“બાલાજી હોરીઝોન વીમેન્સ હોસ્પીટલ “ના નામાંકીત ડો. પ્રિયદત્ત પટેલ તેમજ ડો. શ્રેયા પટેલ દ્વારા સોસાયટીની મહિલાઓના આરોગ્યને લગતા પ્રશ્નો અને તેના નિદાન અંગેની ચર્ચા કરવામાં આવી તેમજ આ અંગે તેઓ દ્વારા સચોટ માહિતી આપવામાં આવી
અમદાવાદ
ચાંદખેડા ખાતે આવેલ “શ્યામ-સત્ય બંગલોઝ ” ના રહીશો દ્વારા”આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવનાર અમદાવાદ શહેરના સાયન્સ સીટી તેમજ નારણપુરા વિસ્તારમાં આવેલ “બાલાજી હોરીઝોન વીમેન્સ હોસ્પીટલ ” ના નામાંકીત ડો. પ્રિયદત્ત પટેલ તેમજ ડો. શ્રેયા પટેલ દ્વારા સોસાયટીની મહિલાઓના આરોગ્યને લગતા પ્રશ્નો અને તેના નિદાન અંગેની ચર્ચા કરવામાં આવી તેમજ આ અંગે તેઓ દ્વારા સચોટ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સોસાયટીની મહિલાઓ દ્વારા સંગીત ખુરશી,પાસીંગ ધ બોલ,રસ્સા ખેંચ,અંતાક્ષરી જેવી રમત ગમત ની સ્પર્ધા રાખવામાં આવી હતી .સંગીત ખુરશી તેમજ પાસીંગ ધ બોલની વિજેતા મહિલાઓને સોસાયટી તરફથી પ્રોત્સાહક ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવનાર “બાલાજી હોરીઝોન વીમેન્સ હોસ્પીટલના નામાંકીત ડો. પ્રિયદત્ત પટેલનું સ્વાગત સોસાયટીના ચેરમેન જયંતિલાલ સોલંકી તથા મંત્રી રાજુભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલ તેમજ ડો. શ્રેયા પટેલ:નું સ્વાગત કારોબારી મહીલા સદસ્ય શ્રીમતી ભારતીબેન સોલંકી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી કરવામાં આવેલ.તેમજ આભારવિધી કારોબારી મહીલા સદસ્ય શ્રીમતી નંદાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી.આ સમગ્ર મહિલા દિવસનું વ્યવસ્થીત આયોજન,સફળ સંચાલન તેમજ એંકરીંગ સોસાયટીની રીક્રીએશન તેમજ કારોબારી કમીટીના મહીલા સદસ્ય શ્રીમતિ ધારીત્રી બેન કનોડીયા અને ખજાનચીશ્રી અરવિંદ વાઘેલા દ્વારા ખૂબજ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.અંતમાં સોસાયટીના સર્વે રહીશોએ નાસ્તાની તેમજ આઇસ્ક્રીમની મિજબાની માણી હતી અને કાર્યક્રમ ની સમાપન વિધી કરવામાં આવી હતી.