ન્યાય નહી મળે તો ના છુટકે પી. આઇ. એલ. કરવાની કોંગ્રેસને ફરજ પડશે : શહેઝાદ ખાન પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીંગ કું દ્વારા બનાવેલ હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલ ગેરરીતી ઉજાગર થવા પામેલ છે તેમ છતાં નવાઇ ની બાબત તો એ છે કે, હજુ સુધી કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીગ કું ને બ્લેકલીસ્ટ કરવામાં આવેલ નથી બ્રિજના કામના ટેન્ડરની શરતોનુસાર કોન્ટ્રાકટર દ્વારા બ્રિજનો લોડ ટેસ્ટીંગ તેમજ દરેક બીમ તથા પિલ્લરના કન્ટ્રકશન સમયે કોંક્રીટના ક્યુબ ટેસ્ટીંગ સમયાંતરે પણ કરવાના થાય છે તે અલગ અલગ લેબોરેટરીમાં તે કયુબનો ટેસ્ટીગ કરી તેનો રીર્પોટ આપવાનો હોય છે જે આ તમામ બાબતો ટેન્ડરની શરતોમાં સામેલ હોય છે જેથી બ્રિજના ક્રન્સ્ટ્રકશન સમયે પણ ટેન્ડરની શરતોનો અમલ કરેલ નથી જેથી તે સ્પષ્ટ રીતે બ્લેકલીસ્ટ થવાને પાત્ર બને છે તેમ છતાં તે બાબતે કોઇ કાર્યવાહી કેમ કરેલ નથી ?
હાટકેશ્વર બ્રિજના કામમાં મટીરીયલ્સ તથા કામની ગુણવત્તા જળવાઇ નથી જેને કારણે બ્રિજ વપરાશ માટે યોગ્ય રહેવા પામેલ નથી ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બ્રિજની કામગીરી સમયે બ્રિજ પ્રોજેકટ ખાતું હિતેષ કોન્ટ્રાકટર પાસે હતું તેઓને હાલ કોન્ટ્રાકટ બેઝ પર ચાલુ રાખવામાં આવેલ છે બ્રિજના કામના કોન્ટ્રાકટર દ્વારા તો ગેરરીતી કરવામાં આવેલ છે તે તો સ્પષ્ટ થયેલ છે પરંતુ આ બાબતે અધિકારીઓની કોઇ જવાબદારી છે કે કેમ ? આખે આખો બ્રિજ બની ગયાં ત્યાં સુધી અધિકારીઓ શું કરતા હતાં ? કામની ગુણવત્તા જળવાતી નથી તે તેઓના ધ્યાનમાં કેમ ના આવ્યું ? હાટકેશ્વર બ્રિજના કામમાં કોન્ટ્રાકટર અજય એન્જીનીયરીંગ કું દ્વારા થયેલ ગેરરીતી તેમજ ટેન્ડરની શરતોનો ભંગ બદલ તાકીદે બ્લેકલીસ્ટ કરવા તેમજ બ્રિજ ડીપ્પ. ના તત્કાલીન અધિકારી હાલમાં સીટી ઇજનેર તરીકે કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતાં હિતેષ કોન્ટ્રાકટરને તાકીદે સસ્પેન્ડ કરવા તેમજ બ્રિજના કામમાં થનાર ખર્ચ તેઓની પાસેથી વસુલ કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે . જો ન્યાય આપવામાં નહી આવે તો અમારે નાછુટકે પી.આઇ.એલ. કરવાની ફરજ પડશે.