પ્રજાના નાણા એ ખોટી રીતે જ્યાં વપરાતા હોય એ બિન વિકાસલક્ષી ખર્ચમાં વપરાય છે : દાણીલીમડાના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર 

Spread the love

 

દાણીલીમડાના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર

રાજ્યના અંદાજપત્રની રકમ મુજબ સરકારના વિભાગોના મહેસૂલી ખર્ચ માટે જે ખર્ચ થવાનો છે એ પ૦ ટકા કરતા પણ ઓછી ફાળવાઇ : શૈલેષ પરમાર

ગાંધીનગર

દાણીલીમડાના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર રાજ્યના નાણામંત્રી વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર અંગે બોલતા જણાવ્યું હતું કે વિધાનસભામાં વિભાગની માગણીની ચર્ચા થતી હોય ત્યારે એ વિભાગના મંત્રીએ સભાગૃહની અંદર હાજર રહેવું ખૂબ જ જરૂરી હોય છે. પણ કોઇ કારણસર ન આવ્યા હોય પણ એ પ્રણાલિકા તૂટે છે એ ખોટું છે. રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર રજૂ કર્યા પછી પરમારે કહ્યું કે આ રાજ્ય સરકારની આ વર્ષે અંદાજિત આવક ૨ લાખ ૯૭ હજાર ૪૯૧ કરોડ કરતાં વધારે થવા જઇ રહી છે. એટલે રોજની ૫૧૫ કરોડની આવક આ સરકારને થવાની છે. આ આવકના અનુસંધાનમાં વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચ થતો હોય છે. એમાં વિકાસલક્ષી ખર્ચ પાછળ આ રાજ્ય સરકાર ૧ લાખ ૯૧ હજાર કરોડ કરતા પણ વધારાની રકમ ખર્ચ કરવાની છે એટલે રોજના ૫૨૩.૩૧ કરોડ રાજ્યના વિકાસ માટે ખર્ચ કરવાની છે એની સામે બિન વિકાસલક્ષી ખર્ચ જે રાજ્ય સરકાર કરવા જઇ રહી છે એ અંદાજપત્ર મુજબ અંદાજ બતાવ્યો છે એ ૭૭ હજાર ૧૪૭ કરોડ કરતા વધારાની રકમ બિન વિકાસલક્ષી ખર્ચ સરકાર રજૂ કરવા જઇ રહી છે.

પ્રજાના નાણા એ ખોટી રીતે જ્યાં વપરાતા હોય એ બિન વિકાસલક્ષી ખર્ચમાં વપરાય છે અને આ રાજ્ય સરકાર રોજના બિન વિકાસલક્ષી ખર્ચમાં ૨૧૧.૩૬ કરોડ રૂપિયા ખર્ચ કરવા જઇ રહી છે.

