વેપારી સાથે બંગ્લાની છેતરપીંડીના કેસમાં કિરણ પટેલના પત્ની માલિનીબેનની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી

Spread the love

આરોપી માલિનીબેન પટેલ

અમદાવાદ

જમ્મુ કાશ્મીર ખાતે પી.એમ.ઓ. ઓફિસના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી સરકારી સુરક્ષા મેળવનાર કિરણ પટેલે અમદાવાદ ખાતે તથા ગુજરાત રાજ્યમા પી.એમ.ઓ, ઓફિસના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપીંડી કરેલ હોવાનું ધ્યાને આવતા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ ના સંયુકત પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંગ તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. મંડલીક તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.એ.પટેલે આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલ દ્વારા ભોગ બનનાર વેપારીની ફરિયાદ આધારે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ક્રાઇમબ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. મંડલીક

ક્રાઇમબ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. મંડલીકે બનાવની વિગત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વેપારી સાથે બંગ્લાની છેતરપીંડીના કેસમાં કિરણ પટેલના પત્નીની માલિની બહેને સપોર્ટ કર્યો હતો. ફરિયાદી જગદીશભાઇ પેથલજી ચાવડાએ બંગ્લો વેચાણ માટે મુકેલ દરમ્યાન ઘોડાસર, પ્રેસ્ટીઝ બંગ્લોઝમાં રહેતા આરોપી કિરણ પટેલ તથા તેના પત્નિ માલિનીબેન ફરિયાદીને વડાપ્રધાનના કાર્યાલયમાં અધિકારી હોવાની ઓળખ આપી તેમજ ગુજરાતમાં પ્રચલિત ટી-પોસ્ટ કાફેના ભાગીદાર હોવાનુ જણાવી ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યા બાદ બંગ્લાના ભાવ વધારે મળે તે માટે રિનોવેશન કરાવવું પડશે અને પોતાને રિનોવેશન અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો શોખ છે જેથી પોતે રિનોવેશન કરાવી આપશે તેમ કહી ફરિયાદી પાસેથી છૂટક છૂટક પાંત્રીસ લાખ રૂપિયા લીધા હતા.બંગ્લાના રિનોવેશન દરમ્યાન ફરિયાદી સામાજીક કામથી જુનાગઢ ખાતે ગયેલ. આ દરમ્યાન કિરણ પટેલે ફરિયાદીના બંગ્લામાં પોતાના નામનુ બોર્ડ લગાવી દીધેલ અને પોતાના ઓળખીતા અને સગાસબંધીઓને આમંત્રણ આપી કિરણ પટેલ અને તેના પત્નિએ બંગ્લામાં વાસ્તુ-પુજા કરાવી હતી. જે કાર્યક્રમના ફોટા તથા વિડીયોગ્રાફી પણ કરાવેલ. આ બાબતે ફરિયાદીને જાણ થતા પોતે આ બંગ્લામા પરત રહેવા આવી ગયા બાદ કિરણ પટેલે આમંત્રણ પત્રિકા, બંગ્લામા લગાવેલ બોર્ડ અને ફોટા આધારે પોતાની માલિકી સાબિત કરવા ફરિયાદી વિરુધ્ધ નામદાર કોર્ટમાં દિવાની દાવો કરી નોટીસ મોકલાવી હતી જેથી ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થયેલ હોવાની જાણ થયેલ જેથી ફરિયાદીની ફરિયાદ લઇ ડી.બી.સી. પોલીસ સ્ટેશનમાં ધી ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૭૦, ૧૨૦(બી) મુજબ ગુનો રજીસ્ટ્રર કરાવી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે.

