ખટાક-ખટાક, ડફાક-ડફાક, ટન ટનાટન ટન અંડરબ્રિજના કામમાં ભારે ગોબાચારી, અબજાેના ખર્ચા, તપાસના ભરો પર્ચા,

Spread the love


ગુજરાતનું કહેવાતું GJ-18 એ પાટનગર કહેવાય, દરેક પરિપત્ર, આદેશો ,ઠરાવો, હુકમોથી લઈને દરેક જિલ્લામાં નાણાકીય ગ્રાન્ટો પણ અહીંથી ફાળવાય, તપાસના આદેશો પણ અહીંથી થાય, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જે કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની જે ગ્રાન્ટો વિકાસ માટે આવે છે , તે પૂરેપૂરી મનપાને મળે છે, ત્યારે પહેલા કોંગ્રેસના પૂર્વ સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે દરેક રાજ્યમાં દિલ્હીથી નીકળેલી ૧૦૦ની નોટ રાજ્યમાં પહોંચતા ૨૦ રૂપિયા થઈ જાય છે, ત્યારે આ ભ્રષ્ટાચાર ના લીકેજ વાલ્વ નેPM મોદી ,કેન્દ્રીય ગૃહ મંત્રીએ બુચ મારી દીધા છે, ત્યારે પૂરેપૂરી નાણાકીય ગ્રાન્ટો અહીંયા મનપાને મળે છે, ત્યારે આ ગ્રાન્ટો હવે અહીંયા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે ,ત્યારે GJ-18 ખાતે ત્રણ અંડર પાસ બનાવવામાં આવ્યા છે, ત્યારે પબ્લિકમાં અને જાહેર ચા ની કીટલી, પાનના ગલ્લા ઉપર ચર્ચા થાય ત્યારે અંડર બ્રિજ પાસ જે બનાવવામાં આવ્યા છે, તે પ્રજામાં ઘ-૪ નો અંડરબ્રિજ ખટાક-ખટાક નામ પાડ્યું છે, ગમે તેટલા ઇજનેર આવે પણ આ ખટાક-ખટાક અવાજ બંધ થતો નથી, શહેર માટે નજરાણું કહેવાય, આ અંદર પાસમાંથી પસાર થાવ એટલે ખટાક-ખટાક અવાજથી ગાડીમાં બેસેલો યુવાન હોય તેના મગજના તમરા બોલવા માંડે, ત્યારે અહીંયા ઘ-૪ અંડર બ્રિજમાં અવાજ ખટાક-ખટાક તથા દિવસે અંડર બ્રિજ માંથી પસાર થાય તો લાઈટો નાખ્યા છતાં અંધારું રહે છે, ત્યારે પ્રજા માટે આ અંડર બ્રિજ માંથી ચાલતા પસાર થવું હોય તો ફૂટપાથ જે બનાવી છે ,ત્યાં રેલિંગ મૂકવામાં નથી આવી, ત્યારે વાવોલ ખાતેના ખ-રોડ પર બનેલા ટનાટન અંડર પાસમાં મૂકવામાં આવી છે, આવી ગોબાચારી કેમ ?
હવે વાત કરીએ ગ-૪ અંડર બ્રિજની તેમાં એક માણસ અંડર બ્રિજ માંથી ચાલતા પસાર થઈ શકે કે કેમ ? તે પ્રશ્ન છે, જે અંડર બ્રિજમાં ચાલવા માટે ફૂટપાથ કે પાળી એ ખબર પડતી નથી, દરેક બ્રિજમાં દરેક નાગરિક ચાલી શકે તે માટેનું આયોજન હોય છે, ત્યારે ગ-૪ ના અંડર પાસમાં ચાલી શકાય તેવી સ્થિતિ નથી, ત્યારે અહીંયા રેલિંગ મૂકવામાં આવી નથી, દિવસે અંધારામાં જ્યારે અંડર પાસ પસાર થતા હોય ત્યારે લાઈટો હોવા છતાં વાહન ચાલકોને દેખાતું નથી ,જે ચાલવા માટે (ફૂટપાથ) પાળી બનાવી છે, તે એક વ્યક્તિ ચાલી શકે તેમ જ નથી, આવી ગોબાચારી ? આવી ગંભીર ભૂલ ? ત્યારે વાવોલ અંડરપાસ જે હોટલ લીલાને મળે છે, તે પ્રજામાં આ બ્રિજના વખાણ થાય છે, આ અંડર પાસ નું નામ ટન ટનાટન ટન રાખવામાં આવ્યું છે, GJ-18 નો ટોપ અને ક્લાસિક અંડરબ્રિજ જાે બનાવ્યો હોય તો તે વાવોલનો ટન ટનાટન ટન અંડર બ્રિજ છે, તેમાં કોઈપણ વ્યક્તિ પુલમાંથી પસાર ચાલતા જવું હોય તો રેલિંગ મૂકવામાં આવી છે ,ચાલવા માટે આરામથી બે વ્યક્તિ જાેડે ચાલી શકે તેવો સ્પેસ છે, ત્યારે ઘ-૪મા સ્પેસ મુકવામાં આવ્યો છે, પણ ગ-૪ ખાતે સ્પેસ ખૂબ જ નાનો હોવાથી ચાલી શકાય તેમ જ નથી અને રેલિંગ ન નાખતા પડવાની સંભાવના વધુ રહેલી છે,ત્યારે ગ-૪ અંડર પાસમાં ચાલીને જવું એટલે અંડર પાસ પૂર્ણ કરો , ત્યારે હાશ થાય,બાકી…, ત્યારે આ ત્રણ અંડર બ્રિજના કામમાં આવી ગફ્લેબાજી કેમ ? મેયર, ડે.મેયર, ચેરમેન શ્રી ત્રણે સાથે પ્રજાના વિકાસના કામો માટે દોડતા હોવ છો,તો ગ-૪ અંડર પાસ ચાલીને ક્રોસ કરીને બતાવો, એકવાર પધારો મોંઘેર મહેમાનો અને પ્રજાનો બુલંદ અવાજ બનો તેવી શુભેચ્છા છે, ત્યારે ત્રણેય અંડર પાસમાં કામની સમીક્ષા કરવામાં આવે તો ત્રણેય અંડર પાસ જે બનાવ્યા છે ,તેમાં વાવોલ ના અંડર પાસમાં ચાલવાનો મોટો સ્પેસ, કોઈ પડી ન જાય તે માટે સેફટી રેલિંગ,ત્યારે ઘ-૪ પાસે સ્પેસ ખરો, પણ રેલિંગ ક્યાં ?ગ-૪ પાસે તો ચાલવાની જગ્યા જ આપી નથી, સ્પેસ જે આપ્યો છે, તે વેતિયા ચાલી શકે તેવો, ત્યારે કીડી, મકોડા ,જીવજંતુ , શ્વાનો, માટે આ ચાલવાની ફૂટપાથ છે, માનવ માટે નહીં, ત્યારે અહીંયા પણ રેલિંગ નથી, રાત્રે ગ-૪,ઘ-૪ અંડર પાસમાં ભલે લાઇટો નાખી પણ અંધારું પુષ્કળ રહે છે, ત્યારે જશુભાઈ જાેરદાર,મેયર શ્રી ,ડે.મેયર શ્રી, આ ત્રણેય અંડર પાસનું ચેકિંગ કરો, અને ખાસ ગ-૪ અંડર પાસમાં ચાલવાનું ભાવભર્યું આમંત્રણ છે, ત્યારે જ પ્રજાના પ્રશ્નોની ખબર પડશે,બાકી ટન ટનાટન ટન એવો અંડર બ્રિજ વાવોલ નો છે ,તેમાંથી ગાડી પસાર થાય તો પેટનું પાણી ના હલે, અને અહીંયા માનવી ઘ-૪,ગ-૪, માંથી પસાર થાય તો હલી જાય, કરો ભાઈ આ કરો… દિલ્હીથી દાદા, કાકા અને ગુજરાતના આ ભુપેન્દ્ર દાદા અબજાે રૂપિયા વિકાસ માટે આપે છે, તો આ કામ કરાવો…

