AMCમાં જુદા જુદા ખાતાઓમા જાહેરખબર આપી લાયકાત ધરાવતા ૫૯ ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા 

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમારે નવા લાયકાત ધરાવતા નોકરી મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે બહુ જ સ્પષ્ટ અને પારદર્શક રીતે જાહેર ખબર આપી યોગ્ય લાયકાત પ્રમાણે પસંદગી કરવામાં આવી છે .હું દરેક ઉમેદવારને ભવિષ્ય ઉજ્વળ થાય તેવી શુભેચ્છા પાઠવું છું. નાગરિક સુવિધામા સુધારો કરી શકાય માટે વખતો વખત પગલા ભરવામા આવે છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા જુદા જુદા ખાતાઓમા રાજીનામા, સ્વ,નિવૃતિ, નિવૃતિ કે અન્ય કારણોસર વખતો વખત ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે જાહેર ખબર આપી અરજીઓ મંગાવીને ભરતી પ્રકિયા હાથ ધરવામા આવે છે. જાહેર ખબર અન્વયે આવેલ અરજીઓ પૈકી લાયકાત ધરાવતા ઉમેદવારોની લેખિત પરીક્ષા લઈ તેમના ડોક્યુમેન્ટની ચકાસણી કરી સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા પસંદગી પામેલ ઉમેદવારોને વખતો નિમણૂક આપવામા આવેલ છે. તા.૨૮.૦૩.૨૦૨૩ ને મંગળવારના રોજ મેયર, ડે.મેયર, માન.ચેરમેન (સ્ટે.કમિટી) તથા અન્ય પદાધિકારીઓના વરદ હસ્તે સ્ટે.કમિટી રૂમમા સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા પસંદગી પામેલ પસંદગીયાદી / પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નિમણૂકના પત્રો એનાયત કરવામા આવેલ છે.લાઈટ (પસંદગીયાદી)ખાતામાં ટેકનીકલ સુપરવાઈઝર તરીકે ૩૩ , હેલ્થ GUHP અંતર્ગત (પ્રતિક્ષાયાદી)ખાતામાં સ્ટાફ નર્સ તરીકે ૧૪ ,હેલ્થ GUHP અંતર્ગત (પ્રતિક્ષાયાદી) ખાતામાં ફ ફાર્માસીસ્ટ તરીકે ૮ ,હેલ્થ GUHP અંતર્ગત (પ્રતિક્ષાયાદી) ખાતામાં લેબ ટેકનીશીયન તરીકે ૪ ઉમેદવારોની નિમણુંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com