આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ-૧૭ જેની કિ.રૂ.૭૩,૦૦૦ તથા એક મો.સા.કિ.રુ.૩૦,૦૦૦ ગણી કુલ્લે કિ,રૂ, ૧,૦૩,૦૦૦ની મતાનો મુદામાલ કબ્જે
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર બી.એસ.સુધારની ટીમના પો.સ.ઈ. જે.બી.પરમાર તથા પો.સ.ઇ કે.એલ ખટાણા તથા અ.પો.કો.મહેન્દ્રસિંહ તથા અ.પો.કો. શિશપાલ અ.હે.કો.અનવરખાન તથા અ.પો.કો. કિશોરસિંહ તથા એ.એસ.આઈ ધાર્મિકભાઈ તથા અ.પો.કો.સરદારસિંહ દ્વારા એન.ડી.પી.એસ. તથા પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા તેમજ મોબાઈલ ચીલઝડપ કરતાં આરોપીઓ(૧) બીલાખાન ઉર્ફે પાંચીયો અમદાવાદ મુળ વતન-ફરાટોલા આઝમગઢ (ઉતરપ્રદેશ)ને નારોલ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો. આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(આઈ) મુજબ પકડી અટક કરવામાં આવી છે. આરોપી નાસતા ફરતા હોવાની તપાસ કરાવતા બનાસકાંઠા જીલ્લાના અંબાજી પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ.કલમ (સી), ૨૦(બી) મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાય આવતા આરોપીને અંબાજી પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ હતો.(૨) હિતેન નરેન્દ્રભાઈ ગાંધી ને જમાલપુર વિક્ટોરીયા ગાર્ડન પાસેથી ઝડપી લીધેલ છે.
આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઈ) મુજબ પકડી અટક કરવામાં આવેલ છે. આરોપી નાસતા ફરતા હોવાનીતપાસ કરાવતા વલસાડ જીલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશન ઘી પ્રોથી કલમ ૬૫(એ),૬૬ (ઈ)૮૧, ૯૮ (૨) મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાય આવતા આરોપીને વાપી ટાઉન પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.(૩) સદામહુસેન ઉર્ફે ફોરમેનને ગોમતીપુર કામદાર મેદાન પાસેથી ઝડપી લીધેલ છે. આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી, આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ-૧૭ જેની કિ.રૂ.૭૩,૦૦૦/-તથા એક મો.સા.કિ.રુ.૩૦,૦૦૦/-ગણી કુલ્લે કિ,રૂ, ૧,૦૩,૦૦૦/-ની મતાનો મુદામાલ કબ્જે કરી (૧) કાલુપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૬૨૩૦૧૦૬/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૨) કાલુપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૬૨૩૦૧૦૭/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩)
(૩) શહેરકોટડા પો.સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૧૨૩૦૨૭૦/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩)મુજબ. (૪) ખાડીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૫૨૩૦૭૭૨/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)(૩) મુજબના ગુનાઓ શોધી કાઢેલ છે.