ગાંધીનગરમાં છેલ્લાં ઘણાં વખતથી સરકારી કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતો વર્ષ ૧૯૮૮ માં ફાળવેલ પ્લોટના વેચાણ મંજૂરી સંદર્ભે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં થનાર સુનાવણીમાં સરકાર તરફે હકારાત્મક રજૂઆત કરવામાં આવે તે માટે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે સરકાર દ્વારા વર્ષ ૧૯૮૮ માં ઠરાવ કરીને ગાંધીનગરમાં ફરજ બજાવતા કરતા ૨૨ હજારથી થી વધુ વર્ગ ૧ અને વર્ગ ૩ ના કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને ૮૧ મીટર થી ૩૩૦ મીટરના ફાળવવામાં આવેલ પ્લોટની વેચાણ મંજૂરી અંગે નામદાર સુપ્રીમ કોર્ટમાં ટુંક સમયમાં થનાર સુનાવણીમાં સરકાર દ્વારા હકારાત્મકતા સાથે રજૂઆત કરવા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરાઈ છે.ગાંધીનગરમાં મિલકત વેચાણ મંજૂરી ઉપર બ્રેક લાગી ગઈ હોવાથી કર્મચારીઓ અને અસરગ્રસ્ત ખેડૂતો પોતાની માલિકી હક્ક હોવા છતાં વેચી શકતા નથી. જેથી કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોના વ્યાપક હિતમાં ધારાસભ્ય રીટાબેન પટેલે લેખિતમાં રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનય છે કે, સરકાર દ્વારા હકારાત્મકતા સાથે સુપ્રિમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવે અને કાયદાની રૂએ પ્લોટની વેચાણ મંજૂરી મળે તો સ્ટે ના કારણે ૧૫ વર્ષથી ચાલતી અનિશ્ચિતતાનો અંત આવી શકે એમ છે. તેમજ ૨૨ હજારથી વધુ કર્મચારીઓ, અસરગ્રસ્ત ખેડૂતો અને તેમના પરિવારને રાહત મળી શકે તેમ છે ત્યારે આ બાબતે સુખદ ર્નિણય આવે તે માટે ધારાસભ્ય રીટાબેન સક્રિયતા સાથે લોકસેવક તરીકેની તેમની જવાબદારી નિભાવી રહ્યા છે.