ગુજરાત વિધાનસભામાં પેપરલીક સામેનું બિલ સર્વાનુમતે પસાર : રાજ્યપાલની મંજુરી મળતા કાયદો બની જશે

Spread the love

નવા કાયદામાં પેપર લીક ગુનાના ગુનેગારને ૧૦ વર્ષ સુધીની સજા અને રૂ.૧ કરોડ સુધીના દંડની જોગવાઇ : પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો- આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને પણ આ કાયદામાં આવરી લેવાયા : ગૃહમંત્રી હર્ષ સંઘવી

પ્રજાનાં હિતના બિલને ભૂતકાળમા પણ ટેકો આપ્યો છે આજે પણ આપીશું : શૈલેષ પરમાર

ગાંધીનગર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થઈ હતી. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલી, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ, દાઉદભાઈ પટેલ, મહિપતસિંહ જાડેજા તથા હરેશકુમાર ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.બાદ રાજ્ય સરકાર દ્વારા પેપરલીક મામલે તૈયાર કરવામાં આવેલા બિલને આજે સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ ગૃહમાં મૂકાયું હતું.

વિધાનસભા ખાતે ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-૨૦૨૩ રજૂ કરી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, કાયદાની મર્યાદાને ઢાલ બનાવીને યુવાનોના ભવિષ્ય સાથે હવે કોઇ રમત કરી શકશે નહિ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિવસ-રાત એક કરી તનતોડ મહેનત કરતા રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સહેજ પણ સાખી લેશે નહીં. જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો- આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને આ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે. પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલાં ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે ખરીદવાની હિંમત ન કરે તેવો દેશભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી આ કાયદાના માધ્યમથી કરી શકાશે. નવા કાયદામાં પેપર લીક ગુનાના ગુનેગારને ૧૦ વર્ષ સુધીની સજા અને રૂ.૧ કરોડ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. વિધાનસભા ખાતે રજૂ કરાયેલ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-૨૦૨૩ સર્વસંમતિથી પસાર થયુ હતું.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી નોકરી આપવા માટે આ સરકાર એક પારદર્શક પ્રક્રિયાનો ઢાંચો બનાવીને તેના માધ્યમથી તમામને યોગ્ય તક મળે તે માટે કામ કરી રહી છે. રાજય સરકારે વિવિધ સરકારી કચેરીઓમાં ભરતી માટેનું ૧૦ વર્ષિય કેલેન્ડર બહાર પાડીને લાખો જગ્યાઓ પર ભરતી માટે અયોજનબધ્ધ રીતે કામ કરી રહી છે. પરંતુ કેટલાક લેભાગુ, અસામાજીક અને વિકાસ વિરોધી તત્વો આ પારદર્શી ભરતી પ્રક્રિયાને દૂષિત કરવા પેપરો ફોડી રહ્યા છે જે અત્યંત દુઃખની બાબત છે. “પેપર ફૂટતું નથી, પણ માણસ ફુટી જાય છે” આ ફુટતા માણસના મુદ્દે રાજકારણ કરવાની કોઈ ગુંજાઈશ નથી, કારણ કે આ એક અત્યંત નાજુક, સંવેદનશીલ અને પેચીદો પ્રશ્ન છે. આ સળગતી સમસ્યા કોઈ એક વ્યકિતની નથી પરંતુ રાજ્યના અને દેશના યુવાનોની સમસ્યા છે. આપણા બાળકોના ભવિષ્યનો વિષય છે. માટે જ આ સમસ્યાના ઇલાજ માટે આ વિધેયક લાવવામાં આવ્યુ છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. મંત્રીએ ખુબ જ સંવેદના સાથે ગૃહમાં કહ્યુ કે, ભરતી માટેના પરીક્ષાના પેપરો ફુટવાથી અથવા તેમાં કોઇ ગેરરીતિ થવાની બાબત લાખો યુવાનોને નિરાશ કરે છે, તેમના સપના તૂટે છે. તેમના વાલીઓમાં પણ રોષ ઉભો થાય તે સ્વાભાવિક છે. ભરતી માટેની થોડી જગ્યાઓ માટે શિક્ષણના વધેલા વ્યાપના કારણે અરજીઓની સંખ્યા સતત વધી રહી છે. પરીક્ષાનું પેપર ફુટવાને પરિણામે ઉમેદવારોની હાલાકી વધે છે. પરીક્ષા રદ્દ કરવાના કારણે રાજય સરકારે નોંધપાત્ર નાણાકીય બોજ ઉઠાવવો પડે છે અને ફરી વાર પરીક્ષા લેવાના કારણે આ નાણાકીય બોજમાં પણ વધારો થાય છે. જેથી આવા બનાવોને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર હોય છે અને અમારી સરકારે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે પેપર ફૂટવાની ઘટના કે પરીક્ષામાં ગેરરીતિની સમસ્યા