોય તેવું જણાતું નથી. તેમની નિમણૂંક પત્રમાં પગાર ધોરણ પણ દર્શાવેલ છે તે પણ શંકાસ્પદ છે કારણ કે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં આવું પગાર ધોરણ લખાતું હોતું નથી અને ત્યારબાદ તેમને મારવાડી યુનિવર્સિટીમાં જે અનુભવ લીધો છે તે અનુભવ માટેની તેમની નિયુકિતને જી.ટી.યુ. ઘ્વારા પણ યુ.જી. કે પી.જી. ની માન્યતા આપવામાં આવી નથી. આમ, ડો.અમી ઉપાધ્યાયની યુનિવર્સિટીની માન્યતાઓ હોય તેવું જણાતું નથી. માત્ર જે તે કોલેજ કક્ષાએથી કોલેજે સીધી જ નિયુકિત (યુનિવર્સિટીની અને યુ.જી.સી. ની ધારાધોરણ પ્રમાણે પસંદગી સમિતિમાં પસંદ થયા વગર) કરવામાં આવેલ હોય તેમ જણાય છે.જાહેરાતમાં પીએચ.ડી. ગાઈડ તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું હોવું જોઈએ અર્થાત ગાઈડ હોવા જોઈએ. તે એસેન્સીયલ કન્ડીશન હતી તેનો પણ ભંગ કરીને તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. એ.પી.આઈ. માં તેઓએ રજૂ કરેલી બાબતો પૈકી જે કોન્ફરન્સો દર્શાવેલ છે તે કોન્ફરન્સોમાં એક જ દિવસે એટલે કે ૬/૧૨/૨૦૦૯ થી ૮/૧૨/૨૦૦૯ વચ્ચે તેમણે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ અને આર્ટસ કોમર્સ કોલેજ માણાવદર એમ બંને જગ્યાએ નેશનલ કોન્ફરન્સ કર્યાના પ્રમાણપત્રો રજૂ કર્યા છે. ૬/૧૨ ના રોજ તેઓ અમદાવાદ અને જૂનાગઢ બંને કોન્ફરન્સોમાં એક સાથે ઉપસ્થિત હતા તેવું સ્પષ્ટ જણાય છે.રાજય સરકારના નિયમો મુજબ યુ.જી.સી. ની લાયકાત મુજબ જયારે તેમની નિમણૂંક થઈ ત્યારે તેઓ કોઈપણ રીતે લાયકાત ધરાવતા ન હતા તેમ છતાં તેમની નિયુકિત કરી છે, અત્યાર સુધી પ્રોફેસર તરીકેનો તેમણે પગાર લીધેલો છે અને એ પ્રોફેસરના પદને લીધે જ ઘણા હોદાઓ ખોટી રીતે પ્રાપ્ત થયા છે. રાજયને આર્થિક નુકશાન કર્યુ છે. આ બધી હકીકત ચકાસવા માટે અમારી માંગ છે.અરજી સાથે જોડેલું પ્રમાણપત્ર અને અરજીમાં લખેલ વધારે કુલ પગાર જુદો પડે છે. અનુભવના પ્રમાણપત્રોમાં અગાઉની નોકરીમાંથી છૂટા થયા તારીખ અને નોકરીમાં જોડાયા તારીખનો મેળ નથી અને પગાર ધોરણોનો ઉલ્લેખ પણ ખોટો છે. અર્થાત ઉભા કરાયેલ જણાય છે. અર્થાત પ્રમાણપત્ર ખોટા જણાય છે જી.ટી.યુ. કે કોઈ યુનિવર્સિટીએ પીજી શિક્ષક તરીકેની માન્યતા આપેલ નથી જેથી રેકોર્ડ વગરનો અનુભવ ગણી શકાય નહી.જેમનો તેઓએ પોતાની પ્રોફેસર તરીકે કરેલી અરજીમાં સંદર્ભ આપ્યો છે એ જ એમના ગાઈડ ઈન્ટરવ્યુમાં ખોટા નામથી હાજર રહયા અને તેઓની પસંદગી કરી રોજકામમાં ઓળખ છુપાવી ખોટા નામથી સહીઓ કરી. (Conflict of interest) નિયત એ.પી.આઈ. ધરાવતા નહોતા. પુસ્તકો પ્રકાશિત કર્યા પહેલા એ.પી.આઈ. ગણાયો રીસર્ચ પ્રોજેકટમાં કોઈ અધિકૃત ભૂમિકા નહોતી.આ અંગે તપાસ કરી રેકોર્ડ કબજે લઈ તેઓના કાર્યકારી કુલપતિના હોદા પરથી દૂર કરવા જોઈએ. જેથી હોદાનો દૂર ઉપયોગ કરી રેકોર્ડ સાથે ચેડાં ન કરે કે કરાવે માટે આ બાબતે સત્વરે યોગ્ય પગલાં ભરવા માંગ છે.નિમેલી સમિતિ મને રૂબરૂ બોલાવશે તો હું રૂબરૂ આવીને આ બધા જ આધારો રજૂ કરીશ .આ અંગે ત્વરિત પગલા ભરવા કે યોગ્ય આદેશો આપવા મારી માંગ છે.