“ઓપરેશન ડિપ સર્ચ” :  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લૂંટના ગુનામાં મધ્યપ્રદેશથી દંપતી સહિત ત્રણને ચાંદી અને ઇમીટેશન જવેલરી અને ટ્રક સાથે ઝડપ્યા

Spread the love

ચાંદીની જવેલરી કુલ વજન ૭૫.૮૩૯ કિલો ગ્રામ જેની કિ.રૂ.૪૯,૨૯,૫૩૫/- તથા ઇમીટેશન જવેલરી કુલ વજન ૬.૨૮૦ કિલો કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૪૯,૫૯,૫૩૫/-નો મુદ્દામાલ કબ્જે

અમદાવાદ

રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર ગઇ તા.૧૭/૨/૨૦૨૩ના કલાક રાત્રીના દસ વાગે સાયલા નજીક, જાહેર રોડ પરથી સફેદ કલરની ઝાયલો ગાડી તથા બીજી અન્ય બે ગાડીઓ મળી ત્રણેય ગાડીઓમાં આવેલ અજાણ્યા સાત ઇસમોએ આંગડીયાની બોલેરો ગાડીનો પીછો કરી ખાલી સાઇડે આંતરી પ્રાણધાતક હથિયાર લોખંડની ટોમીથી ફરીયાદીના માથામાં ઘા મારી જીવલેણ હુમલો કરી, ડ્રાઇવર અને કલીનરનું અપહરણ કરી, તેમની ઝાયલો કારમાં બેસાડી, આંખે તથા હાથે કપડાથી પાંટા બાધી દઇ અડધો કલાક દુર સુધી ગાડી ચલાવી રસ્તામાં શરીરે મુઢ માર મારી ખેતરમાં છોડી દઇ બોલેરો પીકપ ગાડીના દરવાજે મારેલ તાળુ તોડી તેમાંથી ઇમીટેશન જવેલરીના અલગ અલગ વજનના પાર્સલ નંગ-૩૦ જેનું કુલ વજન ૭૦૪ કિલો કિ.રૂ. ૫,૧૨,૯૬૭/- તથા ચાંદીની જવેલરીના ૨૦-૨૫ કિલો વજનના પાર્સલ નંગ-૬૪ જેનું કુલ વજન ૯૯૨ કિલો કિ.રૂ. ૩,૮૮,૪૩,૩૫૨/- તથા ફરીયાદીનો વીવો કંપનીનો મો.ફોન કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩,૯૩,૬૧,૩૧૮/- ની મતાનો મુદ્દામાલ ધાડ પાડી લઇ ગયા હતા .જે બાબતે સાયલા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૩૪૧, ૩૬૫, ૩૯૫, ૩૯૭, ૧૨૦(બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો.

ઉપરોકત ગુનાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમ વીર સિંગ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીક તથા મદદનીશ પોલીસ કમિશનર ભરત પટેલે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ ઇસમો તથા મુદ્દામાલ શોધી કાઢવા “ઓપરેશન ડિપ સર્ચ” શરૂ કરી ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ માધ્યમ હકિકત સામે આવેલ કે, “લુંટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરી ગયેલ તે ટ્રક ની ઓળખ થતા ટ્રકનો ઓનર દમણ ખાતેનો હોય ત્યા તપાસ કરતા તે ટ્રક મધ્યપ્રદેશના ખેતીયા ખાતે વેચેલ છે. જેની તપાસ કરતા તેણે ઉપરોકત ટ્રક મધ્યપ્રદેશના ખરગોન ખાતે આપેલ ત્યાથી તપાસ કરતા સદર ટ્રક મધ્યપ્રદેશ દેવાસ જીલ્લાના ચીડાવદ ગામે જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝા ને વેચાણ આપેલ હોવાની હકિકત સામે આવતા ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ માધ્યમ જાણવા મળેલ કે આ ગુનામાં જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝા તથા રામમુર્તી બંને મધ્યપ્રદેશએ તેમના સાગરીતો સુનીલ, હેમરાજ ઝાલા, સુરેશ ગંજા, સતીષ દાઢી તથા કમલ પટેલ રહે. બરખેડા, તા.ટપ્પા, જિ.દેવાસનાએ ભેગા મળી ચાંદીની જ્વેલરી તથા ઇમીટેશન જ્વેલરી તથા મોબાઇલ ફોનની લૂંટ કરેલ હતી.જેથી મધ્યપ્રદેશ દેવાસ જીલ્લામાં જઇ તપાસ હાથ ધરતા પો.ઇન્સ. વી.બી.આલ તથા પો.સ.ઇ. પી.બી.ચૌધરી તથા તેમની ટીમના માણસોને બાતમી મળેલ કે લૂંટમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓ મધ્યપ્રદેશ રાજયના દેવાસ જીલ્લાના ટોકખુર્દ તાલુકાના ચૌબારાધીરા ગામમાં રહેતા જીતેન્દ્ર જયંતીયા ચૌહાણના રહેણાંક મકાનની પાછળ વરંડામાં દાટીને છુપાવેલ છે. જેથી