સામે આવી છે ત્યારે સરકારે એક પળનો પણ વિચાર કર્યા વગર જે-તે પરીક્ષા રદ કરી છે. યુવાનોના ભવિષ્યથી વિશેષ કોઇ બાબત નથી, યુવાનોને સમાન તક મળે તેમાં કોઇ બાંધછોડ કરવામાં નહિ આવે તેવુ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ. ભૂતકાળના બનેલા આવા બનાવોમાં સરકારે ગુનાઓ દાખલ કર્યા છે. ગેરરીતિ કરનાર તમામ લોકો વિરુદ્ધ શક્ય તે તમામ કડક પગલાં લીધા છે. પરંતુ બે કારણોને લીધે આ પૂરતું નથી. પહેલું કારણ એ છે કે આવા બનાવોમાં ગુનાઓ દાખલ કરવામાં કાયદાકીય પ્રશ્નો આવે છે. આવા બનાવોને શું કહેવું? પરીક્ષામાં ચોરી કહેવી? છેતરપીંડીં કહેવી? સરકારી ફરજમાં રૂકાવટ કહેવી? ફોર્જરી કહેવી? વિશ્વાસઘાત કહેવો? Indian Penal Code (IPC)ની કઇ વ્યાખ્યાની કઇ કલમ લગાડવી તે પ્રશ્ન એટલા માટે આવે છે કારણ કે પછી આ કલમને ન્યાયની અદાલતમાં સાબિત કરવામાં વ્યાખ્યાઓની પાતળી ભેદરેખા અવરોધરૂપ બને છે. આનો લાભ આરોપીઓને મળે છે. તેવી જ રીતે બીજું કારણ એ છે કે આ સંબંધીત કલમોમાં સજાની જોગવાઇ ઓછી છે. હાલમાં જે કલમો લગાડવામાં આવે છે તેમાં મોટાભાગની કલમો હેઠળ ગુના જામીનપાત્ર છે અને સજાની જોગવાઈ હળવી છે. તેથી આવા આરોપીઓ જામીન મુકત થઈ ફરીવાર આવી પ્રવૃત્તિ આચરતા હોય છે. જેથી આવા ગુનાઓ સાબિત પણ થાય તો પણ તેમાં સજા ઓછી હોવાથી આરોપીઓમાં ડર ઉભો થતો નથી. આ બાબતો ઉપર ખૂબ ઉંડાણપૂર્વક વિચાર કર્યા પછી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે કાયદાની મર્યાદાને ઢાલ બનાવીને હવે યુવાનોના ભવિષ્ય સાથે કોઇને રમત કરવા દેવામાં આવશે નહિ.  પરીક્ષામાં ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે સામાન્ય લોકોના વિશ્વાસ મેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે સરકાર આ કાયદો લાવવા માંગે છે. અન્ય કેટલાક રાજ્યોમાં પણ આ પ્રકારનો કાયદો અમલી છે. આ કાયદાઓની જોગવાઈઓનો પણ અભ્યાસ કરીને આ વિધેયક તૈયાર કરવામાં આવ્યુ છે. આ વિધેયકમાં પરીક્ષા લેવાના અને તેનું પરિણામ જાહેર કરવાના તમામ સ્તર, તમામ તબક્કા ઉપર ચેક મૂકવામાં આવ્યા છે. પેપર કાઢવું, છાપવું, વિતરણ કરવું તમામ પ્રક્રિયાને આવરી લેવામાં આવી છે. તેવી જ રીતે આ કાયદાના દાયરામાં તમામ પ્રકારની ગેરરીતિ પણ આવરી લેવામાં આવી છે. પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો- આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને પણ આ કાયદામાં આવરી લેવામાં આવ્યા છે. પેપર ફોડનાર ગેંગ, તેના સભ્યો, પેપર વેચનાર કે ખરીદનાર એજન્ટ કે વ્યક્તિ, ગુનામાં કે કાવતરામાં સામેલ હોય તેવા પરીક્ષાર્થી, કે પરીક્ષા પ્રક્રિયા સાથે સંકળાયેલ કોઇપણ વ્યક્તિ-આમ આ કાયદા અને તેની જોગવાઇઓને એકદમ સચોટ, કડક અને સર્વગ્રાહી બનાવવામાં આવી છે.આ કાયદાને કારણે આગામી દિવસોમાં લેવાનાર ગુજરાત જાહેર પરીક્ષાઓ ખૂબ જ પારદર્શક રીતે તથા કોઇ૫ણ પ્રકારની ગેરરીતિ વિના લઇ શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ કહ્યુ કે, જુદીજુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દિવસ-રાત એક કરી તનતોડ મહેનત કરતા રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સાખી લેશે નહીં.અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલાં ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી આ કાયદાના માધ્યમથી કરી શકાશે તેમાં કોઇ શંકા નથી. જાહેર ભરતીના મુદ્દે સભા ગૃહના સૌ સભ્યોએ આ વિધેયકને સમર્થન આપી આ વિધયેક સર્વાનુમતે પસાર કર્યુ તે બદલ મંત્રીએ સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રજાનાં હિતના બિલને ભૂતકાળમા પણ ટેકો આપ્યો છે આજે પણ આપીશુંઃશૈલેષ પરમાર

ગુજરાત કોંગ્રેસે પરીક્ષા વિધેયક બિલને આવકાર્યું છે. શૈલેષ પરમારે ગુજરાત જાહેર વિધેયકને આવકારતા કર્યું કે હું અને કોંગ્રેસ પાર્ટી હર્ષ સાથે બિલને આવકારીએ છીએ. યુવાનોનાં ભાવિ સાથે ચેડા કરનાર લોકોને સાંખી લેવામાં નહી આવે. પરીક્ષા વિધેયકને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રજા હિતના બિલને કોંગ્રેસે ભૂતકાળમાં ટેકો આપ્યો છે આજે પણ આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com