ALL THE BEST: ધો.૧૦ અને ૧૨ પરીક્ષાર્થીઓ માટે અગત્યનું માર્ગદર્શન આપતા ગુજરાત કૉંગ્રેસ કનવિનર અને મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશી

Spread the love

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કનવિનર અને મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશી

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કનવિનર અને મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે તેમની કારકિર્દી અને ઉજ્વળ ભવિષ્ય બને તે માટે ” બેસ્ટ ઓફ લક ” આપતા કેટલીક મહત્વની ટિપ્સ “CARRER OF PATH “પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબતો વિશે કહ્યું કે

કારકિર્દી પાથ

www.careerpath.info

* પેપર સેન્ટર પર મીનીમમ 30 મીનીટ પહેલાં પહોંચી જવું.

* પરીક્ષામાં બુટ-મોજા પહેરવા નહી, બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા જેથી પગમાં અકળમાણ ન થાય.

* પરીક્ષાની અડધો કલાક પહેલા તૈયારી બંધ કરી દેવી અને પરીક્ષાને લગતા કોઈ પણ વિચાર ન કરવા.

* દર વર્ષે અફવાઓ હોય છે કે પેપર અઘરું છે, પેપર લાંબુ છે, ફલાણા સાહેબે કાઢ્યું છે. વગેરે બાબતોમાં રસ ન લેવો.

* પેપર આપવા જતી વખતે રીસીપ્ટ, પેન, સંચો, રબર, ફુટપટ્ટી જરુરી હોય તો કંપાસ અને પાઉચ લઈને જવું.

* મોબાઈલ સાથે લઈ જવો નહિ.

* ઘરેથી પારદર્શક બોટલમાં પાણી કે લીંબુ શરબત લઈ જવું.

* પ્રથમ દિવસે સેન્ટર પર સ્વાગત થાય ત્યારે ત્યાંથી મળતા પેંડા કે પીપરમેન્ટ ખાવા નહિ.

* ‘બેસ્ટ ઓફ લક’ કરવાવાળા આપણા હિતેચ્છુઓને શકય હોય ત્યાં સુધી વિદ્યાર્થીને મળવા ન દેવા.

* પોતાના સંતાનને ચશ્માં હોય તો બીજી જોડ તૈયાર રાખવી.

* પરીક્ષા દરમિયાન વાંચન સમયે વાલીએ બાળકને કંપની આપવી.

* ઘરનાં અન્ય સભ્યો આ સમયે ટી.વી., ટેપ, રેડિયો ન વગાડે તે ધ્યાન રાખવું.

*બાળકના વાંચન સમયે તેને હળવો નાસ્તો યોગ્ય માત્રામાં આપવો.

*રીસીપ્ટની બે થી ત્રણ ઝેરોક્ષ કરાવી લેવી.

* રીસીપ્ટને ક્યારેય લેમીનેશન ન કરાવવી.

* દરેક વાલીએ દૈનિક પેપર રોજ વાંચતા રહેવું તેમજ અન્ય વિદ્યાર્થીના વાલીઓ સાથે સંપર્કમાં રહેવું

* રીસીપ્ટ બરાબર ધ્યાનથી વાંચવી, તેમાં કઈ ખામી કે અપૂર્ણ માહિતી તો નથી ને તે જાણવું તથા જો આવું જણાય તો તાત્કાલિક શાળાનો સંપર્ક કરવો.

*રીસીપ્ટને પ્લાસ્ટિકના મોટા ફોલ્ડરમાં સંભાળીને રાખવી.

*બાળકને ઘરમાં વાંચન માટે અલગ વ્યવસ્થા કરવી.

* બાળક સેન્ટર પર મિત્રો સાથે કે અન્ય સાથે બને તો વાતચીત કરવાનું ટાળે અને અફવાઓ પર ધ્યાન ન આપે તે જોવું

* બાળક થોડા પૈસા સાથે રાખે જેથી સેન્ટર પર આપને કોઈ કારણસર મોડું થાય તો રીક્ષા કરી ઘરે પહોંચી શકે.

*બે થી ત્રણ ફોટા પણ એકસ્ટ્રા હોવા જોઈએ.

*જો રીસીપ્ટ ખોવાઈ જાય તો તાત્કાલિક સ્કૂલનો સંપર્ક કરવો.

* બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો અન્ય સાહિત્ય વગેરેને તેનાં વાચન સ્થાનેથી દૂર કરી દેવા.

વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબત

* વાલી પાસે શાળાનો નંબર, આચાર્યશ્રીનો નંબર, જે શાળામાં પેપર આપવાનું છે તે શાળાનો નંબર, પરીક્ષા કંટ્રોલરૂમનો નંબર (જે સામાન્ય રીતે ન્યુઝ પેપરમાં આવતા હોય છે) પોલીસ તેમજ ફેમીલી ડોકટરના નંબર હાથવગે રાખવા.

