અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચે ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરીની સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર બી.સી.સોલંકી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવીઝન હેઠળ તથા પો.ઇન્સ. એ.ડી.પરમારના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. એસ.યુ.ઠાકોરની ટીમને મળેલ બાતમી આધારે આરોપી અર્જુનભાઇ માધુભાઇ ઠાકોર ઉ.વ.૩૦ મ.નં.ગેટ નં.૩ રામની ચાલી બાલભવન પાસે ખોખરા અમદાવાદને વગર પાસ પરમીટનો ગેરકાયદેસરનો દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૫૩/૨૦૨૩ ધી આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ એસ.યુ.ઠાકોર, પો.સ.ઇ. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
(૧) એ.ડી.પરમાર,પો.ઇન્સ.(માર્ગદર્શન)
(૨) શ્રી એસ.યુ.ઠાકોર, પો.સ.ઇ.(ત.ક.)
(૩) હે.કો. હરપાલસિંહ પવનસંગ
(૪) અ.પો.કો. મનોજસિંહ મુકુંદસિંહ (બાતમી)
(૫) અ.પો.કો. મહેશભાઇ ગોરધનભાઇ (બાતમી)
(૬) અ.પો.કો. કેતનકુમાર વિનુભાઇ
(૭) અ.પો.કો નિકુંજકુમાર જયકિશન
(૮) અ.પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