નવા બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ માટે ૪૨ ટકા જેટલા વધારા સાથે રૂ. ૨,૧૬૫.૧૪ કરોડની માતબર જોગવાઈ

Spread the love

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજી બાવળીયા

“અંત્યોદય”, “અગ્રતા ધરાવતા કુટુંબો” મળી કુલ ૭૧ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની ૩.૪૮ કરોડ જનસંખ્યાને દર માસે ઘઉં તથા ચોખાનું રાહત દરે વિતરણ : ૨૦૨૩-૨૪ “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ”ના ઉપલક્ષમાં રાજ્યના ખેડૂતો પાસેથી પ્રથમવાર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, રાગી, જુવાર, અને મકાઇની ખરીદી કરાશે

ગાંધીનગર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્યના જરૂરિયાતમંદોને અન્ન સુરક્ષા અને પોષણ સુરક્ષા પૂરી પાડવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાજ્યના ગરીબ અને છેવાડાના માનવીના ઘરમાં બે ટંકનું પોક્ષણયુકત ભોજન મળી રહે તેની સરકારે સતત ચિંતા કરી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાં રાજ્યની છેવાડાના સામાન્ય નાગરિકને કેન્દ્રસ્થાને રાખીને આગામી વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ. ૬૩૯.૧૪ કરોડ એટલે કે, ૪૨ ટકા જેટલો વધારા સાથે કુલ રૂ. ૨,૧૬૫.૧૪ કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે તેમ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાએ વિભાગની માંગણીઓ રજૂ કરતા વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના કરોડો ગરીબોને વિનામૂલ્યે અનાજ આપતી “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” (PMGKAY)ને વધુ ૧૨ માસ એટલે કે, જાન્યુઆરીથી ડિસેમ્બર, ૨૦૨૩ સુધી લંબાવીને કોઈ ભૂખ્યું ન સૂવે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય કલ્યાણની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. રાજ્યના જરૂરિયાતમંદ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ “અંત્યોદય” તથા “અગ્રતા ધરાવતા કુટુંબો” મળી કુલ ૭૧ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની ૩.૪૮ કરોડ જનસંખ્યાને દર માસે ઘઉં તથા ચોખાનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા સમયસર સુચારૂ અને સુદ્રઢ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યની ૧૭,૦૦૦ કરતા વધુ વાજબી ભાવની દુકાનેથી દર માસે મળવાપાત્ર વિતરણ-પ્રમાણ મુજબ રાહત ભાવથી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ થાય છે.

