આરોપી લકિરાજસિહ ઉર્ફે લકી
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ. વી.કે.દેસાઈ તથા હે.કો. રમેશભાઈ તથા હે.કો. રોહિતાસિંહ દ્વારા ધાના ગુનામાં નાસતા ફરતા આરોપી લકિરાજસિહ ઉર્ફે લકીને તા.૨૭/૦૨/૨૦૨૩ ના કલાક ત્રણ વાગે નરોડા ગેલેક્ષી સિનેમા પાસે જાહેર રોડ પરથી ઝડપી લીધેલ છે. આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી.૪૧(૧)એ મુજબ કાયદેસર કાર્યવાહી કરી છે.આરોપીએ ત્રણ ગુનાઓમાં નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી .ગઈ તા.૧૨/૧૨/૨૨ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે સત્વ શીવ ગોલ્ડ વેદાંત સ્કુલની સામે નિકોલ ખાતે ગેટ પાસે આરોપી તથા તેનો મિત્ર નામે ધનરાજસિહ ચાવડા જે અગાઉ માનસી ટેનામેન્ટ પ્રાશ્વનથાન કેનાલ ખાતે રહેતા હતાં. હાલ કયા રહે છે તેની મને ખબર નથી જેઓ રિક્ષા ચલાવે છે. તેમજ જય સિનેં તે અગાઉ અમારી સોસાયટીમાં રહેતો હતો જે હાલમાં ચાંદખેડા બાજુ રહેવા માટે ગયેલ હતો. તે ત્રણેય જણા ઉભેલ હતા તે દરમ્યાન એક ભાઈ સાથે એકટીવા મુકવા માટે બોલાચાલી અને ઝધડો થયેલ હતો જેથી તેની વિરુધ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હતો જે ગુનામાં અમો ત્રણેય પકડાયેલ નથી.તેમજ ગઈ તા.૨૯/૧૨/૨૨ ના રાત્રીના દોઢ વાગ્યાના સુમારે જ્યોતી રેસીડન્સીની બાજુમાં આવેલ પાનના ગલ્લા ઉપર હુ તથા મારો મિત્ર રિશબ તોમર તથા તેનો મિત્ર સાથે સિગારેટ પીવા માટે ગયેલા તે દરમ્યાન એક વ્યકિત ત્યા આવેલ અને સિગારેટ સળગાવવા બાબતે મારા મિત્ર રિશબ તોમર સાથે બોલાચાલી થયેલ જેથી આરોપીઓ તેને માર ઝુડ કરેલ અને ત્યાર બાદ અમો મો.સા. લઈ જતા હતા ત્યારે આ વ્યકિત મળતા તેને મારી પાસેની છરી થી ડરાવવા જતા તેને સામાન્ય કાન ઉપર ઈજા થયેલ તેમજ રિશબ તોમરે દંડો
મારેલ હોય અમારી વિરુધ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ છે, જે ગુનામાં તે પકડાયેલ નથી.તેમજ ગઈ તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ નવા નરોડા નિરવ ઈન્ટરસીટી શોપીંગ સેન્ટર દુકાન નંબર-૦૯ ની ઓફિસ આગળ જે બનાવ બનેલ જેમાં ઓફિસ આગળ પડેલ ગાડીઓ તથા ઓફિસમાં તોડ્યુોક તેના મિત્રો નામે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો બારડ તથા પ્રેમસિહ તોમર તથા સાહિલ ઉર્ફ જોગી શાહુ તથા બીજા માણસો કરી ઓફિસમાંથી રૂપીયા ૧૫,૦૦૦/- ની લૂંટ કરેલ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ જે ગુનાની એફ.આર.આઈ.માં તેનું નામ લખાવેલ છે.