સરકાર દ્વારા જે આવકના સ્ત્રોત હોય એ આવકના સ્ત્રોતને આધીન જે રાજ્યના કરવેરા હોય એ કરવેરામાં રોજની રાજ્ય સરકારને ૪૪૭.૮૨ કરોડ રૂપિયાની કરવેરાની આવક થવાની છે. કર સિવાયના વેરા છે એમાં પણ ૪૬.૬૦ કરોડ રૂપિયા રોજના રાજ્ય સરકારને આવક થવાની છે. આ રાજ્યમાં જી.એસ.ટી. લાગુ થયા પછી રાજ્ય સરકારને જી.એસ.ટી.ની આવક થઇ છે જે અંદાજ વર્ષ ૨૦૨૩- ૨૪ માં લગાવવામાં આવ્યો છે એ ૬૬ હજાર ૩૦ કરોડ રૂપિયાની જી.એસ.ટી.ની આવક રાજ્ય સરકારને થવા જઇ રહી છે. એટલે રોજની ૧૯૦.૮૦ કરોડ રૂપિયાની આ જી.એસ.ટી.ના માધ્યમથી સરકારને થવાની છે. જી.એસ.ટી. સિવાયના વેરામાં રાજ્ય સરકારને રોજના ૧૯૯.૫૯ કરોડ રૂપિયાની આવક થવાની છે. આવકના સ્ત્રોતો સામે રાજ્ય સરકાર જે ખર્ચ કરવા જઇ રહી છે, એ બિન વિકાસલક્ષી ખર્ચમાં ૨૧૧ કરોડ કરતા પણ વધારે રકમ વાપરવા જઇ રહી છે. રાજ્યના વિકાસ માટેનું આ બજેટ છે અને આ રાજ્યના વિકાસની પાછળ આ બજેટનો ઉપયોગ કરવામાં આવશે. સરકારે આપેલી માહિતીને આધીન આ રાજ્ય સરકારના જેટલા પણ વિભાગો છે એ વિભાગોના માધ્યમથી અંદાજપત્રમાં જે રકમને ફાળવવામાં આવી છે. મહેસૂલી ખર્ચ પાછળ ૧ લાખ ૨૨ હજાર ૪૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધારાનો ખર્ચ એ ગુજરાત સરકાર તમામ વિભાગોમાં કરવાની છે. એનો મતલબ એવો થયો કે રાજ્યના અંદાજપત્રની અંદર બતાવેલી રકમ , એની પાછળ સરકારના વિભાગોના મહેસૂલી ખર્ચ માટે જે ખર્ચ થવાનો છે એ પ૦ ટકા કરતા પણ ઓછી રકમ આ બજેટના સ્ત્રોતથી વિભાગોને ફાળવવામાં આવી છે.

દેવાની ચૂકવણી રૂપિયા ૨૭૮,૦૧ કરોડ કરતા પણ વધારાની રકમ રાજ્ય સરકાર દેવાની ચૂકવણીની પાછળ કરવા જઇ રહી છે એટલે કે સરકાર રાજ્યના પ્રજાકીય નાણાની આવક છે એ આવકની પાછળ, એ નાણાની પાછળ ૭૬.૧૬ કરોડ રૂપિયા રોજના ફક્ત ચૂકવણી પાછળ રાજ્ય સરકાર ખર્ચવા જઇ રહી છે.

શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું હતું કે લોનનું વ્યાજ આવે એ વ્યાજની રકમ પણ રોજના આ રાજય સરકાર ૭૮૦૪૦ કરોડ રૂપિયા લીધેલી લોનના વ્યાજ પાછળ ખર્ચવા જઇ રહી છે. રાજય સરકાર જે રીતે દેવાના ડુંગરોમાં ડૂબેલી છે, વિકાસ કહેવાય પણ વિકાસની સામે દેવુ પણ એટલું જ છે. જે દેવુ ૨૦૨૧-૨૨માં ૩,૨૦,૮૧૨ કરોડનું છે એ પાંચ વર્ષનો સરકારે જે લક્ષ્યાંક આપેલો છે ૨૦૨૫-૨૬માં ૪,૮૦,૩૦૨ કરોડ રૂપિયાનું દેવુ આ રાજય સરકાર કરવા જઇ રહી છે એવું એમણે અંદાજપત્ર મુજબ દેખાઈ રહ્યું છે.

આ રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ,સી.એન.જી. અને પી.એન.જી.ની પાછળ ટેકસના જે પૈસા વસૂલ્યા છે. એ ૨૦૨૧માં રોજના પર.૧૪ કરોડ રૂપિયા અને ૨૦૨રમાં ૫૫.૩૮ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રાજયનું બજેટ રજૂ થયા પછી વાર્ષિક વૃદ્ધિદર નકકી થતો હોય છે. ખાસ કરીને ઘરગથ્થુ ઉત્પાદનની પાછળ, ૨૦૧૨-૧૩ની અંદર આ રાજયમાં ઉત્પાદન ૧૭.૭ હતું આ વખતે ૧૫.૫ થયું છે. માટે ૨.૨ ટકાનો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com