પોરબંદરનાં કૉંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
રાજ્યની સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ-૧ ની ૬૦%, વર્ગ-૨ ની ૧૨%, વર્ગ-૩ ની ૭૦% અને વર્ગ-૪ ની ૮૦% જગ્યાઓ ખાલી
ગાંધીનગર
વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પુછેલ પ્રશ્નના જવાબમાં રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રીશ્રીએ લેખિતમાં જવાબ આપ્યો કે ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વિવિધ વર્ગની જગ્યાઓ ખાલી હોવાના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ અને વહિવટીય કામમાં અસર થઈ રહી છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં પોલીટેકનીક કોલેજોમાં મંજૂર મહેકમ અને ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબ આપતા રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીટેકનીક કોલેજોમાં વર્ગ-૧ ની ૫૦%, વર્ગ-૨ ની ૧૦% અને વર્ગ-૩ ની ૭૦% જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં ખાલી જગ્યાઓ અંગે કોંગ્રેસના ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ-૧ ની ૬૦%, વર્ગ-૨ ની ૧૨%, વર્ગ-૩ ની ૭૦% અને વર્ગ-૪ ની ૮૦% જગ્યાઓ ખાલી છે. જ્યારે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ ખાલી જગ્યાઓ ક્યારે ભરાશે તે અંગે પ્રશ્ન કર્યો ત્યારે મંત્રીશ્રીએ કોઈ ચોક્કસ જવાબ આપવાની જગ્યાએ વહીવટી અનુકુળતાએ જગ્યાએ ભરાશે તેમ કહીને વાતને ટાળી દીધી હતી.