મેયર શ્રી, ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, કમિશનર શ્રી, આપશ્રી ને ગ-૪ અંડર પાસમાં ચાલવાનું ભાવ ભર્યું આમંત્રણ છે, આમંત્રણને સ્વીકારી પધારો મારા વ્હાલાઓ, ગ-૪,ઘ-૪ અંડર પાસમાં ચાલનારી વ્યક્તિઓ માટે રેલિંગ જ નથી, તો વાવોલ ખાતે કેમ ? શું ભૂલી ગયા રેલિંગ મૂકવાનું, વાવોલનો ટન ટનાટન ટન અંડર બ્રિજ માંથી પસાર થાવ તો પેટનું પાણી ન હલે, કોઈ અવાજ ન આવે, અંડર બ્રિજ માંથી પસાર થાવ ત્યારે ફૂલ ફોકસ,
ઘ-૪,ગ-૪ અંડર પાસમાં રેલિંગ જ નહીં,ઘ-૪ અંડર પાસમાં ચાલવાની રેલિંગ, ૨ ફૂટ અને ગ-૪ ખાતે એક ફૂટ, વેતીયાઓ, બિલાડી ,શ્વાન, કીડી મકોડા માટે ની ફૂટપાથ કે માનવ માટેની ?
G-20 સમિટ યોજાઈ રહી છે, ત્યારે બાપા આ ગ-૪,ઘ-૪ અંડર બ્રિજ માંથી જે બહારથી સમિટમાંથી આવી રહ્યા છે, તેમને અહીંથી ના લાવતા,ખટાક-ખટાક, ડફાક-ડફાક અવાજથી તમરા બોલી જશે,ટન ટનાટન ટન અંડર પાસમાંથી પસાર કરાવજાે કામમાં આવી બેદરકારી કે ગોબાચારી ? માનવજાત માટે અંડર પાસ અને ચાલીને પસાર થાય તેના માટે જાેખમ જેવો ઘાટ
ખટાક ખટાક અંડરબ્રિજમાં આપનું સ્વાગત છે, દિવસે અંધારું જેવો ઘાટ, અવાજનો ઘોંઘાટ
ડફાક ડફાક અંડરપાસમાં આપનું સ્વાગત છે, માનવજાત માટે ફૂટપાથ નહીં, વાનર, કીડી , મકોડા શ્વાનોની ફૂટપાથ
ટન ટનાટન ટન અંડર બ્રિજ જેટલા વખાણ કરો એટલા ઓછા, બાકી પેટનું પાણી ના હલે, આ કોન્ટ્રાક્ટર નું સન્માન કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com