અમદાવાદ
ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા ગેર કાયદેસર હથીયારોની હેરાફેરી તેમજ વેચાણ કરતા ઇસમો બાબતે રાખવામાં આવેલ ડ્રાઇવ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર, તથા નાયબ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઇ. એ.ડી.પરમારની ટીમ દ્વારા ગેરકાયદેસર હથીયારોની હેરાફેરી બાબતે આ હથિયારો શોધી કાઢવાની સૂચના અનુસાર ગે.કા. હથીયારની વેચાણની પ્રવૃતીમાં સંડોવાયેલ ઇસમ હનીફ ઉર્ફે સબીર ઇમામભાઇ બેલીમ ખેડબ્રહ્મા પો.સ્ટે. ખાતે આંગડીયા લુંટ વિથ મર્ડરના ગુનામાં તથા ઘણા બધા હથીયારો વેચાણના ગુનામાં વોન્ટેડ છે અને ગે.કા. હથીયારો રાખવા તેમજ વેચવાની પ્રવૃતી કરે છે, જે બાબતે પો.સ.ઈ બી.યુ.મુરીમાં, પો.સ.ઇ. પી.એચ.જાડેજા તથા ટેકનીકલ પો.સ.ઇ. એમ.ડી.મકવાણાની ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સથી હનીફને શોધવા ચક્રો ગતીમાન કરેલ જેના ભાગરૂપે આ હનીફ બેલીમ હાલ ગુજરાતમાં હથીયારોની હેરાફેરી કરવા આવેલ હોવાની માહીતી મળેલ તે દરમ્યાન ૨૮ મી ફેબ્રઆરી નાં રોજ અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સ્ટાફના હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇને મળેલ બાતમી આધારે, સાણંદ ચોકડી થી શાંતીપુરા સર્કલ તરફ જતા રોડ ઉપર વિકાસ પાઇપ્સ પ્રા.લી.ની બાજુમાં રોડની કિનારે જાહેરમાંથી આરોપીઓ (૧) હનીફભાઇ ઉર્ફે સબીરભાઇ ઉર્ફે કાળીયો ઉર્ફે નાનુખાન (૨) અસલમ અનવરભાઇ સોલંકી (૩) મોહમંદખાન ઉર્ફે જામ (૪) આસિફખાન ઉર્ફે રેબર સ/ઓ અહેમદખાન શેરખાન મલેકને પકડી તેના વિરૂધ્ધમાં હથિયાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન હનીફભાઇ ઉર્ફે સબીરભાઇ ઉર્ફે કાલીયા ઉર્ફે નાનુખાને પોતાની પાસેના હથીયારો વેચાણ આપવા માટે અસલમ અનવરભાઇ સોલંકી તથા મોહમંદખાન ઉર્ફે જામ તથા આસિફખાન ઉર્ફે રેબર ને બોલાવતા તેઓ ત્રણેય તેની પાસેથી હથીયાર ખરીદવા આવેલ હોવાનુ અને આ ત્રણેય ઇસમોના કબ્જામાંથી મળી આવેલ હથીયારો ત્રણેયે આ હનીફ પાસેથી વેચાણ પેટે લીધેલ હોવાનુ જણાવેલ અને આ તમામ હથીયારો હનીફે મૌલિકસિંહ પાસેથી લીધેલ. તેમજ બંદુક કાળુભા ભીખુભા રાઠોડને વેચાણ આપેલ પરંતુ થોડો સમય રાખ્યા બાદ આ બંદુક તેણે પરત મોકલાવેલ. અને તેના બદલામાં સારી પિસ્તોલ મંગાવેલ હતી જે આરોપીઓ પાસેથી પકડાયેલ ગે.કા હથિયારનો અમદાવાદ શહેર સહીત ગુજરાત ભરમાં અગાઉ બનેલ કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ઉપયોગ થયેલ છે કે કેમ? તેમજ આરોપીએ અગાઉ આ પ્રકારના બિજા કોઈ ગે.કા હથિયાર લાવેલ કે કોઈને આપેલ છે કે કેમ? વિગેરે બાબતેની વધુ પુછપરછ તથા તપાસ તજવીજ પો.ઈ. એ.ડી.પરમાર તથા પો.સ.ઈ બી.યુ.મુરીમા ચલાવી રહેલ છે.