મંત્રીએ “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩” ની વિગતો આપતા કહ્યું હતું કે, આ કાયદો ૧લી એપ્રિલ, ૨૦૧૬થી સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આ કાયદા હેઠળ અંત્યોદય અન્ન યોજના (AAY કુટુંબો) અને અગ્રતા ધરાવતા કુટુંબો એટલેકે પ્રાયોરીટી હાઉસ હોલ્ડ (PHH)(BPL)કુટુંબો એમ બે પ્રકારનાં કુટુંબોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વાર્ષિક ઘઉં અને ચોખા મળી, કુલ ૨૧ લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના લાભાર્થીઓને અન્ન સલમાતીની સાથો સાથ પોષણક્ષમ આહાર મળી રહે, તે માટે ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં ચાલુ વર્ષે રાજ્યના ૧૪ જિલ્લાના ૩૩ લાખ કુટુંબોની ૧.૬૬ કરોડ જનસંખ્યાને સાદા ચોખાના સ્થાને આયર્ન, ફોલિક એસિડ તથા વિટામીન બી-૧૨ મિશ્રિત “ફોર્ટીફાઇડ ચોખા”નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ હાલમાં અંત્યોદય કુટુંબોને કુટુંબદીઠ કુલ ૩૫ કિ.ગ્રા. અનાજનું જ્યારે “અગ્રતા ધરાવતા કુટુંબો”ને પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિ.ગ્રા. અનાજનું વિતરણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ – ૨૪માં ઘઉં અને ચોખાના વિતરણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬૧૭.૮૨ કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રી બાવળીયાએ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ અનાજના વિતરણ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં એપ્રિલ, ૨૦૨૨ થી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી કુલ ૧૪.૯૮ લાખ મેટ્રિક ટન અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૩ સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. “વન નેશન વન રેશનકાર્ડ” અંતર્ગત NFSA હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓ સમગ્ર દેશમાં કોઇ પણ રાજ્યના કોઇપણ ગામ કે શહેરની વાજબી ભાવની કોઇપણ દુકાનમાંથી પોતાની આધાર ઓળખ પ્રસ્થાપિત કરીને મળવાપાત્ર જથ્થો મેળવી શકે છે. આ યોજનાના અમલીકરણમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં ગુજરાત રાજ્ય દેશમાં ત્રીજા ક્રમે છે.મંત્રીએ અનાજ સિવાય અન્ય જણસીના વિતરણ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” હેઠળ લાભાર્થીઓને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાજ્યના ૭૧.૪૬ લાખ કુટુંબોને દર માસે પ્રતિ કુટુંબ ૧ કિલોગ્રામ તુવેર દાળનું પ્રતિ કિ.ગ્રા. રૂ. ૫૦/- લેખે તથા ચણા પ્રતિ કિ. ગ્રા. રૂ. ૩૦/- ના રાહત દરે વિતરણ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩ – ૨૪ માં આ યોજના માટે રૂ. ૨૭૬.૭૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ૭૧ લાખ જેટલા કુટુંબોને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવાર એમ બે વખત રૂા.૧૦૦/- પ્રતિ લિટરના રાહત દરે ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના માટે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૧૨૮.૧૪ કરોડની જોગવાઇ કરાઈ છે.

