ગુજરાતનાં લાખો યુવાનોને અન્યાયકર્તા અને મૂળભૂત અધિકારનું હનન કરતી ‘ફિક્સ પગાર’ની નીતિ અંગે સુપ્રિમ કોર્ટમાં પડકારેલ અરજી સત્વરે ભાજપ પરત ખેંચે તેવી કોંગ્રેસની માંગ

Spread the love

મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશી, પ્રવક્તા હિરેન બેંકર અને ડૉ. નીદત બારોટ

ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધુ સહાયક પ્રથાના સરકારી કર્મચારીઓ ફીક્સ પગારમાં આર્થિક શોષણ સહન કરી રહ્યાં છે : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશી

અમદાવાદ

રાહુલ ગાંધીજીના કોર્ટ કેસમાં જે ઝડપે “રોકેટ્સ સાયન્સ” ચુકાદો-નિર્ણય થયો તે રીતે ગુજરાતનાં ફીક્સ પે ના પાંચ લાખ કરતા વધુ કર્મચારીઓ ૧૧ વર્ષથી કેમ ન્યાયથી વંચીત ? સુપ્રિમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા વારંવાર મુદતથી વ્યાપક તકલીફો ભોગવતા લાખો કર્મચારીઓના પરિવારો માટે ગુજરાતની ભાજપ સરકાર તાત્કાલીક અરજી પરત ખેંચે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધુ સહાયક પ્રથાના સરકારી કર્મચારીઓ ફીક્સ પગારમાં આર્થિક શોષણ સહન કરી રહ્યાં છે ત્યારે ગુજરાત નામદાર હાઇકોર્ટેની ડીવીઝન બેંચ ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે “ફિક્સ પગાર નાબુદ થાય જે મુળભુત અધિકારોનું હનન છે” આર્થિક શોષણની નીતિની રદ કરવા આદેશ આપ્યા હતા. તેમ છતાં રાજ્યની ભાજપ સરકાર નામદાર હાઇકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ગઇ. પાંચ લાખ યુવાનો અને તેના પરિવારજનો છેલ્લા ૧૧ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે પરંતુ મુદત પર મુદત પડી રહી છે. લાંબા સમયથી કાનૂની ખર્ચનો સામનો કરી રહેલા લાખો ફિક્સ પે ના શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ સહિતના વિવિધ વિભાગોમાં કાર્યરત ફીક્સ પે ના કર્મચારીઓ આર્થિક અને માનસિક તાણ અનુભવી રહ્યાં છે.

ગુજરાતનાં ફિક્સ પગારમાં કામ કરતા પાંચ લાખ કરતાં યુવાનો અને તેમના પરિવાર માટે “રોક્ટ સાયન્સ” પ્રમાણે કેસ ચલાવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે જેથી ગુજરાતનાં યુવાનોનાં પરિવારોને ઝડપી રાહત મળે, ન્યાય મળે.ગુજરાતમાં અમરેલીનાં સાંસદ નારાયણ કાછડીયા, પુર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને  બાબુ બોખીરીયાની સજાના આદેશ બાદ કાનૂની કાર્યવાહી માટે જે વિશેષ સમય અપાયો કે મળ્યો તે સંપૂર્ણ પણે પ્રશ્ન ઉભો કરે છે. કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી સામેના કેસમાં વિશેષ રસ દાખવી જે રીતે વધુમાં વધુ સજા જાહેર થઈ છે તે પણ ચર્ચામાં વિષય છે. ત્યારે ગુજરાતનાં પાંચ લાખ પરિવારો જેમણે ૧૫૬ બેઠકની બહુમતી સાથે સત્તા સ્થાન ભાજપને સોંપવામાં યોગદાન આપ્યું છે તેમને કેસમાં રોકેટ સાયન્સ કેમ પાછું પડે છે? ઝડપે કેસ ચલાવી સજા થઇ શકતી હોય તો ૧૧ વર્ષ કરતા વધુ સમયથી ન્યાયની રાહ જોતા લાખો યુવાનો માટે કેસ પાછો કેમ ન ખેંચાઈ શકે? ગુજરાતનાં લાખો યુવાનોને અન્યાયકર્તા અને મૂળભૂત અધિકારનું હનન કરતી ‘ફિક્સ પગાર’ની નીતિ અંગે સુપ્રિમ કોર્ટમાં પડકારેલ અરજી સત્વરે ભાજપ સરકાર પરત ખેંચે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

મિત્રકાળમાં અદાણી સ્કેમ અંગે સતત સત્યની લડત લડતા રાહુલ ગાંધી પ્રત્યે કિન્નાખોરી રાખતી ભાજપ સરકાર ગુજરાતના પાંચ લાખ કરતા વધુ યુવાનોને સીધી અસર કરતા કેસ પરત ખેંચવા ભાજપ સરકાર કેમ વિચારતી નથી ? રાહુલજી પ્રત્યે કિન્નાખોરી – વૈમનષ્ય હોય કારણ કે ભ્રષ્ટાચારને ખુલ્લા પાડે છે. સતત મોદી સરકાર સામે મોંઘવારી – બેરોજગારી મુદ્દે દેશ હિતમાં લડાઈ સાંસદ થી સડક સુધી લડી રહ્યાં છે ત્યારે રાહુલ ગાંધીને વિવિધ રીતે પરેશાન કરી શકે તે સમજી શકાય, પણ ગુજરાતના પાંચ લાખ કરતા વધુ યુવાનોના ૧૧ વર્ષથી તેમના હક્ક-અધિકાર ભાજપ સરકાર કેમ અટકાવી-ભટકાવી-લટકાવી રહી છે ? ભાજપ સરકાર જવાબ આપે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com