બનાવની હકીકત એવી છે કે, ત્રણેક વર્ષ અગાઉ સાબરકાંઠાના ખેડબ્રહ્માના ચકચારી આંગડીયા લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ. જે ગંભીર ગુનામાં આરોપી હનીફ ઉર્ફે સબીર ઇમામ બેલીમની સંડોવણી ખુલવા પામેલ હતી. અને પોતે હથીયારોનો ગે.કા. વેચાણની પણ પ્રવૃતી સાથે સંકળાયેલ હોવાની હકીકત જાહેર થયેલ. ત્યારબાદ ગુજરાત રાજ્યના ડી.જી.પી. સાહેબશ્રી દ્વારા ગેર કાયદેસર હથીયારોની હેરાફેરી તેમજ વેચાણ કરતા ઇસમો બાબતે ડ્રાઇવે રાખવામાં આવેલ. જે બાબતે પો.ઇ.સ.શ્રી બી.યુ.મુરીમા તથા ટેકનીકલ પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા નાઓ ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપી હનીફને ટ્રેક કરતા હતા અને રાજ્યમાં તથા રાજ્ય બહાર જુદી-જુદી જગ્યાએ તપાસ કરેલ. જે બાબતે વર્ક ડેવલોપ કરી સ્ટાફના માણસોને તેની સંપુર્ણ માહીતી અને ગતીવીધીથી વાકેફ કરી શોધી કાઢવા સુચના આપેલ. જે આધારે આરોપી હનીફભાઇ ઉર્ફે સબીરભાઇ ઉર્ફે કાળીયા ઉર્ફે નાનુખાન તથા અન્ય ત્રણ આરોપીઓ કુલ-૧૨ હથીયારો સાથે મળી આવેલ.
આ હનીફ ઉર્ફે નાનુખાન લુંટ વિથ મર્ડરના ગુનામાં વોન્ટેડ થયા બાદ ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ આશરો મેળવી રહેતો હતો. તેમજ પોલીસની ભીંસ વધતા પ્રથમ રાજસ્થાન બાદ પંજાબ, યુ.પી., બિહાર, તમિલનાડુ, કર્ણાટક કેરલા વિગેરે રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવવા સારૂ નાનુખાન નામથી રહેતો હતો અને પોતે આવા ગંભીર પ્રકારના ગુનામા વોન્ટેડ હોય, જેથી પોતાની ઓળખ છુપાવી પોતે બાંધકામમાં મજુરી તરીકે અલગ-અલગ રાજ્યોમાં રોકાતો હતો અને પોતાના મિત્ર સબંધી કે તેની પત્નિ કે-જે મુંબઇ (થાણે) ખાતે રહે છે તેની સાથે પકડાઇ જવાના ડરથી સંપર્કમાં રહેતો નહીં. અને કોઇપણ રાજ્યમાં કામ સબબ રોકાયા બાદ જ્યારે અન્ય રાજ્યમાં જગ્યા બદલે ત્યારે પોતાના જુના તમામ સંપર્કો સાથે છેડો ફાડી નાખી પોતાના કોઇ નિશાન રહેવા દેતો નહી. જે ઘણા સમય બાદ પોતે ગુજરાતમાં હથીયારો રાખવાના તથા વહેંચવાના કામ સબબ ગુજરાતમાં આવતા ૧૨ હથીયારો સાથે પકડાયેલ અને પોતાના હથીયારો વહેંચવા માટે ગ્રાહકોને “ મહોબત સે દે રહા હું” તેમ કહી હથીયાર આપતો હતો. અને આ અગાઉ હનીફ આણી ટોળકીના વીસેક હથીયારો અગાઉ ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ પકડાઇ ચુકેલ છે. તેમજ તેના ગેંગના સભ્યો ગુજરાતમાં જુદી-જુદી જેલમાં બંધ છે. તેમજ આ હથીયારોનો સોદાગર હનીફ ગુજરાત રાજ્યની જુદી-જુદી એજન્સીઓ દ્વારા મોસ્ટ વોન્ટેડ હોય, ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તેને ઝડપી પાડવ સફળતા મેળવેલ છે. તેમજ ગુજરાતમાં કે રાજ્ય બહાર અન્ય કઇ કઇ જગ્યાઓએ હથીયારોની આપ-લે કરવામાં આવેલ છે. તે બાબતે વધુ તપાસ ચાલુ છે. અને વધુ આરોપીઓ પકડવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. તેમજ આ હથીયારો આપનાર મૌલીકસિંહ ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે.ના આંગડીયા લુંટના ગુનામાં વોન્ટેડ છે.