આરોપી કિરણ પટેલ કાશ્મીર રાજ્યના શ્રીનગર શહેર નિસાદ પોલીસ સ્ટેશનના ગુનાના કામે પકડાયેલ છે જેથી ૩૧મી માર્ચ બાદ ટ્રાન્સરફર વોરંટ મેળવી આરોપીનો કબ્જો મેળવવા તપાસ તજવીજ કરવામાં આવેલ છે. તેમજ આ ગુનામાં પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી બહેન માલિનીબેન પટેલની તપાસ કરતા જંબુસર ખાતેથી મળી આવતા તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજ જંબુસર ખાતેથી અત્રે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ કચેરી ખાતે લાવી માલિનીબેન W/O કિરણભાઇ પટેલ રહે. એ/૧૭, પ્રેસટીજ બંગ્લોઝ, જીવી બા સ્કુલની બાજુમાં, ઘોડાસર અમદાવાદની પુછપરછ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી બહેન માલિનીબેન ની પુછપરછ કરતા પોતે BAMS ડોકટર છે. અગાઉ પોતે સુંગંધ્રાબેન સોનવણે ગાયનેક હોસ્પીટલમાં નોકરી કરતા હતા તેમજ ઘોડાસર જીવીબા સ્કુલ પાસે ક્લિનીક ધરાવતા હતા. પોતાને સંતાનમાં બે દિકરી છે. બે દિકરીઓની જવાબદારી આવતા પોતાનુ કલિનીક બંધ કરી દીધેલ છે. પોતાના પતિ કિરણ પટેલ અને જેઠ મનિષભાઇ પટેલે અગાઉ લોગાર્ડન ખાતે ટ્રાવેલ્સ ટાર્ગેટસ નામથી એર ટિકીટ બુર્કીંગ અને વિઝા કન્સ્ટર્લીંગ નું કામ કરતા હતા તે વખતે દેવુ થઇ ગયેલ બાદ પોતાના જેઠ મનિષભાઇ પટેલ અને કિરણભાઇ પટેલ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના કેસમાં પકડાયેલ છે, પોતે પણ નરોડા પોલીસ સ્ટેશન માં છેતરપીંડીના કેસમાં પકડાયેલ છે.પોતાના પતિ કિરણભાઇ પટેલ બહાર શુ કામ ધંધો કરે છે. કયાંથી રૂપિયા લાવે છે તે શુ ઓળખાણ આપે છે તે બાબતે પોતાને કોઇ માહિતી જણાવતા ન હતા. પોતાના પતિ કિરણ પટેલે ઉપરોકત ફરિયાદી ના બંગ્લાને ખરીદવાનુ નક્કી કરેલ અને ફરિયાદીને વડાપ્રધાનના કાર્યાલયમાં અધિકારી હોવાની ઓળખ આપેલ. તેમજ પોતાના પતિ સાથે હોટ્સ તાજ સામે આવેલ ટી-પોસ્ટ કાફેમાં પણ અવાર નવાર જતા હતા અને ફરિયાદીને ટી- પોસ્ટ કાફેના ભાગીદાર હોવાનુ પણ જણાવેલ. બાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી બંગ્લામા રિનોવેશન કરાવવાનુ જણાવી પાંત્રીસ લાખ રૂપિયા લીધેલ અને રિનોવેશન નુ કામ શરુ કરેલ ત્યારબાદ ફરિયાદી કોઇ કામ થી બહારગામ ગયેલ હોવાનુ જાણવા મળતા અમોએ તેમના બંગલે વાસ્તુ અને હવન પુજા કરાવેલ હતી. જે બાબતે સોસાયટીમાં પણ આમંત્રણ પત્રિકાઓ આપેલ અને નિમંત્રણ આપેલ હતા. જે વાસ્તુના પુજા વિધીના ફોટા અને બંગ્લા બહાર જગદીશપુરમ નામનું બોર્ડ લગાવી તે આધારે ફરિયાદી વિરુધ્ધ માં દિવાની કોર્ટમાં દાવો કરેલ છે. આ બંગ્લાનો કબ્જો લેવાના પ્રયત્ન પણ કરેલ છે.અગાઉ ઓકટોમ્બર/૨૦૨૨ દિવાળીના તહેવાર સમયે પોતે તથા કિરણ પટેલ પોતાની બંન્ને દિકરીઓ સાથે ફ્લાઇટ મારફતે જમ્મુ કશ્મીર ગયેલ અને શ્રીનગર સિટીમાં આવેલ ફાઇવ સ્ટાર હોટલ લલિત માં રોકાયેલ હતા. ત્યારબાદ કિરણ પટેલ ના કહેવાથી પહેલી ફેબ્રુીઆરી ના એન્ડમાં ફરીથી પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ખાતે ગયેલ. અને શ્રીનગર માં હોટલ લલિત ખાતે રોકાયેલ જયાં કિરણ પટેલે કોઇ કોઇ અધિકારી સાથે દિલ્હી ખાતે વડાપ્રધાનના કાર્યાલયમાં અધિકારી હોવાની ઓળખાણ આપી જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે પ્રોટેકશન મેળવેલ હતુ, તેમજ કિરણ પટેલે પોતાને હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝી માટે તથા એપલ જયુસની મેન્યુફેકચરીંગ કંપની માટેના પ્રોજેકટના કામથી આવેલ છીએ અને સાથે સાથે હરવા ફરવાનુ પણ છે. કાશ્મીર કરવા માટે પ્રોટેકશન જરૂરી હોય પોતાની ઓળખાણ થકી પ્રોટેકશન અને સરકારી વાહનો ની મદદ મેળવેલ હતી. પોતાના પતિ તે આ બાબતે વધુ પુછતા તેને જ્વાબ આપવાનું ટાળેલ હતું. ત્રણ ચાર દિવસ પછી ફ્લાઇટ મારફતે પરત આવી ગયેલ અને બે ત્રણ દિવસ પછી કિરણ પટેલ તેના મિત્ર સાથે ફરીથી કાશ્મીર ખાતે ગયેલ હતા, દરમ્યાન પોતાને શ્રીનગર રિસાત પોલીસ સ્ટેશન માંથી એસ.એચ.ઓ.નો ફોન આવેલ અને પોતાના પતિની ધરપક્ડ કરેલ હોવાનું જણાવતા આ બાબતે જાણ થયેલ હતી.પોતાના વિરુધ્ધમાં ફરિયાદ દાખલ થયાનું જાણવા મળતા ભાડેથી ગાડી કરાવી ભરુચ આતે પોતાના મામા હસમુખભાઇ પટેલ ના ઘરે ગયેલ ત્યારબાદ ભરુચ જીલ્લાના જંબુસર ખાતે રહેતા પોતાના કૌટુમ્બીક મામા વિઠ્ઠલભાઇ પટેલ ના ઘરે રહેવા જતા રહ્યા હતા.

