ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ૧૧ ભાષામાં રાજીનામુ માંગતો ટ્વિટર #Resign_Harsh_Sanghavi ગુજરાતભરમાં છવાયો : હેમાંગ રાવલ
અમદાવાદ
ગુજરાત વિધાનસભા ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કૌભાંડી – ડબલ એન્જિન સરકાર દ્વારા તેમના શાસનકાળમાં પહેલા પેપરો ફૂટ્યા. એક – બે વખત નહિ = તેરથી વધુ વખત પરીક્ષાઓના પેપર ફૂટયા, આ પેપર નહિ ગુજરાતના યુવાનોના નસીબ ફૂટ્યા હતા, તેમના સપનાઓ તૂટ્યા હતા. પહેલા પેપર ફૂટવાના કૌભાંડ થતાં.હવે જે બહાર આવ્યું છે. તેમાં કોઈ પરીક્ષાની તૈયારી નહિ કરવાની, ફોર્મ નહિ ભરવાના, પરીક્ષા આપવા પણ નહિ જવાનું, સીધા ૪૦-૫૦ લાખ રૂપિયાનો વહીવટ કરો ! અને ભાજપ સરકારમાં સીધી નોકરી મેળવો . કરાઈ પોલિસ એકેડમી ખાતે કોઈ પણ જાતની પરીક્ષા પાસ કર્યા સિવાય એક મયુર નામનો યુવાન ત્યાં ટ્રેનિંગમાં ભરતી થાય છે, લાંબા સમય સુધી ટ્રેનિંગ લે છે. ત્યાં એને બેરેક પર રહેવાની, જમવાની વ્યવસ્થા થાય છે. દરેક ક્લાસમાં ભાગ લે છે પરંતુ સરકારના, ગૃહ મંત્રાલયના ધ્યાને આવતું નથી. રાતોરાત જ્યારે બહારથી તેની માહિતી મળે ત્યારે સરકાર તપાસ માટે જાગી હોય તેમ કહે, બી,જે,પી. ઓફિસથી પ્રેસ રિલીઝ કરે કે આ તો અમે જાણતા હતા પણ ગુપ્ત રાહે તપાસ કરતા હતા. ૪ ૪ દિવસથી ગુપ્ત રાહે તપાસ થતી હોય પણ તેની ખબર રાજ્યના ગૃહમંત્રી અને સરકાર ને ન હોય, આજે ગૃહમાં જ્યારે ગુજરાતના યુવાનોની ચિંતા કરી ગંભીર વિષય લઈ ચર્ચાની કોંગ્રેસ પક્ષ માંગણી કરે ત્યારે રાજ્યના ગુજરાતના મુખ્યમંત્રી તેની સ્પષ્ટ ના પાડે, ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વિકારી શરમ અનુભવવી જોઈએ, રાજીનામું આપવું જોઈએ.કોંગ્રેસ પક્ષ અને સાથી પક્ષો તરફથી માંગણી કરીએ છીએ કે પહેલા તો પેપરો ફૂટતા હતા હવે તો બારોબાર પરીક્ષા આપ્યા વગર પૈસા આપીને નોકરીઓ મળે છે તો અમારા ભવિષ્યનું શું?સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે સરકાર ખુલ્લા મને ચર્ચા કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. હવે જ્યારે સીધી ભરતી થતી હોય અને ગૃહ વિભાગમાં થતી હોય ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી, શરમ કરી તાત્કાલીક ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગણી પણ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કોકોઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે પહેલા તો ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના બનતી હતી અને ભરતી કૌભાંડો થતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે તો ૪૦ લાખ રૂપિયા આપો અને સીધા જ સરકારી નોકરી મેળવી શકો છો ! અને તે પણ પોલીસની નોકરી.. ! કૌભાંડની ઘટનાને અનુલક્ષીને ગુજરાતની જનતા અને ખાસ કરીને ૬૦ લાખ બેરોજગારોમાં ખૂબ જ રોષ વ્યાપેલો છે. તેઓએ અને ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા તથા આગેવાનોએ ટ્વિટર પર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી નું રાજીનામું માંગતો ટ્રેન્ડ #Resign_Harsh_Sanghavi કર્યો હતો અને સમગ્ર ગુજરાતમાં ૧૨૦૦૦ કરતાં પણ વધારે ટ્વિટ સાથે તે પાંચમા નંબરે છવાયો હતો.ગુજરાતના બેરોજગારોએ હર્ષ સંઘવી પાસે નૈતિક રીતે રાજીનામું માંગતા જણાવ્યું હતું કે અમે હર્ષભાઈ પાસે ગુજરાતીમાં રાજીનામું માંગી રહ્યા છીએ પરંતુ ધોરણ આઠ સુધી જો તે ભણતા હતા ત્યારે ગુજરાતી વિષય ના ભણાવતો હોય અને તેમને ગુજરાતીમાં સમજ ન પડતી હોય તો દેશની વિવિધ ૧૧ ભાષામાં સોશિયલ મીડિયા દ્વારા તેમનું રાજીનામું માગવામાં આવી રહ્યું છે. માટે તેઓ નૈતિકતાના ધોરણે તાત્કાલિક રાજીનામું આપે અને ગુજરાતના ૬૦ લાખ શિક્ષિત બેરોજગારોમાં વિશ્વાસ સંપાદિત કરે. રાજીવ ગાંધી ખાતે આયોજિત આ પત્રકાર વાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર અમિત નાયક અને પાર્થિવરાજ કઠવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.