આરોપી નરેન્દ્રકુમાર ગોરધનભાઇ લોદરીયા
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. કે.એસ.સિસોદીયા, મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા, અ.હેડ કોન્સ. સુરેશભાઇ જીવણભાઇ, અ.હેડ કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ, અ.હેડ કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા દ્વારા અપહરણ તથા લૂંટના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી નરેન્દ્રકુમાર ગોરધનભાઇ લોદરીયાને વડોદરા ખાતેથી ઝડપી લીધી હતો.
ઘટના ની વિગત એવી છે કે સને-૨૦૧૭-૧૮ માં આરોપી અમદાવાદ વટવા જી.આઇ.ડી. ખાતે રહી પ્લાસ્ટીક તથા કપડા ઓછા ભાવે ખરીદી કરી વેપાર ધંધો કરતો હતો. આ દરમ્યાન ધંધાકીય કામથી મુસાભાઇ અબ્દુલા ચરખા રહે. ગોધરા સાથે પરીચય થયેલ હતો. મુસાભાઇ ચરખાએ ફોન કરી તેઓની પાસેના આર.એમ.ડી. પાન મસાલાના પાર્સલ નંગ-૨૨૫ સસ્તા ભાવે વેચાણ આપનું જણાવતાં તે ગોધરા મુસાભાઇની દુકાન ખાતે ગયેલ. તેમજ આણંદ ખાતે રહેતા તેના મિત્ર જે.ડી.ઠકકરે આ આર.એમ.ડી.ના પાર્સલ વેચાણ રાખવા માટે જણાવતાં તે મુસાભાઇ ચરખા પાસેથી આર.એમ.ડી. ભરેલ પાર્સલ નંગ- ૨૨૫ કિંમત રૂ.૬,૦૦,૦૦૦/- માં વેચાણ લીધેલ. જેમાં તે રૂ.૩૦,૦૦૦/- કમિશન લીધેલ હતુ. આ આર.એમ.ડી. ના પાર્સલ નંગ-૨૨૫ જે.ડી.ઠક્કરને વેચાણ આપેલ હતા. આ આર.એમ.ડી. ના પાર્સલ ચોરીના હોય, જે અંગે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ થયેલ અને તેનું નામ આ ગુનામાં આવતા પોલીસ પોતાને શોધતી અમદાવાદ ખાતે આવેલ. જેથી અમદાવાદ વટવા વાળુ મકાન ખાલી કરી વડોદરા રહેવા જતો રહેલ હતો.
તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરવામાં આવેલ છે. આરોપીને નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૨૭/૨૦૧૮ ઇપીકો કલમ ૩૯૨, ૩૬૫, ૩૪૨, ૧૧૪ મુજબના કામે સોપવા તજવીજ કરવામાં આવેલ છે.