ગ્યાસપુર કેનાલ અને બાપુનગરના લાલીવાલા એસ્ટેટમાં દરોડા પાડી ઇંગ્લીશ દારૂ – બિયરની બોટલ સાથે પાંચ વ્યક્તિને પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે, મદદનીશ પોલીસ કમિશ્નર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમ દ્વારા તેમજ પો.સ.ઇ. બી.યુ.મુરીમા તથા હે.કો. સંજય અભેસિંહ તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા હે.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ સાથે અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન હે.કો. ઇમરાનભાઇ અબ્દુલભાઇને મળેલ બાતમી આધારે ગ્યાસપુર કેનાલ અને બાપુનગરના લાલીવાલા એસ્ટેટમાં દરોડા પાડી ઇંગ્લીશ દારૂ – બિયરની બોટલ સાથે પાંચ વ્યક્તિને પકડ્યા હતાં. આરોપી સરફરાજને તેના કબ્જાના ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૮૪૨ જેની કુલ કિ.રૂ. ૨,૧૧,૮૬૫/- બીયરના ટીન નંગ-૯૬ કિ.રૂ. ૧૨,૦૦૦/- તથા અરટીગા કાર નંગ-૧ કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તથા સુજુકી બર્ગમેન સ્કુટર નંગ-૧ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા મો.ફોન-૨ કિરૂ.૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૯,૯૩,૮૬૫/- નો મુદ્દામાલ કબ્જે કર્યા હતા. આરોપી વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ) તથા (ઇ), ૮૧, ૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે.આરોપી સરફરાજ ગુલામરસુલ ઘાંચીની પુછપરછ દરમ્યાન પોતાનો ભાગીદાર મોહસીન ઉર્ફે એમ એમ ગુલાબભાઇ જાંબુ તથા સદર અર્ટીગાનો ડ્રાઇવર પોલીસ રેઇડ જોઇ સ્થળ પરથી નાસી ગયેલ હતા અને આ દારૂનો જથ્થો પોતે તથા મોહસીન ઉર્ફે એમ.એમ.એ આ આરોપીઓ પાસેથી લીધેલ હતો.તેમજ પો.સ.ઈ. પી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે અમદાવાદમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન હે.કો. શૈલેષભાઇ ચમનભાઇ ને મળેલ બાતમી આધારે બાપુનગર લાલીવાલા એસ્ટેટ સાવલીયા ઇલેકટ્રીકની દુકાનની બાજુની ગલીમાં ખુલ્લી જગ્યાએથી આરોપીઓ (૧) વિરેન્દ્રસિંગ રમાશંકરસિંગ પવાર (૨) નરેશ ઉર્ફે નરીયો (૩) હસમુખ ઉર્ફે ભરત તથા (૪) મુકેશ ઉર્ફે ઢોલુને તેમના કબ્જાના ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૧૭૭૬ જેની કિ.રૂ.૨,૯૪,૧૨૦/- તથા મહીન્દ્રા બોલેરો પીકઅપ-૦૧ તથા બજાજ મેક્ષીમા લોડીંગ રીક્ષા-૦૧ તથા એકટીવા-૦૧ મળીમ કુલ્લે વાહન નંગ-૩ કિ.રૂ.૯,૦૦,૦૦૦/- તથા મો.ફોન-૪ કિરૂ.૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧૨,૧૪,૧૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન માં પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ) તથા (ઇ), ૮૧, ૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે.ગુન્હાની આગળની વધુ તપાસ પો.સ.ઇ. બી.યુ.મુરીમા તથા પો.સ.ઇ. પી.એચ.જાડેજા ચલાવી રહેલ છે.પકડાયેલ ચારેય આરોપીઓની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો પકડવાના નીચે જણાવેલ આરોપીઓ પાસેથી લાવેલ હોવાનું અને નીચેના આરોપીઓને આપવાનો હોવાનું કબુલાત કરી હતી

દારૂનો જથ્થો આપનાર પકડવાના બાકી આરોપીઓ :-

(૧) ગુલાબસિંગ ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલા

(૨) લક્ષ્મણરામ વીરમાજી દેવાસી

(૩) આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા સમંદરસિંહ દેવડા

(૪) ભજનારામ ભગારામ બિસનોઈ

આરોપી દારૂનો જથ્થો આપવાનો હતો તેવા પકડવાના બાકી આરોપીઓ

(૧) સરફરાઝ ઉર્ફે પલપલ

(૨) ઇબ્રાહીમ ઉર્ફે બટકો

(3) હારૂન ઉર્ફે બાવા

(૪) મુસા

(૫) સૈફઅલી

(૬) નસીમબાનું ગુલહસન કુરેશી

(૭) ઇદ્રીસ ઉર્ફે પકો

(૮) વહાબ

દારૂનો જથ્થો આપનાર પકડવાના બાકી આરોપીઓ

(૧) છબીલદાસ ઉર્ફે રાજા કૌશલસીંગ રાજપુત

(૨) અલ્પેશ ઉર્ફે પકીયો યશવંતભાઇ ગોલે

(૩) રાકેશ ઉર્ફે રાકલો

આરોપી દારૂનો જથ્થો આપવાનો હતો તેવા પકડવાના બાકી આરોપીઓ

(૧) ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઇન્દ્રવદન વ્યાસ

(૨) સ્નેહલ મનુભાઇ ત્રિવેદી

(3) રાહુલભાઇ કેશવભાઇ પરમાર

આરોપીઓના ગુનાહીત ઇતીહાસ

(૧) આરોપી સરફરાજ ગુલામરસુલ ઘાંચી અગાઉ નડીયાદ પો.સ્ટેના-૦૨ પ્રોહીબીશનના ગુનામાં પકડાઇ ચુકેલ છે.

(૨) આરોપી વિરેન્દ્રસિંગ રમાશંકરસિંગ પવાર અગાઉ બે વર્ષ પહેલા ક્રુષ્ણનગર પો.સ્ટેના-૦૨ મારા મારીના ગુનામાં પકડાઇ ચુકેલ છે. અને પાસામાં રાજકોટ જેલ ખાતે રહેલ છે.

(૩) આરોપી નરેશ ઉર્ફે નરીયો સ/ઓ, શાંતિલાલ સુરુપાજી બારોટ અગાઉ વર્ષ- ૨૦૦૭ માં બાપુનગર પોલીસ સ્ટેશન મારા-મારીના એક ગુનામાં પકડાઇ ચુકેલ છે.

(૪) આરોપી હસમુખ ઉર્ફે ભરત સ/ઓ. જગદીશભાઇ રામકરન ખટીક અગાઉ રામોલ પોલીસ સ્ટેશન તથા ઓઢવ પો.સ્ટેના પ્રોહીબિશનના ગુનામાં પકડાઇ ચુકેલ છે. અને પાસામાં ભુજ જેલ ખાતે રહેલ છે.

(૫) આરોપી મુકેશ ઉર્ફે ઢોલુ સ./ઓ. ભોલુજી ગણેશજી ખટીક અગાઉ પાંચેક વર્ષ પહેલા મોડાસા ખાતે એક તથા રામોલ પો.સ્ટે. ખાતે પાંચ જેટલા ઇગ્લીશ દારૂના કેસમાં તેમજ ચારેક માસ પહેલા અમરાઇવાડી પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુનામાં પકડાઇ ચુકેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com