અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદના એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની સૂચના મુજબ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર ડી.વી.હડાતના માર્ગદર્શન આધારે મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિમંતસિંહની પોતાની ટીમના માણસો સાથે કોમ્બિંગ ના.રા.માં અમદાવાદ શહેર ઝોન-૪ તથા ઝોન-૫ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે સરદારનગર પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ-૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપી કિશન પુનમભાઇ રાઠોડને તા.૦૬/૦૩/૨૦૨૩ ના કલાક સવા અગિયાર વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઓ
(૧) મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ (બાતમી)
(૨) હે.કો. દશરથસિંહ માનસિંહ (બાતમી)
(૩) પો.કો. સુરેન્દ્રસિંહ અમૃતસિંહ