તા.૨૬/૦૨/૨૦૧૩ ના રોજ ચૌબારાધીરા ગામમાં રહેતા જીતેન્દ્ર જયંતીયા ચોહાણના રહેણાંક મકાન

ખાતેથી જમીનમાં દાટી દીધેલ દાગીના શોધી કાઢી ચાંદીની જવેલરી કુલ વજન ૭૫.૮૩૯ કિલો ગ્રામ જેની કિ.રૂ.૪૯,૨૯,૫૩૫/- તથા ઇમીટેશન જવેલરી કુલ વજન ૬.૨૮૦ કિલો કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૪૯,૫૯,૫૩૫/-નો મુદ્દામાલ કબ્જે કરી ગેંગના આરોપી (૧) જીતેન્દ્ર S/0 જયંતીયા કિશનભાઇ જાતે ચૌહાણ (૨) બબીતા W/0 જીતેન્દ્ર S/0 જયંતીયા કિશનભાઇ જાતે ચૌહાણ મધ્યપ્રદેશ ને તા.૨૮/૦૨/૨૦૨૩ ના રોજ અટક કરવામાં આવેલ છે. સદરી બંન્નેની પૂછપરછ દરમિયાન ગઇ તા.૨૪/૦૨/૨૦૨૩ના રાત્રીના સમયે લૂંટમાં સંડોવાયેલ જીતેન્દ્ર ઝાંઝાએ તેના સાળા અને બીજા મળતીયા માણસો મારફતે ઉપરોકત દાગીના છુપાવા માટે આપી ૧૦% ભાગ આપવાનું નક્કી કરેલ. જેથી ઉપરોકત દંપતીએ પોતાના ઘરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ખાડા ખોદી તેમાં ઉપરોકત ચાંદી અને ઇમીટેશન જવેલરી દાટી દઇ તેના પર પ્લાસ્ટર કરી દીધેલ હોવાની હકીકત જણાવેલ છે.

પો.ઇન્સ. પી.કે.ગોહિલ તથા પો.સ.ઇ. પી.એચ.જાડેજા તથા તેમની ટીમના માણસોને બાતમી હકીકત મળેલ કે લૂંટ કરેલ મુદ્દામાલ તેઓ ટાટા ટ્રક નં.DD-01-H-9940માં ભરી લઇ ગયેલ છે. જે ટ્રક જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝાએ છુપાવી રાખવા માટે કુંદન ઉર્ફે ગોલુ દિલીપ વિશ્વકર્મા રહે. ગૌતમનગર, વિકાસનગર, દેવાસ, મધ્યપ્રદેશ વાળાને આપેલ છે. જે આધારે (૩) કુંદન ઉર્ફે ગોલુ મધ્યપ્રદેશને દેવાસ જીલ્લો ડુંગરીયા ગામ ખાતે છુપાવી રાખેલ ટાટા ટ્રક નં.DD-01-H-9940 સાથે રાઉન્ડઅપ કરી ઝડપી લઇ સદર ટાટા ટ્રક કબ્જે કરવામાં આવેલ છે.આરોપીની પૂછપરછ દરમ્યાન ગઇ તા.૧૪/૦૨/૨૦૨૩ ના રોજ જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝા પોતાની માલિકીની ટ્રક નં.DD-01-H-9940 ની લઇ ગયેલ જે વખતે તેની સાથે કમલ પટેલ હતા. તેમજ બીજી એક ઝાયલો ગાડીમાં સુનીલ, સુરેશ ગંજા તથા સતીષ દાઢી બેઠેલ હતા. આ ગાડીમાં કમ્પની દ્વારા લગાવવામાં આવેલ જી.પી.એસ. ઉજ્જૈન નાગદા રોડ ઉપર બંધ કરી દીધેલ. બાદ તા.૧૯/૦૨/૨૦૨૩ ના રોજ સવારમાં જીતેન્દ્ર ઝાંઝાએ ફોન કરી ટ્રક લેવા માટે ચિડાવદ ખાતે બોલાવતા ત્યાં ગયેલ અને જીતેન્દ્ર ઝાંઝાએ જણાવેલ કે, આ ગાડી તુ દસેક દિવસ માટે ક્યાંક છુપાવી દે. આ ગાડી લઇ અમોએ રાજકોટ હાઇવે ઉપર કુરીયરની ગાડીમાંથી સામાન લૂંટી લીધેલ છે. તને આપેલ ઉધાર નાણા માફ કરી દઇશ અને બની શકશે તો આ ગાડી પણ તને મફતમાં આપી દઇશ. જેથી પોતે આ ટ્રક નં.DD-01-H-9940 પોતાના ગામની બાજુમાં આવેલ ડુંગરીયા ગામમાં પોતાના ઓળખીતા શેખર રાવતના ખેતર ઉપર છુપાવી દીધેલ હતી.

આ સિવાય ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓ તથા બાકીનો મુદ્દામાલ શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા ડિપ સર્ચની કામગીરી ચાલુમાં છે.

શોધી કાઢેલ ગુન્હાની વિગત:-

સાયલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૧૦૪૫૨૩૦૦૪૧/૨૦૨૩ ઇપીકો કલમ ૩૪૧, ૩૬૫, ૩૯૫, ૩૯૭, ૧૨૦(બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com