કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વિધાનસભામાં મુખ્યમંત્રીને વિદેશી અને દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો અંગે પ્રશ્નો પૂછ્યા
ગાંધીનગર
કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વિધાનસભામાં મુખ્યમંત્રીને વિદેશી અને દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો અંગે પ્રશ્નો પૂછ્યા તેના જવાબમાં રાજ્યના ૨૫ જિલ્લાઓમાંથી બે વર્ષમાં વિદેશી દારૂની રૂ.૧૯૭,૪૫,૨૧,૦૫૯ કિંમતની ૧,૬૬,૦૩,૭૩૭ બોટલ, દેશી દારૂ રૂ. ૩,૯૪,૩૭,૯૦૩ કિંમતનો ૨૩,૧૧,૩૫૩ લીટર અને બિયર રૂ.૧૦,૪૭,૯૯,૮૫૩ની કિંમતની ૧૨,૨૭,૯૮૭ બોટલ પકડાઈ છે. તેમજ રૂ.૪૦૫૮,૦૧,૭૧,૦૪૬ કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. આમ, બે વર્ષમાં ૨૫ જિલ્લાઓમાંથી રૂ. ૪૨૬૯,૮૯,૨૯,૮૬૧ કિંમતના વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૨,૯૮૭ આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે. રાજ્યની સરહદોથી દારૂનો ગેરકાયદેસર જથ્થો રાજ્યમાં ઠાલવવામાં આવે છે.
ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્નરની કચેરીમાં વર્ગ-૩ની ૮૧૨ મંજુર જગ્યાઓની સામે ૫૦૦ જગ્યાઓ , વર્ગ-૨ની ૬૭ મંજુર જગ્યાઓની સામે ૪૨ જગ્યાઓ , વર્ગ-૧ની ૫૦ મંજુર જગ્યાઓની સામે ૨૦ જગ્યાઓ ખાલી છે .કલ્પસર યોજનાનો પુર્ણ શકયતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટેના જરૂરી અભ્યાસોની કામગીરી માટે તા.૨૨-૦૧-૨૦૦૩થી સરકારે મંજૂરી આપેલ હતી. ૨૦ વર્ષ વીતિ ગયા હોવા છતાં આ યોજનાનો શકયતાદર્શી અહેવાલ પૂર્ણ થયેલ નથી. શકયતાદર્શી અહેવાલ તૈયાર કરવા ૨૦૨૦- ૨૧માં રૂ.૪૯.૨૫ કરોડ, ૨૦૨૧-૨૨માં ૪૦.૬૫ કરોડ અને ૨૦૨૨-૨૩માં ૧૫.૧૭ કરોડ મળી ૧૦૫.૦૭ રોડનો ખર્ચ કરવામાં આવેલ છે. કલ્પસર યોજના શરૂ કરવા અગાઉ તા.૨૨-૦૧-૨૦૦૩ના રોજ સરકાર દ્વારા રૂ.૮૪ કરોડની વહીવટી મંજુરી આપેલ હતી તે કામગીરી ૨૦ વર્ષ બાદ પણ શકયતાદર્શી અહેવાલ તૈયાર કરવાના તબક્કે છે, આ કામગીરી પેટે કુલ રૂ.૨૧૬.૫૦ કરોડનો ખર્ચ થવા પામેલ છે .