રાજ્યના AAY તથા બી.પી.એલ. કુટુંબો મળી કુલ ૩૧.૨૩ લાખ કાર્ડધારકોને દર માસે રાહત દરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે. આગામી વર્ષ ૨૦૨૩ – ૨૪ માટે રૂ. ૧૫૩.૦૫ કરોડની જોગવાઇ કરાઈ છે. જ્યારે રાજ્યના ૭૧ લાખ કુટુંબોને દર મહિને કુટુંબદીઠ ૧ કિ.ગ્રા. ડબલ ફોર્ટીફાઇડ મીઠાનું રૂ. ૧.૦૦/-ના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે, આ માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ. ૬૮.૪૧ કરોડની જોગવાઈ કરાઈ છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વડાપ્રધાનની મહિલા કલ્યાણલક્ષી “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” તથા “રાજ્ય પી.એન.જી./ એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત રાજ્યના કુલ ૩૮.૨૦ લાખ લાભાર્થીઓ માટે તેઓ દ્વારા એલપીજી બોટલની રિફિલીંગ કરવા સહાય પેટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ ઑક્ટોબર થી ડિસેમ્બર-૨૦૨૨ના ક્વાર્ટર અને જાન્યુઆરીથી માર્ચ-૨૦૨૩ કવાર્ટર દરમિયાન અંદાજિત ૨૯ લાખ લાભાર્થીઓને લાભાન્વિત કરાયા છે, જેના માટે રૂ. ૫૦૦ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ખેડૂતહિતલક્ષી સરકાર દ્વારા કૃષિ જણસોનું ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે વર્ષે કરોડો રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરે છે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. દ્વારા ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, રાગી તથા મકાઇ વગેરે કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખરીફ માર્કેટીંગ સીઝન વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે કુલ ૧.૭૬ લાખ મે.ટન ડાંગરની તેમજ ૭૬૪ મે.ટન બાજરીની ખરીદી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના કુલ ૨૮,૬૨૯ ખેડૂતોને અંદાજિત કુલ રૂ. ૩૬૩/- કરોડનું તેઓના બેંક ખાતામાં ડી.બી.ટીના માધ્યમથી ઓનલાઇન ચુકવણું કરવામાં આવ્યું છે. રવી માર્કેટીંગ સીઝન વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત રાજ્યના કુલ ૨૩૭ ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ઘઉં ખરીદીનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ”ના ઉપલક્ષમાં રાજ્યના ખેડૂતો પાસે લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, રાગી, જુવાર, અને મકાઇની ખરીદી કરવાનું આયોજન છે.જાહેર વિતરણ વ્યવસ્થામાં અસરકારકતા તથા પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજયના ૯૯.૪ ટકા લાભાર્થીઓના આધાર વેરીફીકેશન દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વાજબી ભાવના દુકાન સંચાલકો તથા તેમના સહાયકોને કોરોનાના કારણોસર મૃત્યુ સહાય પ્રતિ કિસ્સામાં રૂ. ૨૫ લાખ લેખે કુલ ૬૫ કિસ્સામાં રૂ. ૧૬.૨૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે. જિલ્લા અને રાજય કક્ષાએ અનાજના પરિવહન, વિતરણ અને સ્ટોરેજ અંગે ટેક્નોલોજી આધારિત મોનીટરીંગ અંતર્ગત નિગમ દ્વારા સમગ્ર સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પર દેખરેખ રાખવા, નિગમની વડી કચેરી ખાતે કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેની મદદથી રાજ્ય સ્તરે ટ્રાન્સર્પોટેશનની કામગીરી સંદર્ભે વાહનોનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે, જેના કારણે શંકાસ્પદ ગતિવિધિઓને ઓળખી શકાય છે. આ ઉપરાંત નિગમ દ્વારા ગોડાઉન ખાતે સી. સી. ટી. વી. કેમેરાની કામગીરી પ્રગતિમાં છે, જેનું મોનીટરીંગ જિલ્લા પુરવઠા અધિકારી મારફતે થઇ શકશે.તોલ માપ તથા ગ્રાહક સુરક્ષા અને જાગૃતિ અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, વેપારીવર્ગને ઘરે બેઠા કાનૂની વિજ્ઞાન માપ ખાતા પાસેથી મેળવવાના થતા વજન-માપ સાધનોના પરવાના રજીસ્ટ્રેશન, પરવાના પ્રમાણપત્રો વગેરે ઓનલાઇન મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. કન્ઝયુમર કમિશનો હેઠળ ન્યાય-નિર્ણયની પ્રકિયાઓ ઝડપથી થાય તે માટે મિડિયેશન સેન્ટરની વૈકલ્પિક તકરાર નિવારણ મીકેનિઝમ તરીકે જોગવાઈ કરી છે, જેના અનુસંધાને રાજ્ય કમિશન તેમજ જિલ્લા કમિશનોમાં ટૂંક સમયમાં મિડિયેશન સેન્ટર્સની રચના કરવામાં આવી છે, જેમાં દાખલ થતા કેસો ૧૦૦ ટકા ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે.બજેટમાં સામેલ નવી બાબતોનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળે તથા MSP હેઠળ વધુને વધુ ખરીદી થાય તે માટે “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ” નિમિત્તે બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ટેકાના ભાવે ખરીદી માટે એક ક્વિન્ટલ દીઠ રૂ. ૩૦૦ની બોનસ સહાય પેટે રૂ. ૩૦ કરોડ, વર્ષમાં બે વાર વિનામૂલ્યે ગેસ સીલીન્ડરનું રિફિલીંગ કરવા માટે રૂ. ૫૦૦ કરોડ તેમજ હાર્ડવેર-સોફ્ટવેરની ખરીદી તથા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના ગઠન માટે રૂ. ૧૦.૯૦ કરોડની જોગવાઇ નવી બાબતો હેઠળ મંજૂર કરવામાં આવી છે.મંત્રીએ ગ્રાહકોની બાબતના વિભાગની કામગીરી અંગે જણાવતાં કહ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાતમંદોની અન્ન સલામતી તથા અન્ન પુરવઠાનું કાયદા કાનૂન આધારિત નિયમન કરવાનું તથા કાયદો તોડીને કાળા બજાર કરનાર કે ગ્રાહકોને છેતરનાર કાળા બજારિયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ગ્રાહક હિતોનું રક્ષણ કરવા પણ સરકાર કટિબદ્ધ છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com