આરોપી બહેનના ગુનાહીત ઇતિહાસ

(૧) સને-૨૦૧૭ માં રોડા પોલીસ સ્ટેશનમાં સ્વામીનારાયણ મંદિરોમાં ફોર વ્હિલ ગાડીઓ ભાડે રખાવવાનુ કહી ૧૬ ફોરવ્હિલ ગાડીઓ મેળવી બારોબાર વેચી દેવાનુ કૌભાડ કરેલ. નરોડા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૬૬/૨૦૧૭ ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) મુજબ

આરોપીના પતિ કિરણ પટેલનો ગુનાહીત ઇતિહાસ

(૧) કાશ્મીર શ્રીનગર નિસાત પો.સ્ટે ગુ.ર.નં ૧૯/૨૦૨૩ ઇપીકો કલમ ૪૧૯, ૪૨૦ , ૪૬૭, ૪૬૮, ૧૭૧ મુજબ

(૨) નરોડા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૬૬/૨૦૧૭ ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) મુજબ ( સ્વામીનારાયણ મંદિરોમાં ફોર વ્હિલ ગાડીઓ ભાડે રખાવવાનુ કહી ૧૬ ફોરવ્હિલ ગાડીઓ મેળવી બારોબાર વેર્ચી દેવાનુ કૌભાડ કરેલ.)

(૩) વડોદરા રાવપુરા પો.સ્ટે ફ.ગુ.ર.નં ૬૪/૨૦૧૯ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૭, ૨૯૪(ખ), ૧૧૪ મુજબ (નવલખી ગ્રાઉન્ડમાં ગરબાનુ આયોજન કરેલ જેમાં ડેકોરેશન તથા લાઇટીંગના એક કરોડ પંચાવન લાખ રૂપિયા નહીં આપી છેતરપીંડી કરેલ )

(૪) બાયડ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૪૭/૨૦૧૯ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) ( ખેડુતોને મોટી રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા બતાવી મોટી ઓળખાણ હોવાનુ જણાવી ખાણદાણ અને તમાકુ માં રોકાણ કરવા માટે આશરે દોઢ કરોડ રૂપિયાની છેતરપીંડી કરેલ)

(૫) સને-૨૦૧૯ માં વ્યારા કોર્ટમાં નેગોશીયલ ૧૩૮ નો કેસ થયેલ બાદ સને-૨૦૧૯ માં આણંદ કોર્ટમાં નેગોશીયલ એકટ ૧૩૮ નો કેસ થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com