* વિદ્યાર્થીને કોઈ નિયમિત દવાની જરૂરિયાત રહેતી હોય તો અગાઉથી તેની વ્યવસ્થા કરી દેવી.

* વાલીએ કદી બાળકને સેન્ટર પર કે ઘરે એમ ન પૂછવું કે પેપર કેવું ગયું ? કેટલા ગુણ આવશે ?

પેપર પુરું થયા પછી…

* પેપર પૂર્ણ થાય ત્યારે છૂટવાના સમયે વધુ વાતચીત ન કરવી, તાત્કાલિક ઘર તરફ પ્રયાણ કરવું.

* થોડા રૂપિયા સાથે રાખવા જેથી સેન્ટર પર તેડવા આવેલ વ્યક્તિ કોઈ કારણસર મોડા થાય તો આપણે રીક્ષા કરી ઘેર પહોંચી શકાય.

* થોડો સમય લઈને કે ફ્રેશ થઈ પછીના પેપરની વાંચવાનું શરુ કરવું

મદદરૂપ ટીપ્સ – વિદ્યાર્થીઓ માટે A

* ગણિત જેવા વિષયમાં રફ કામ માટે પ્રશ્નપત્રમાં જગ્યા આપવામાં આવે છે તે જગ્યાનો જ ઉપયોગ કરવો.

* ખૂબ જ અગત્યનું – સંજોગોવસતા અજાણતા પ્રશ્નસેટનો ક્રમાંક ભૂલથી અન્યમાં વર્તુળમાં ઘટ્ટ થઈ જાય તો તરત જ વર્ગ સુપરવાઈઝરનું ધ્યાન દોરવું. બોર્ડના નિયમ પ્રમાણ જરૂરી પત્રકોની પૂરવણી કરી આવી ભૂલવાળી OMR Sheet માટે કાર્યવાહી કરી શકશે

*પાઠ્યપુસ્તક આધારિત જવાબો લખવા.

*નવા પ્રશ્નની શરૂઆત નવા પાને (page) થી કરવી.

*એક આખો વિભાગ એક સાથે નવા પાને (page) થી શરૂઆત કરવી.

*વાંચી શકાય તેવા અક્ષરો, શબ્દો વચ્ચે જગ્યા છોડવી

*વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છુટા પાડીને લખવું

* એક જ (વાદળી) બ્લ્યુ રંગની શાહીથી લખવું જેલ પેનનો ઉપયોગ ટાળવો.

*બાહ્ય ઠઠારો ન કરવો.

*કોઈ દાખલો બે થી વધારે પ્રયાસ કરવા છતાં ન મળે તો વધારે પ્રયાસ ન કરવો.

*ઓળખાણ છતી થાય તેવા ચિહ્નો ટાળવા

* OMR Sheet માં વિષયનું નામ અને વિષયનો નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે

*વર્તુળમાં ઘટ્ટ (૭) કરવું.

*OMR Sheet માં વાદળી/કાળી બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે.

*OMR Sheet ને વાળવી નહી

* રફવર્ક પ્રશ્નપત્ર પર આપેલી જગ્યામાં કરવું.

*કોઈ જવાબ લખતા પહેલા પ્રશ્ન બરાબર વાંચવો.

*પેપર દરમિયાન સુપરવાઈઝર પર ક્યારેય ગુસ્સો ન કરવો.

*પરીક્ષાખંડમાં વાતચીત કરવી મનાઈ હોય છે.

*પરીક્ષાખંડમાં ઉભા થતા પહેલા વસ્તુ ભૂલાતી નથી તે ચોક્કસ જોવું

*આ દિવસોમાં નવું શિખવાનું ટાળો જે આવડતું હોય તેના પર વધારે ભાર મુકો.

*ઉજાગરા આ દિવસોમાં બિલકુલ ન કરવા, ભોજન અને ઊંઘમાં નિયમિતતા રાખવી.

*રીવીઝન કરતી વખતે અગાઉ થયેલી ભૂલ પર ધ્યાન રાખી રીવીઝન કરવું

* પેપર પહેલા પેપર દરમિયાન “હકારાત્મક અભિગમ” રાખો.

*પેપર સમય એટલે 11 થી 2 દરમિયાન સુવાની ટેવ હોય તો આ ટેવ બદલવી

* બેંચ હલતી હોય તો સુપરવાઈઝર ને કહીને તાત્કાલિક પેકિંગ મુકાવવું.

*ઘડિયાળ કાંડામાંથી કાઢીને સામે ગોઠવવી.

*OMRમાં ઈશ્વર અન્ય કોઈ દેવી દેવતાનું નામ કે કોઈ ધાર્મિક સંજ્ઞાઓ કે નિશાની કરવી નહિ.

*OMRમાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી-ભૂરી બોલપનને ઉપયોગ કરવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com