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ હથીયારો
(૧) બંદુક નંગ-૦૧
(૨) દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧
(૩) રિવોલ્વર નંગ-૦૧
(૪) પિસ્તોલ નંગ-૦૯
(૫) નાના કારતુસ નંગ-૦૨
મળી કુલ્લે રૂ. ૩,૦૫,૨૦૦/- નો મુદ્દામાલ
પકડવાના બાકી આરોપીઓ
(૧) મૌલિકસિંહ ઉર્ફે મુનાબાપુ રણમલસિંહ વાઢેર રહે, ગામ-રાણોદ તા.શંખેશ્વર જી.પાટણ (૨) કાળુભા ભીખુભા રાઠોડ રહે, ગામ-દુદખા તા.સમી જી.પાટણ
આરોપી હનીફભાઇ ઉર્ફે નાનુખાનના પકડવાના બાકી ગુનાઓ
(૧) સાબરકાંઠા ખેડબ્રહ્મા પો.સ્ટે. ગુ.ર.નં. ૪૧/૨૦૨૦ ઇપીકો કલમ-૩૯૬, ૩૯૭, ૩૦૨, ૧૨૦(બી), ૩૪, ૨૧૨ તથા આર્મ્સ એક્ટ કલમ- આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ), ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ
(૨) સાબરકાંઠા હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૧૨/૨૦૨૦ આર્મ્સ
એક્ટ કલમ- આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ), ૨૯ તથા જી.પી.એકટ
કલમ ૧૩૫(૧) મુજબ (૩) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૭૯/૨૦૨૦ આર્મ્સ એક્ટ કલમ- આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ), ૨૭(૧), ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ.
(૪) પાટણ સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૯૫૫/૨૦૨૨ આર્મ્સ એક્ટ કલમ- આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧) એએ, ૨૫(૧)(બી-એ), ૨૭(૧), ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ.
આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ
• આરોપી હનીફભાઇ ઉર્ફે સબીરભાઇ ઉર્ફે કાળીયા ઉર્ફે નાનુખાન અગાઉ ગાંધીધામ પો.સ્ટે. ખાતે ઇંગ્લીશ દારૂના બે કેસ, જુગારનો એક કેસમાં તથા રાધનપુર પો.સ્ટે. ખાતે આશરે વર્ષ-૨૦૧૦ માં લુંટના એક કેસમાં તથા પાલનપુર પો.સ્ટે. ખાતે હથીયારના એક કેસમાં તથા વર્ષ-૨૦૦૯ માં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે એલીસબ્રીજ તથા નવરંગપુરા પો.સ્ટે.ના બાઇક ચોરીના એક-એક કેસમાં પકડાયેલ છે. અને એક વખત પાસામાં જુનાગઢ જેલ ખાતે રહેલ છે.
• મોહમંદખાન ઉર્ફે જામ સ/ઓ નસીફખાન રહેમતખાન મલેક અગાઉ ત્રણેક વર્ષ પહેલા સુરેન્દ્રનગર એલ.સી.બી. ખાતે એક હથીયારના કેસમાં પકડાયેલ છે.
• આસિફખાન ઉર્ફે રેબર સ/ઓ અહેમદખાન શેરખાન મલેક અગાઉ બેએક વર્ષ પહેલા બોટાદ પાળીયાદ પો.સ્ટે. ખાતે મારામારીના એક કેસમાં તથા ત્રણેક વર્ષ પહેલા ધ્રાંગધ્રા પો.સ્ટે. ખાતે મારામારીના કેસમાં પકડાયેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
૧. પો.ઇન્સ. એ.ડી.પરમાર
૨. પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા
3. પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા
૪. પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ
૫. વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા
૬ એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ
૭. હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ૮.હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન
૯.હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા
૧૦. હે.કો. વસંતભાઇ જીવાભાઇ
૧૧. હે.કો. ભરતસિંહ અમરસિંહ
૧૨. હે.કો. ભવાનીસિંહ હરૂભા
૧૩. હે.કો. સંજય અભેસિંહ
૧૪. પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ
૧૫. પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ
૧૬. પો.કો.નાગરાજભાઇ અમકુભાઇ
૧૭. પો.કો. રવિરાજસિંહ મહીપતસિંહ
૧૮. પો.કો.કુલદિપસિંહ બળદેવસિંહ
૧૯. પો.કો. અરવિંદભાઇ હરદાસભાઈ
૨૦. પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદ
૨૧. પો.કો. હિતેશભાઇ દિનેશભાઇ
૨૨. પો.કો. મહેશભાઇ ખોડાભાઇ